જાણવા જેવું ધાર્મિક-દુનિયા

રામાયણના સમયના આ 20 પુરાવા જે આજે પણ છે હાજર, જાણો આ ચમત્કારિક જગ્યાઓ વિશે…

રામ અને રામાયણ આદિકાળથી લોકોની આસ્થાનું કેન્દ્ર રહ્યા છે. રામાયણની માનીએ તો અધર્મી રાવણને મારીને પ્રભુ શ્રી રામે ધર્મની સ્થાપના કરી હતી. ઘણા લોકોના મનમાં પ્રશ્ન આવતા રહે છે કે શું સાચેમાં ભગવાન રામે ધરતી પર જન્મ લીધો હતો? શું સાચે જ રાવણના 10 માથા અને 20 હાથ હતા? શું હનુમાનજી પોતાનો રૂપ ઇચ્છાનુસાર બદલાવી શકતા હતા? આવા ઘણા સવાલો જે લોકોના મનમાં આજે પણ છે. આજે અમે તમને રામાયણ સાથે જોડાયેલા એવા જ અમુક તથ્યો વિશે રૂબરૂ કરાવશું, જેના પછી તમે પણ કહેશો કે આ બધી જ વાતો એકદમ સાચી છે.

1. સાપના માથા જેવી ગુફા:

Image Source

રાવણ જયારે માતા સીતાનું અપહરણ કરીને શ્રીલંકા પહોંચ્યા તો સૌથી પહેલા તેને આ જ જગ્યા પર રાખી હતી. આ ગુફાનું માંથું કોબરા સાંપની જેમ ફેલાયેલું છે. ગુફાની આસપાસની કોતરણી આ વાતનું પ્રમાણ છે.

2. હનુમાન ગઢી:

Image Source

જ્યાં હનુમાનજી ભગવાન રામની વાટ જોયા કરતા હતા તેને હનુમાન ગઢી કહેવામાં આવે છે. રામાયણમાં પણ આ વાતનો ઉલ્લેખ છે. અયોધ્યાની પાસે આ જગ્યા પર એક હનુમાન મંદિર છે જે હનુમાન ગઢીના નામથી પ્રસિદ્ધ છે.

3. હનુમાનજીના પદ ચિન્હ:

Image Source

રામાયણમાં પણ વર્ણન છે કે જયારે હનુમાનજી સીતાને શોધવા માટે સમુદ્ર પાર કર્યો ત્યારે તેમેણે વિશાળ રૂપ ધારણ કર્યું હતું. માટે જયારે તે શ્રીલંકા પહોંચ્યા ત્યારે તેના પગના નિશાન ત્યાં બની ગયા હતા જે આજે પણ અહીં ઉપસ્થિત છે.

4. રામ સેતુ:

Image Source

રામાયણ અને પ્રભુ શ્રી રામના હોવાનું પ્રમાણ રામ સેતુ પણ છે. સમુદ્રની ઉપર શ્રીલંકા સુધી બનેલા આ સેતુ વિશે રામાયણમાં લખેલું છે. તેની શોધ પુરી થઇ ચુકી છે, આ સેતુ પથ્થરોથી બનાવામાં આવ્યો હતો જે પાણી ઉપર તરતો હતો, જે આજે પણ સમુદ્રના પેટાળમાં જોવા મળે છે.

5. તરતા પથ્થરો:

Image Source

સમુદ્ર પર પુલ બનાવવા માટે એવા પથ્થરોની જરૂર હતી જે પાણી ઉપર તરી શકે. એવામાં નલ અને નીલને મળેલા શ્રાપને લીધે આ દરેક પથ્થર જેને નલ અને નીલે સ્પર્શ કર્યો તો તે બધા પાણી તરવા લાગ્યા. આજ પથ્થરો પર રામ લખીને તેનો પુલ બનાવવામાં આવ્યો. સુનામી પછી એમાંના અમુક પથ્થરો અલગ થઈને જમીન પર આવી ગયા હતા. શોધકર્તાઓએ ફરીથી આ પથ્થરોને પાણીમાં ફેંક્યા તેઓ તેઓ તરતા રહ્યા હતા.

6. દ્રોણાગીરી પર્વત:

Image Source

લક્ષ્મણ-મેઘનાથ યુદ્ધ દરમિયાન જયારે લક્ષ્મણને મેઘનાથે મૂર્છિત કરી દીધા ત્યારે હનુમાનજી સંજીવની લેવા દ્રોણાગિરી પર્વત ગયા હતા. સંજીવનીની ઓળખ ન હોવાને લીધે તે આખો પર્વત જ ઉઠાવી લાવ્યા હતા.

7. શ્રીલંકામાં હિમાલયની જડી-બુટી:

Image Source

શ્રીલંકામાં તે સ્થાન પર જ્યાં લક્ષ્મણ મૂર્છિત થયા હતા અને તેને સંજીવની આપવામાં આવી હતી ત્યાં હિમાલયની દુર્લભ જડી-બુટીઓના અંશ મળ્યા છે. હિમાલયની જડી બુટીઓને શ્રીલંકામાં મળી આવવું ભગવાન રામના હોવાનું પ્રમાણ છે.

8. અશોક વાટિકા:

Image Source

સીતા હરણ પછી રાવણ જયારે તેને લઈને લંકા પહોંચ્યા ત્યારે માતા સીતાએ તેના મહેલમાં રહેવા માટેની ના કહી હતી. પછી રાવણે તેને અશોક વાટિકામાં રાખી, તે ત્યાં એક વૃક્ષની નીચે બેસતા હતા. આ જગ્યા ‘એલ્યા’ ના નામથી પ્રસિદ્ધ છે.

9. લેપાક્ષી મંદિર:

Image Source

સીતા હરણ દરમિયાન રાવણ તેને આકાશ માર્ગથી લંકા લઇ જઈ રહ્યો હતો. રાવણને રોકવા માટે જટાયુએ તેની સાથે યુદ્ધ કર્યું પણ રાવણે તેનો વધ કરી નાખ્યો. આકાશ માર્ગથી જટાયુ જે સ્થાન પર પડ્યા હતા તે લેપાક્ષી મંદિરના નામથી જાણવામાં આવે છે.

10. વિશાળકાય હાથી:

Image Source

રામાયણમાં સુંદર કાંડ અધ્યાયમાં લખ્યું છે કે લંકાની રખેવાળી માટે વિશાળકાય હાથી રાખવામાં આવતા હતા. જેને હનુમાનજીએ પોતાના એક પ્રહારથી મૂર્છિત કરી દીધા હતા. પુરાતત્વ વિભાગને શ્રીલંકામાં એવા જ હાથીઓના અવશેષ મળ્યા છે જેનો આકાર આજના હાથીઓ કરતા અનેક ગણો મોટો છે.

11. કોંડા કટુટ ગાલા:

Image Source

હનુમાનજીના લંકા સળગાવ્યા પછી રાવણ ભયભીત બની ગયો હતો. અને તેમણે સીતાને અશોક વાટિકામાંથી હટાવીને કોંડા કટુટ ગાલામાં રાખી હતી. અહીં ઘણી ગુફાઓ મળી આવી છે જે રાવણના મહેલ સુધી જાય છે.

12. રાવણનો મહેલ:

Image Source

રામાયણમાં ઉલ્લેખ છે કે રાવણ સોનાના મહેલમાં રહેતો હતો જેને હનુમાનજીએ સળગાવી નાખ્યો હતો.

13. કાલાનિયા:

Image Source

રામ દ્વારા રાવણના વધ કર્યા પછી વિભીષણને લંકાના રાજા બનાવવામાં આવ્યા. વિભીષણે પોતાનો મહેલ કાલાનિયામાં બનાવ્યો હતો. જે કૈલાની નદીના કિનારે સ્થિત હતો. આ નદીના કિનારે શોધકર્તાઓને તેના અવશેષો મળી આવ્યા છે.

14. લંકાના અવશેષ:

Image Source

હનુમાનજીએ આખી લંકાને પોતાની પૂંછડીથી સળગાવી નાખી હતી. જેના પ્રમાણ તે જગ્યા પરથી પ્રાપ્ત થયેલા છે. જેના પછીથી તે જગ્યાની માટી પણ કાળી બની ગઈ હતી.

15. દિવુંરમપોલા:

Image Source

રાવણથી સીતાને બચાવ્યા પછી ભગવાન રામે તેને પોતાની પવિત્રતા સાબિત કરવા માટે કહ્યું હતું. પવિત્રતા પ્રમાણિત કરવા માટે સીતાજીએ અગ્નિ પરીક્ષા આપી હતી. આજે પણ આ વૃક્ષ ઉપસ્થિત છે જેની નીચે માતા સીતાએ અગ્નિ પરીક્ષા આપી હતી.

16. રામલિંગમ:

Image Source

રાવણની હત્યા પછી ભગવાન રામ પર બ્રહ્મ હત્યાનું પાપ ચઢ્યું હતું. બ્રહ્મ હત્યા હટાવા માટે તેમને ભગવાન શિવની આરાધના કરી હતી. ભગવાન શિવે તેને ચાર શિવલિંગ બનાવ માટે કહ્યું. એક શિવલિંગ સીતાજીએ બનાવ્યું જે રેતીનું હતું. બે શિવલિંગ હનુમાનજી કૈલાશથી લઈને આવ્યા હતા. એક શિવલિંગ ભગવાન રામે પોતાના હાથે બનાવી હતી જે આજે પણ આ મંદિરમાં ઉપસ્થિત છે.

17. જાનકી મંદિર:

Image Source

નેપાળના જનકપુર શહેરમાં જાનકી મંદિર છે. રામાયણમાં સીતાના પિતાનું નામ જનક રાજા હતું. તેના જ નામ પર આ શહેરનું નામ પણ જનકપુર રાખવામાં આવ્યું હતું. સીતા માતા જે જાનકીના નામથી પણ જાણવામાં આવે છે. તેના જ નામ પર આ મંદિરનું નામ જાનકી મંદિર છે.

18. પંચવટી:

Image Source

નાસિકની પાસે આજે પણ પંચવટી તપોવન છે, અયોધ્યાથી વનવાસ માટે નીકળેલા ભગવાન રામ, સીતા અને લક્ષ્મણ આ જ વનમાં રોકાયા હતા. અહીં પર જ લક્ષ્મણે રાવણની બહેન સુરપંખાના કાન નાક કાપી લીધા હતા.

19. કોણેશ્વર મંદિર:

Image Source

રાવણ ભગવાન શિવના પરમ ભક્ત હતા. ભગવાન શિવના આ મંદિરની સ્થાપના રાવણે કરાવી હતી. આ દુનિયાનું એક માત્ર એવું મંદિર છે જ્યા ભગવાનથી વધુ રાવણની આકૃતિ બનેલી છે. આ મંદિરમાં બનેલી એક આકૃતિમાં તેને દસ માથાવાળા દર્શાવવામાં આવેલા છે.

20. ગરમ પાણીના કુંડ:

Image Source

કોણેશ્વર મંદિરના નિર્માણ દરમિયાન ગરમ પાણીના કુંડ પણ બનાવામાં આવ્યા હતા. મંદિરમાં આજે પણ આ કુંડ ઉપસ્થિત છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks