મનોરંજન

રામાયણના જામવંત રૂમમાં બેસીને એવું કામ કર્યું કે રામાનંદે લાફો ઝીંકી દીધો, જાણો કેમ

રામાયણનું પુનઃ પ્રસારણ લોકડાઉનમાં દર્શકોને મજા કરાવી ગયું સાથે સાથે વિશ્વ લેવલ ઉપર ઘણા રેકોર્ડ પણ બનાવતું ગયું, રામાયણના પ્રસારણ સાથે જ રામાયણ સાથે જોડાયેલી કેટલીક બાબતો પણ પ્રકાશમાં આવવા લાગી, રામાયણમાં અભિનય કરતા અભિનેતાઓ વિષે અવનવી બાબતો જાણવા મળી, એવી જ એક બાબત રામાયણના જામવંત વિશે જાણવા મળી છે, જેમાં રામાનંદ સાગરે જામવંતને લાફો ઝીંકી દીધો હતો.

Image Source

જામવંત ભાલુઓના રાજા હતા, અને રામાયણમાં આ અભિનય અભિનેતા રાજશેખર ઉપાધ્યાયે નિભાવ્યો હતો, અભિનેતાને આ અભિનયમાં એક ભાલુના માસ્કની અંદર જ રહેવાનું હતું,  તેમનો ચહેરો ભાલુના કોસ્ચ્યુમમાં ઢંકાયેલો રહેતો જેના કારણે કોઈ તેમને ઓળખી શકતું નહોતું.

રાજશેખરે પોતાનો ચહેરો ના દેખાતો હોવા છતાં પણ આ અભિનયમાં જીવ પૂર્યો હતો અને સાચા માંથી તેમને આ અભિનય કર્યો હતો. રાજશખરે જામવંત ઉપરાંત બીજા પણ નાના મોટા અભિનયો રામાયણમાં કર્યા હતા જેમાં અગ્નિદેવ, સંદેશવાહક જેવા અભિનય તેમને કર્યા હતા. રામાનંદ સાગર અને રાજશેખર બંને રામાયણ પહેલાના મિત્રો હતા.

Image Source

રાજશેખર એક જ્યોતિષશાત્રી પણ હતા અને તેમને જ એકવાર રામાનંદ સાગરને જણાવ્યું હતું કે પોતાના ઉપર શનિની સદા સતી ચાલી રહી છે, રાજશેખરને પત્તા રમવાનો શોખ હતો અને એક દિવસ જયારે રાજશેખર રૂમની અંદર પત્તા રમી રહ્યા હતા ત્યાંજ રામાનંદ સાગર આવી ચઢ્યા હતા અને તેમને રાજશેખરને એક લાફો ઝીંકી દીધો હતો. એક ઇન્ટરવ્યૂમાં આ વાત રામાનંદ સાગરે જ જણાવી હતી. તેમને કહ્યું હતું કે તમે આટલા સારા માણસ છો અને અહીંયા તમે પત્તા રમો છો.”

Image Source

ત્યારબાદ રાજશેખરે પત્તાને ત્યાં જ ફાડીને ફેંકી દીધા અને ત્યારપછી ક્યારેય પત્તાને હાથ પણ ના લાગાવ્યો, જયારે બંને વચ્ચે નારાજગી ઓછી થઇ ગઈ ત્યારે રામાનંદ સાગરે કહ્યું કે કોઈ એવી વાર્તા જણાવો જેના ઉપર કામ થઇ શકે ત્યારે રાજશેખરે પાસે પડેલી રામાયણ બતાવી હતી અને કહ્યું હતું કે આની અંદર જ એક્શન, થ્રિલર, સસ્પેન્સ, ડ્રામા, અને રોમાન્સ છે. ત્યારબાદ રામાનંદ સાગરના મનમાં રામાયણ બનાવવાનો વિચાર આવ્યો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.