
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક ધીરુભાઈ અંબાણીના મોટા ભાઈ રમણીકભાઇ અંબાણીનું 95 વર્ષની વયે અમદાવાદમાં સોમવારે સાંજે અવસાન થયું હતું. વયોવૃદ્ધ હોવાને કારણે અવસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. રમણિકભાઈના નિધનથી અંબાણી પરિવારમાં શોક છવાઈ ગયો છે.
રમણીકભાઇના નિધન અંગેની પુષ્ટી તેમના પરિવારે કરી છે. રમણિકભાઈ તેમના દિવંગત ભાઈ ધીરૂભાઇ અંબાણીના જીવનમાં દરેક પડાવમાં હાજર રહ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની શરૂઆતમાં પણ રમણીકભાઇએ અગત્યની ભૂમિકા ભજવી હતી.
ધીરૂભાઇ અંબાણીએ કાપડની બ્રાન્ડ વિમલ રમણિક ભાઈના પુત્ર વિમલના નામ પરથી શરૂ કરી હતી. ગુજરાત સરકારમાં ઉર્જા મંત્રી સૌરભ પટેલના લગ્ન રમણિકભાઈના પુત્રી ઈલા સાથે થયા છે.

જણાવી દઈએ કે, હાલ રિલાયન્સ ઈંડસ્ટ્રીઝની ગણના દેશમાં ટોચમાં કંપનીમાં થાય છે. અંબાણી પરિવારના દિવંગત ધીરૂભાઈ અંબાણીના બે પુત્ર અનિલ અંબાણી અને મુકેશ અંબાણી કારોબાર સંભાળી રહ્યા છે.
તાજેતરમાં જ મુકેશ અંબાણી વિશ્વના પાંચમા સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. છેલ્લા 24 કલાકમાં મુકેશ અંબાણીની સંપત્તિમાં લગભગ 4 અબજ ડોલરનો વધારો થયો છે. 30 હજાર કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. હવે તેની સંપત્તિ લગભગ 74 અબજ ડોલર થઈ ગઈ છે.
પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.ૐ શાંતિ..શાંતિ..શાંતિ..:pray: