આજે 5 ઓગસ્ટના રોજ અયોધ્યાની અંદર બનનારા ભવ્ય રામ મંદિરનું ભૂમિ પૂજન થવાનું છે ત્યારે પ્રધાનમંત્રી નરેદ્ર મોદીના હસ્તે ભુમીપુજન કરવામાં આવશે. આ ભૂમિ પૂજનમાં એક મણ ચાંદીની રજત શીલા સ્થાપિત કરવામાં આવશે. રજત શીલા સ્થાપિત કરવાની વાતને લઈને ભક્તોમાં ઘણો જ ઉત્સાહ છે સાથે ભક્તો એ પણ જાણવા માંગે છે કે આ ભૂમિ પૂજનમાં પાયામાં બીજું શું શું રાખવામાં આવશે, તો આજે અમે તમને એ તમામ માહિતી જણાવીશું.

ભુમમી પૂજન વખતે પાયાની અંદર પાંચ રત્ન-મૂંગા, પન્ના, નીલમ, માણિક્ય અને પોખરાજ સાથે બાબા વિશ્વનાથને ચઢાવવામાં અવાયેલા પાંચ રજત બીલીપત્ર, પાંચ ચાંદીના સિક્કા પણ નાખવામાં આવશે.

આ ચાંદીના પાંચ સિક્કા નંદા, જયા, ભદ્રા, રિકતા અને પૂર્ણાના પ્રતીક હશે. આ ઉપરાંત તાંબાના કળશની અંદર પાંચ નદીઓનું પવિત્ર જળ ભરવામાં આવશે. જેનો ઉપયોગ અનુષ્ઠાન માટે કરવામાં આવશે.

પાતાળ લોકના માલિક અને પૃથ્વીને પોતાની ફેણ ઉપર ધારણ કરનાર શેષનાગની પ્રતિકૃતિ પણ પાયામાં નાખવામાં આવશે. શેષનાગની પ્રતિકૃતિ સોનાની હશે. સાથે જ ચાંદીના કાચબાની પણ પ્રતિકૃતિની સાથે ખર્વ ઔષધિનો પણ ઉપયોગ ભૂમિ પૂજનમાં કરવામાં આવશે.

આ સાથે સોનાના વસ્તુ પુરુષ પણ પાયામાં રાખવામાં આવશે. સોનાના વાસ્તુ દેવતા જે એક વાસ્તુ પુરુષ છે. જેના માટે કોઈપણ પાયામાં તેમનું હોવું બધા જ વાસ્તુ દોષને ખતમ કરી નાખે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.