ધાર્મિક-દુનિયા

હિન્દૂ ધર્મમાં સ્મશાનયાત્રામાં કેમ બોલવામાં આવે છે ‘રામ નામ સત્ય હૈ’ જાણો તેની પાછળનું ધાર્મિક કારણ

હિન્દૂ ધર્મમાં રામ નામનું ઘણું મહત્વ છે. ત્રણ વાર ભગવાનના નામનો જાપ કરવાથી 1000 જાપ કરવા બરાબર છે. પ્રાચીન સમયથી કહેવામાં આવે છે અને સાંભળ્યું છે કે, જયારે કોઈ પણ વ્યક્તિનું મોત થાય ત્યારે તેના શબને સ્મશાન લઇ જતી વખતે ‘રામ નામ સત્ય હૈ’ બોલે છે. આ રીતે બોલવાનો ઉદેશ્ય કંઈક અલગ જ છે. ઘણા ઓછા લોકો જાણે છે બાકી તો ઘણા લોકો એમનેમ જ પરંપરાનું પાલન કરે છે. હિન્દૂ ધર્મમાં કોઈ પણ કાર્ય કરતા પહેલા તેની પાછળનું ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ છે.

Image Source

ચાલો જાણીએ સ્મશાન યાત્રામાં શામેલ થનારા લોકો રામ નામ સત્ય જ કેમ બોલે છે.

મૃતકની સ્મશાન યાત્રામાં ‘રામ નામ સત્ય હૈ’ને લઈને મહાભારતના પાત્રમાં ધર્મરાજ યુધિષ્ઠિરે એક શ્લોકને માધ્યમથી કહ્યું હતું. જેનો અર્થ થાય છે કે, મૃતકને જયારે સ્મશાન લઇ જવામાં આવે છે ત્યારે બોલે છે કે ‘રામ નામ સત્ય હૈ’ પરંતુ જયારે ઘરે પાછા ફરે છે ત્યારે રામનામને ભૂલીને મોહ-માયામાં લુપ્ત થઇ જાય છે. મૃતકના ઘરવાળા સૌથી પહેલા મૃતકેના ધન સંપત્તિની ચિતા કરવા લાગે છે.

ધર્મરાજ યુધિષ્ઠિરએ કહ્યું હતું કે, જે લોકોનો જન્મ થાય છે તેનું મૃત્યુ ચોક્કસ થાય છે. પરંતુ લોકો તો સંપત્તિ જ ઇચ્છતા હોય છે, આનાથી વધારે આશ્ચર્યની વાત શું હોય ?

‘રામ નામ સત્ય હૈ’ બોલવા પાછળનો અર્થ એ હોય છે કે, ત્યારે આ જીવની મુક્તિ મળી ગઈ છે. મૃતકની આત્મા હવે સંસાર ચક્રથી આઝાદ થઇ ગઈ છે. હવે મૃતકને સાંસારિક મોહમાયાથી કોઈ મતલબ નથી.

Image Source

‘રામ નામ સત્ય હૈ’ આ મૃતક લોકો નથી સાંભળતા પરંતુ સાથે ચાલનારા લોકો, સગા-સંબંધીઓ અને મિત્રો એ સત્યથી પરિચિત થઇ જાય કે આખરે રામ નામ જ સત્ય છે. સાથે જ મનુષ્ય રામનું નામ લે ત્યારે તેની સદગતિ થાય છે. તેથી આ પરંપરા શરૂ કરવામાં આવી છે. મૃતકના ગયા બાદ મનુષ્ય તેની સંપત્તિને લઈને વાદ-વિવાદ કરે છે અને સંપત્તિ વહેંચે છે. પરંતુ અન્ય લોકોને એ ખબર હોવી જોઈએ કે, રામ નામજ સત્ય છે, એટલે કે, જે લોકોએ ધરતી પર જન્મ લીધો છે તેનું એક દિવસ તો મોત નજીક છે. એક દિવસ તો બધું અહીં જ છોડીને જવાનું છે. સાથે આપણું કર્મ જ આવે છે. આત્માને સદગતિ ફક્ત રામનામથી જ મળે છે.

આ મંત્ર જપવાથી એ અહેસાસ થાય છે કે, વ્યક્તિ આ દુનિયામાં હવે નથી રહી. હવે આ વ્યક્તિના પૃથ્વી સાથેના બધા સંબંધ પુરા થઇ ગયા છે. જેનાથી સાફ થાય છે કે, ભગવાનને છોડીને બધું જ એક ભ્રમ છે.

હિન્દૂ શાસ્ત્રો અનુસાર, રામ નામ સત્ય હૈ એક બીજ અક્ષર છે, જે જપવાથી ખરાબ કર્મથી મુક્તિ મળે છે. આ પરમ સત્ય છે કે, આત્મા તેના કર્મ અનુસાર એક બીજા સંસારમાં ઉતપન્ન થાય છે.

Image Source

ઘણા લોકોનું માનવું છે કે, આ જાપ જપવાથી મૃતકના પરિવારજનોને માનસિક શાંતિ મળે છે. મૃત્યુ બાદ પરિવારજનો દુઃખ અને વેદનામાં ડૂબી જાય છે. જે દરમિયાન રામ નામ સત્ય હૈ તેને અંદરથી અહેસાસ થાય છે આ સંસાર વ્યર્થ છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.