ડેરા સચ્ચા સોદાના પ્રમુખ રામ રહીમની માનીતી દીકરી હનીપ્રિત છે સોશિયલ મીડિયામાં ખુબ જ ફેમસ, 1 મિલિયન ફોલોઅર્સની ઉજવણી પાલક પિતા સાથે ઉજવી.. જુઓ તસવીરો

બળાત્કારના આરોપી રામ રહીમની પાલક દીકરીએ ઇન્સ્ટાગ્રામ પર પુરા કર્યા 1 મિલિયન ફોલોઅર્સ, રામ રહીમનો હાથ પકડીને કાપી કેક, કહ્યું.. “તમે ના હોતા તો…” જુઓ વીડિયો

ડેરા સચ્ચા સોદાના પ્રમુખ અને બળાત્કારના આરોપમાં જેલમાં સજા કાપી રહેલા રામ રહીમ હાલ પેરોલ પર બહાર છે. રામ રહીમ એક યા બીજા કારણોસર સમાચારમાં રહે છે. આ વખતે તે તેની માનીતી દીકરી હનીપ્રીતના કારણે ફરી ચર્ચામાં આવ્યો છે. 14 ફેબ્રુઆરીએ બંનેએ હનીપ્રીતના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 1 મિલિયન ફોલોઅર્સ પૂરા થવાની ખુશીમાં કેક કાપી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

હનીપ્રીતે તેના ઈન્સ્ટાગ્રામ પર ઓનલાઈન લાઈવ આવીને રામ રહીમનો હાથ પકડીને કેક કાપી હતી. હનીપ્રીતના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 1 મિલિયન ફોલોઅર્સ વટાવી જવાની ઉજવણી કરવા માટે કેક કાપવામાં આવી હતી. હનીપ્રીતને કેક ખવડાવતા રામ રહીમે હનીપ્રીતના માથા પર હાથ રાખીને આશીર્વાદ પણ આપ્યા હતા. વીડિયોમાં કેક કાપતી વખતે હનીપ્રીતે રામ રહીમને કહ્યું કે જો તમે મળ્યા ન હોત તો જીવન આટલું સુંદર ન હોત.

આગળ તેણે કહ્યું, હું તમારો આભાર કેવી રીતે માની શકું, કોઈ શબ્દો નથી. પિતા, અમે તમારી શિક્ષાને આ રીતે અનુસરતા રહીએ છીએ, મને તમારી દયા પર ગર્વ છે, જ્યારે લોકો મને તમારી દીકરી કહે છે. તમને જણાવી દઈએ કે હનીપ્રીતનું અસલી નામ પ્રિયંકા તનેજા છે. તે ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહની દત્તક પુત્રી છે.

 

View this post on Instagram

 

A post shared by Honeypreet Insan (@honeypreet_insan)

હનીપ્રીતને રૂહાની દીદીના નામથી પણ બોલાવવામાં આવે છે. ગયા વર્ષે રામ રહીમે યુપીના બાગપત આશ્રમમાં જાહેરાત કરી હતી કે હવે હનીપ્રીતનું નામ રૂહાની દીદી હશે. થોડા દિવસ પહેલા જ ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ રામ રહીમનો વધુ એક વીડિયો પણ સામે આવ્યો હતો. જેમાં તે પોતાના અનુયાયીઓને જમીન વગર ઓર્ગેનિક શાકભાજી કેવી રીતે ઉગાડવી તે જણાવતા હતા. તે દાવો કરી રહ્યો હતો કે આ શાકભાજી ખાવાથી ખુશી મળે છે.

Niraj Patel