આજના જ દિવસે થયું હતું રામ મંદિરનું ભૂમિ પૂજન, જાણો એક વર્ષમાં ક્યાં સુધી પહોંચ્યું મંદિરનું નિર્માણ, જુઓ તસવીરો

જોરશોરથી ચાલી રહ્યું છે રામ મંદિરનું નિર્માણ કાર્ય, સામે આવી તસવીરો

દેશ અને હિન્દૂ ધર્મની પ્રતિષ્ઠા સમા રામ મંદિરના નિર્માણ કાર્ય શરૂ થયાને એક વર્ષ પૂર્ણ થઇ ગયું છે, આજના દિવસે જ એટલે કે 5 ઓગસ્ટ 2020ના રોજ રામ મંદિરનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારે હાલ એક વર્ષ બાદ રામ મંદિરના નિર્માણ કાર્યની કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં જોઈ શકાય છે કે રામ મંદિરનું નિર્માણ કાર્ય એક વર્ષમાં કેટલું પૂર્ણ થયું છે.

એક વર્ષ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામ મંદિરનું ભૂમિ પૂજન કર્યું હતું. જેના બાદ રામનગરીની કિસ્મત ચમકી ગઈ છે. અયોધ્યામાં રામલલાના ભવ્ય મંદિરની તૈયારીઓ જોર શોરથી ચાલી રહી છે. મંદિરના પાયાનું કામ અંતિમ ચરણમાં પહોંચી ગયું છે.  જાણીએ મંદિરનું નિર્માણ કાર્ય કેટલે પહોંચ્યું.

રામ મંદિર કાર્યશાળામાં રોજના હજારો શ્રદ્ધાળુઓ આવે છે. જ્યારથી મંદિરનો શિલાન્યાસ થયો છે. ત્યારથી તેમની આશાઓ પણ વધી ગઈ છે કે હવે રામલલા મંદિરના કામમાં ઝડપ આવશે. કારસેવકપુરમમાં પથ્થરોની સફાઈનું કામ ખુબ જ ઝડપી ચાલી રહ્યું છે. પથ્થરોને સાફ કરીને રામ જન્મભૂમિ સ્થળ ઉપર પહોચવવામાં આવી રહ્યા છે.

ભવ્ય રામ મંદિરનો પાયો 44 પરતોમાં બનાવવામાં આવ્યો છે, જેમાં 25 પરતો પૂર્ણ થઇ ચુકી છે. મંદિરના નિર્માણની સાથે જ હવે રામલલાને અન્ય સુવિધાઓ પણ આપવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

અયોધ્યાના સાધુ સંતો પણ મંદિરના નિર્માણ કાર્યને જોઈને ગદગદ થઇ રહ્યા છે. અયોધ્યાના રામ મંદિર ઉપર ખુદ મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથની દેખરેખ ચાલી રહી છે. યોગી પોતે રામભક્ત છે. તેમના ગુરુ મહંત અવૈદ્યનાથ તો રામ મંદિર આંદોલન સાથે પણ જોડાયેલા હતા.

અયોધ્યાના સંતોને વિશ્વાસ છે કે જલ્દી જ રામનગરીમાં રામલલાનું ભવ્ય મંદિર તૈયાર થઇ જશે. અયોધ્યામાં શ્રી રામ મંદિર નહિ પરંતુ રામ નગરીનો કાયાકલ્પ થઇ રહ્યો છે. રામ નગરી મંદિર ભવ્ય અને દિવ્ય નજર આવી રહી છે. રેલવે સ્ટેશનની ભવ્યતા પણ જોતા જ દેખાઈ આવે છે. રેલવે સ્ટેશન નજીક પણ ઝડપથી નિર્માણ કાર્ય ચાલુ છે.

Niraj Patel