મનોરંજન

રામાયણમાં લવ-કુશ બનેલા આ બાળકલાકારો હાલ કેવા દેખાય છે, અત્યારે જોરદાર કામ કરે છે ચોકી જશો

લોકડાઉનના કારણે દૂરદર્શન ઉપર એક સમયની સૌથી પ્રખ્યાત ધારાવાહિક રામાયણનું પુનઃ પ્રસારણ શરૂ થઇ ગયું છે. અને આ શો શરુ થવાની સાથે જ તેને ટીઆરપીના રેકોર્ડ પણ તોડવા લાગ્યા છે. રામાયણ શરૂ થવાની સાથે જ રામાયણનના કિરદારો આંખો સામે આવીની ઉભા રહી જાય છે,

ત્યારે ઘણા લોકોને એ જાણવાની ઈચ્છા થાય છે કે રામાયણના એ કિરદારો આજે ક્યાં છે અને કેવા દેખાતા હશે? ઘણા લોકો લાઇમલાઈટથી દૂર થઇ ગયા છે તો ઘણા આ દુનિયામાંથી જ, તો ઘણા કલાકારો આજે પણ કોઈને કોઈ ફિલ્મ કે ધરાવહિકમાં જોવા મળે છે,

તો ચાલો આજે આપણે રામાયણના બે બાળ કલાકાર જેને રામાયણમાં સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું એવા લવ-કુશ વિષે જણાએ.

રામાયણમાં લવનો અભિનય સ્વપ્નિલ જોશી અને કુશનો અભિનય મ્યુરેશ ક્ષત્રદે દ્વારા કરવામાં આવ્યો હતો. આ ધારાવાહિક બનાયાને 33 વર્ષ થઇ ગયા છે તો આ બંને બાળ કલાકાર હવે મોટા થઇ ગયા હશે. જેમાંથી એક મરાઠી સિનેમાનો એક મોટો અભિનેતા બની ગયો છે તો બીજો એક વિદેશની અંદર મોટા પેડ ઉપર કામ કરી રહ્યો છે.

લવનો કિરદાર નિભાવવા વાળો સ્વપ્નિલ ઘણી ધરાવહિકમાં પણ જોવા મળ્યો છે. જેમાં “અમાનત”, “દિલ વીલ પ્યાર વ્યાર”, “હદ કર દી”, “ભાભી”, “દેશમે નિકલા હોંગા ચાંદ”, “હરે કાંચ કી ચુડીયા” છે આ ઉપરાંત સ્વપ્નિલ કેટલીક ફિલ્મોમાં પણ જોવા મળ્યો છે જેમાં “ગુલામ એ મુસ્તુફા” મિતવા”, “વેલકમ જિંદગી” અને “તું હી રે” છે.

Image Source

તો કુશનો અભિનય કરનાર મયૂરેશની વાત કરી તો તે અત્યારે ન્યુ જર્સીમાં છે. એક પ્રાઇવેટ કંપનીનો અદ્યક્ષ અને સીઈઓનું પદ સાંભળી રહ્યો છે. આ ઉપરાંત મ્યુરેશે ઘણી કંપનીઓમાં રબન્ધ નિર્દેશકનું પદ પણ સંભળાયું છે.

આજે રામાયણનું પુનઃ પ્રસારણ થતા જ દર્શકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળે છે, ઘણા લોકો રામાયણ જોતા સેલ્ફી લઈને પોસ્ટ કરે છે તો ઘણા લોકો મીમ પણ બનાવી રહ્યા છે.