મનોરંજન

બહુ જ હેંડસમ છે રામાયણના લક્ષમણનો રિયલ લાઇફ દીકરો, બૉલીવુડ હીરોને માત આપે છે- જુઓ તસ્વીરો

બોલીવુડમાં એન્ટ્રી મારશે તો આજકાલના બૉલીવુડ હીરો ફફડી ઉઠશે, એક વાર જુઓ કેવી જોરદાર બોડી બનાવી છે

જ્યારથી દુરદર્શન પર રામાનંદ સાગરની `રામાયણ’નું રી-ટેલિકાસ્ટ શરુ થયું છે. ત્યારથી ટીઆરપી અને સોશિયલ મીડિયા પર રામાયણની ચર્ચા થાય છે. દરેક વ્યક્તિ રામાયણના એક્ટર્સ વિશે વિગતે જાણવા માંગે છે. તાજેતરમાં જ રામાયણના લક્ષમણ એટલે કે સુનીલ લહેરીનો દીકરો કૃષ પાઠકને લઇને ચર્ચામાં છે. કૃષ પોતાના પિતાની જેમ જ એક્ટિંગનો દિવાનો છે. તેણે અભિનેતા તરીકે નહીં પરંતુ ફિલ્મોમાં એન્ટ્રી લઇ લીધી છે…હાલમાં મીડિયા સાથે વાત-ચીત કરીને કૃષે ઘણી વાતો શેર કરી…

સુનીલ લહેરીનો દીકરો કૃષ આજ સુધી જાહેરમાં આવ્યો નથી. કૃષ પિતાની જેમ જ એક ખાસ મુકામ હાસિલ કરવા માંગે છે. કૃષ પાઠકએ 2016માં ટીવી શો ‘P.O.W- બંદી યુદ્ધ કે’ દ્વારા એક્ટિંગ ડેબ્યુ કર્યું હતું. આ શોમાં તે આર્યન ખાનના પાત્રમાં હતો. જો કે તેનું કહેવું છે કે,`ટીવીમાં કરિયર બનાવાની તેની કોઇ ઇચ્છા નથી, જો કે ફિલ્મો અને વેબ સીરિઝમાં કામ કરવા ઇચ્છે છે.’

કૃષ કહે છે કે,’તેમણે એક્ટિંગ કરિયરમાં પપ્પાની મદદ લીધી નથી, પરંતુ પપ્પાની શીખામણ હંમેશા યાદ રાખે છે. પપ્પા કહે છે કે, પોતાના દમ પર જ આગળ વધો અને મહનેત કરો.

ઉલ્લેખનીય છે કે, સુનીલનું પોતાનું પ્રોડક્શન હાઉસ છે. કૃષ કરણ જોહર, અનુરાગ કશ્યપ અને નિખિલ અડવાણીને પોતાના ફેવરેટ ફિલ્મ મેકર માને છે.’ ઉપરાંત તે હાલ એક મ્યુઝિક વીડિયોમાં કામ કરે છે જે લોકડાઉન બાદ રિલિઝ થશે.

કૃષે કહ્યું, `મેં મારું શરુઆતનું ભણતર મિલિટ્રી સ્કૂલમાં કરી છે. ત્યારે આર્મ ફોર્સમાં જવા ઇચ્છતો હતો. મારી સ્કૂલ નાસિકમાં હતી. પરંતુ ત્યાં પણ હું સ્કૂલની એક્ટિવિટીમાં ડ્રામામાં પાર્ટ લેતો અને એક્ટિંગ કરતો હતો.

ત્યાર બાદ એક્ટિંગ તરફ વળ્યો તે સાથે મને ડાયરેક્શનમાં ખુબ જ ઇન્ટરેસ્ટ છે. મેં કોલેજમાં શોર્ટ ફિલ્મ ડાયરેક્ટ કરી છે. તે સાથે ટીવી સિરિયલ પરવરિશમાં હું આસિસ્ટેન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરી ચુક્યો છું.’

વર્તમાન ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહેલા 6 પેક ટ્રેન્ડ વિશે કૃષે કહ્યું કે, હું આ ટ્રેન્ડને ફોલો કરતો નથી. હાં હું વર્કઆઉટ જરુર કરુ છું. મારું થોડા વર્ષ પહેલા 105 કિલો વજન હતું. હું પોતાના મામાને ત્યાં યુ.એસ ગયો ત્યાં મેં ટ્રેનિંગ લીધી અને પછી પોતાના વજનને પાંચ મહિનામાં ઓછામાં ઓછું 70 કિલો કર્યું છે.

કૃષને તેના ડાયેટ વિશે પુછવા પર તેણે કહ્યું કે, બધા જાણે છે કે હું બહુ જ ફૂડી છું અને વજન ઘટાળવા માટે તેમણે ફક્ત વર્કઆઉટ વધારવાનું ચાલુ રાખ્યું હતું. જ્યારે વજન ઓછું કરવાનું હતું ત્યારે તે ડાયેટમાં ઓટ્સ અને રાત્રે પ્રોટીન શેક પીને સુઇ જતા હતા. તેણે કહ્યું કે,`વચ્ચે વચ્ચે બદામ ખાઉ છું.’

નેપોટિઝમના સવાલ પર કૃષે કહ્યું કે,`આ સાચું છે, કે ક્નેક્શન હોવાથી ઇન્ડસ્ટ્રીમાં સરળતાથી એન્ટ્રી મળે છે. પરંતુ ખુદને સાબિત કરવા માટે સ્કિલ જોઇએ. તમને કોઇ લોન્ચ કરી શકે છે, પરંતુ કામયાબીતો ટેલેન્ટથી જ બને છે. તેનું બેસ્ટ ઉદાહરણ રણવીર સિંહ છે. તેણે જાતે સાબિત કર્યુ છે, તે આજે જે જગ્યા છે તે પ્રેરણાદાયી છે.’