મનોરંજન

દૂરદર્શનમાં પ્રસારિત રામાયણે આખા વિશ્વમાં ડંકો વગાડ્યો હવે અહીંયા પુનઃ પ્રસારણ થશે- જાણો

લોકડાઉનના કારણે રામાનંદ સાગરની રામાયણ એકવાર પ્રસારિત કરવામાં હતી. રામાયણે દૂરદર્શન પર વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. 16 એપ્રિલના રોજ પ્રસારિત થયેલો એપિસોડ વિશ્વભરના સાત કરોડથી પણ વધુ લોકોએ જોયો હતો. ‘ગેમ્સ ઓફ થ્રોન’ કરતાં પણ ‘રામાયણ’ સિરિયલ વધુ જોવાઈ હતી. આ બંને શોને કારણે દૂરદર્શનની વ્યૂઅરશિપમાં વધારો થતા દૂરદર્શન નંબર વન ચેનલ બની ગઈ હતી.

Image Source

રામાનંદ સાગરની ‘રામાયણ’ આજથી એટલે કે ચાર મેથી સાંજે સાડા સાત વાગે સ્ટાર પ્લસ પર રજૂ કરવામાં આવશે. ચેનલ તરફથી ટ્વીટ કરવામાં આવ્યું હતું.

બીજી તરફ બી આર ચોપરાનો શો ‘મહાભારત’ પણ દૂરદર્શન બાદ હવે કલર્સ ચેનલ પર આજથી એટલે કે ચાર મેથી રોજ સાંજે સાત વાગે ટેલીકાસ્ટ કરવામાં આવશે.

જણાવી દઈએ કે, 24 માર્ચના રોજ પહેલું લૉકડાઉન જાહેર થતા જ ‘રામાયણ’ તથા ‘મહાભારત’નું પુનઃપ્રસારણ કરવાની જાહેરાત કરી હતી. 28 માર્ચથી ‘રામાયણ’ ડીડી નેશનલ પર સવારે 9 વાગે અને રાત્રે 9 વાગે ટેલીકાસ્ટ થતું હતું. જ્યારે ‘મહાભારત’ ડીડી ભારતી પર 28 માર્ચથી બપોરે 12 વાગે અને સાંજે સાત વાગે આવતું હતું.