રેપ કેસનો દોષિત રામ રહીમ ફરી એકવાર આવશે જેલની બહાર, 50 દિવસની મળી પેરોલ- 4 વર્ષમાં 9મી વખત થયુ આવું

ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહને ફરી એકવાર પેરોલ મળી છે. આ વખતે રામ રહીમને 50 દિવસની પેરોલ મળી છે. રામ રહીમને છેલ્લા ચાર વર્ષમાં નવમી વખત પેરોલ આપવામાં આવી છે. રામ રહીમ રોહતકની સુનારિયા જેલમાં બંધ છે. જ્યારે પણ રામ રહીમને પેરોલ આપવામાં આવે છે ત્યારે હરિયાણા સરકાર વિપક્ષના આકરા પ્રહારો હેઠળ આવે છે. રામ રહીમના પેરોલને આ વર્ષે લોકસભા અને હરિયાણા વિધાનસભાની ચૂંટણી સાથે પણ જોડવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2017માં રામ રહીમને બે મહિલા અનુયાયીઓ પર બળાત્કાર કરવાના આરોપમાં 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. વર્ષ 2019માં તેને તેના કર્મચારી રણજીત સિંહની હત્યા માટે આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ સિવાય 2021માં પત્રકારની હત્યાના આરોપમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

રામ રહીમને ક્યારે ક્યારે મળી પેરોલ?

1. રામ રહીમના જેલમાં ગયાના એક વર્ષ પછી 24 ઓક્ટોબર 2020ના રોજ પહેલીવાર પેરોલ મંજૂર કરવામાં આવી હતી.

2. રામ રહીમને લગભગ સાત મહિના પછી જ 21 મે 2021ના રોજ બીજી વખત પેરોલ મળી.

3. 7 ફેબ્રુઆરી 2022ના રોજ ડેરા સચ્ચા સૌદા પ્રમુખને ત્રીજી વખત પેરોલ મળી હતી.

4. ગુરમીત રામ રહીમ સિંહને જૂન 2022માં ચોથી વખત પેરોલ આપવામાં આવી હતી.

5. ઓક્ટોબર 2022 પાંચમી વખત રામ રહીમ પેરોલ પર બહાર આવ્યો હતો.

6. આ પછી, 21 જાન્યુઆરી 2023ના રોજ છઠ્ઠી વખત પેરોલ મળી.

7. 20 જુલાઈ 2023ના રોજ સાતમી વખત રામ રહીમને પેરોલ આપવામાં આવી હતી.

8. નવેમ્બર 2023માં આઠમી વખત પેરોલ મળી હતી.

9. હવે ગુરમીત રામ રહીમ સિંહને નવમી વખત પેરોલ મળી છે.

જણાવી દઈએ કે પેરોલ એ અધિકાર નથી, આને એક વિશિષ્ઠ કારણ માટે કેદીને આપવામાં આવે છે, જેમ કે પરિવારમાં કોઈનું મોત થઇ જાય કે સંબંધીના લગ્ન હોય. આમાં એખ કેદીને પેરોલ આપવાનો ઇનકાર પણ કરી શકાય છે જો સક્ષમ પ્રાધિકારી આ વાતથી સંતુષ્ટ થઇ જાય કે દોષીને રિહા કરવો સમાજના હિતમાં નથી. આ ઉપરાંત એક કેદીને એક વર્ષમાં માત્ર 70 દિવસની જ પેરોલ મળે છે.

Shah Jina