ફરી એકવાર જયારે ટીવી ઉપર રામાયણનું પુનઃ પ્રસારણ શરૂ થયું છે ત્યારે રામાયણમાં પાત્ર ભજવનાર કલાકારોના જીવન વિષે પણ અવનવી વાતો જાણવા મળી રહી છે. ઘણા અભિનેતાઓ આજે પડદા અને ટીવીની દુનિયા સાથે જોડાયેલા જોવા મળે છે તો ઘણા અભિનેતા અને અભિનેત્રીઓ ગ્લેમરએસ દુનિયાને છોડીને ચાલ્યા ગયા છે તો ઘણા પાત્રો આ દુનિયાને જ છોડીને ચાલ્યા ગયા છે. આજે આપણે એવા જ એક પાત્ર ભરતના જીવન વિશે વાત કરીશું.

રામાયણમાં રામના ભાઈ ભારતનો અભિનય અભિનેતા સંજય જોગ દ્વારા કરવામાં આવ્યો હતો, સંજયના નિધનને ઘણા વર્ષો વીતી ગયા, આજે એ આ દુનિયામાં હયાત નથી, માત્ર 40 વર્ષની ઉંમરે જ એક ગંભીર બીમારીના કારણે તેનું નિધન થયું હતું.
સંજયે રામાયણમાં ભરતનો અભિનય કરીને તે પાત્રને અમર કરી દીધું હતું, તેના મૃત્યુનું કારણ લીવર ફેલ હતું. સંજયના મૃત્યુ થવાના સમાચારે રામાયણના , તેના અકાળે થયેલા અવસાનથી લોકો હચમચી ગયા હતા, તેનું મૃત્યુ ખુબ જ દર્દનાક હતું, 27 નવેમબર 1995ના રોજ લીવર ફેલ થઇ જવાના કારણે સંજયનું મૃત્યુ થયું હતું.

તમને જાણીને નવાઈ લાગશે પણ નાગપુરમાં જન્મેલા સંજયને એરફોર્સ પાયલટ બનવાની ઈચ્છા હતી, પરંતુ તેમનો પરિવાર એવું નહોતો ઈચ્છતો. ત્યારબાદ સંજયે મુંબઈના એક સ્ટુડિયોની અંદર એક્ટિંગનો કોર્સ કર્યો, 1976માં રિલીઝ થયેલી મરાઠી ફિલ્મ “સિપલા” દ્વારા તેને ક્રીં ઉપર ડેબ્યુ કર્યું હતું. પરંતુ આ ફિલ્મ વધુ ચાલી નહિ અને સંજયે નાગપુર પાછા આવીને શરૂ કરી હતી. પરંતુ આ બધા વચ્ચે જ તેની કિસ્મત ચમકી અને તેને મરાઠીની ફિલ્મ “જીદ”માં મુખ્ય કિરદાર નિભાવવાની ઓફર થઇ. આ ફિલ્મ હિટ સાબિત થઇ. ત્યારબાદ તેની નામના વધવા લાગી હતી.

રામાનંદ સાગર રચિત રામાયણમાં સંજયને લક્ષ્મણનો અભિનય કરવાની ઓફર મળી હતી, પરંતુ તેને તે કરવાથી ઇન્કાર કરી દીધો, અને બાદમાં તેને જ્યારે રામાયણમાં કામ કરવાની ઈચ્છા થઇ ત્યારે ભારતનો રોલ તેને મળ્યો.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.