કોરોના વાયરસ પગલે દેશભરમાં લોકડાઉન દરમિયાન ટીવી પર રામાયણનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. દર્શકો પણ પૌરાણિક સિરિયલને પસંદ કરી રહયા છે. ટીઆરપીના લિસ્ટમાં આ સિરિયલ બધા જ શો ને પાછળ છોડીને આગળ નીકળી ગઈ છે.
રામાયણમાં ભગવાન રામનું પાત્ર નિભાવતા અરુણ ગોવિલ પણ લગાતાર ચર્ચામાં રહે છે. રામાયણના દરેક એપિસોડ બાદ અરુણ ગોવિલ સોશિયલ મીડિયામાં ફેન્સ સાથે જોડાયેલા રહે છે. હાલમાં જ અરુણ ગોવિલે ટ્વીટ કર્યું હતું કે જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ ટ્વીટમાં અરુણ ગોવિલ કેન્દ્ર અને રાજ્ય સરકારથી નારાજ જોવા મળે છે.
View this post on Instagram
અરુણ ગોવિલે લખ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પૈકી કોઈ એક સરકારે પણ સમ્માન નથી આપવામાં આવ્યું. હું ઉત્તર પ્રદેશમાં છું. તે સરકારે પણ આજદિવસ સુધી મને કોઈ સમ્માન નથી આપવામાં આવ્યું. આ ત્યાં સુધી કે હું 50 વર્ષથી મુંબઈમાં છે. પરંતુ મહારાષ્ટ્ર સરકારે આજ દિવસ સુધી કોઈ સમ્માન આપવામાં નથી આવ્યું. છતાં કરોડો દર્શકોનો પ્રેમ મળ્યો છે.
चाहे कोई राज्य सरकार हो या केंद्र सरकार, मुझे आज तक किसी सरकार ने कोई सम्मान नहीं दिया है. मैं उत्तर प्रदेश से हूँ, लेकिन उस सरकार ने भी मुझे आज तक कोई सम्मान नहीं दिया. और यहाँ तक कि मैं पचास साल से मुंबई में हूँ, लेकिन महाराष्ट्र की सरकार ने भी कोई सम्मान नहीं दिया. #रामायण https://t.co/C91yuJClMr
— Arun Govil (@arungovil12) April 25, 2020
અરુણ ગોવિલે એક ઈન્ટવ્યુમાં કહ્યું હતું કે, મેં મારા કરિયરની શરૂઆત હિન્દી ફિલ્મોમાં એક્ટર તરીકે કરી હતી. રામાયણ કર્યા બાદ હું બોલીવુડમાં પાછો ફરવા ઈચ્છતો હતો. તે સમયે નિર્માતા કહેતા હતા કે, તમારી રામ વાળી છબી ઘણી મજબૂત છે. કાસ્ટ શકીએ અથવા કોઈ બીજી સહાયક ભૂમિકા નહીં આપી શકીએ.
View this post on Instagram
જણાવી દઈએ કે, રામાયણમાં રામાનંદ સાગરે એવો કરિશ્મા કર્યો હતો જેની ચર્ચા આજે પણ થઇ રહી છે. જે સમયે રામાયણ સિરિયલ આવે છે તે સમય લોકો ટીવીની સામે બેસી જાય છે અને રોડ-રસ્તા સુમસાન થઇ જાય છે. ઘણા લોકો શ્રદ્ધા સાથે હાથ જોડીને શોને જુએ છે. લકોએ સિરિયલમાં કામ કરનાર કલાકારો જેવા કે, અરુણ ગોવિલ (રામ), દીપિકા(સીતા)ને ભગવાનની જેમ પૂજે છે.
View this post on Instagram
જણાવી દઈએં કે, આ સીરિયલમાં દારા સિંહએ હનુમાનની ભૂમિકા ભજવી હતી. આ સિરિયલની ખાસ વાત એ છે કે,રામ,લક્ષ્મણ અને સીતાની ભૂમિકા ભજવનાર કલાકરોને આજ પણ લોકોએ અસલી ભગવાનનો દર્જ આપવામાં આવ્યો છે. આ સિરિયલમાં લક્ષ્મણનો રોલ સુનિલ લહરીએ નિભાવ્યો હતો.
View this post on Instagram
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.