જીવનશૈલી મનોરંજન હેલ્થ

કઈ રીતે બન્યા અભિનેતા રામ કપૂર ‘ફેટમાંથી ફિટ’ ઉતાર્યો 30 કિલો વજન, જાણો તેમનો ડાયેટ પ્લાન અને વર્કઆઉટ રૂટિન

ટીવી સિરિયલ ‘બડે અચ્છે લગતે હૈ’ અને ‘કસમ સે’થી ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં પોતાના અભિનયનો જાદુ વિખેરનાર અભિનેતા રામ કપૂર હાલમાં તેમની ફિટનેસને લઈને સોશિયલ મીડિયામાં છવાયેલા છે. રામ કપૂરે સોશિયલ મીડીયા એકાઉન્ટ પર પોતાની કેટલીક એવી તસવીરો પોસ્ટ કરી છે, જેને જોઈને તમે ચોંકી જશો. ‘બડે અચ્છે લગતે હૈ’ અને અત્યારના રામ કપૂરમાં ખૂબ જ ફરક છે.

 

View this post on Instagram

 

😘

A post shared by Ram Kapoor (@iamramkapoor) on

હાલમાં રામ કપૂરે પોસ્ટ કરેલી તસ્વીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રામ કપૂરે પોતાનું વજન ઘટાડ્યું છે અને હવે તેઓ ફેટથી ફિટ થઇ ગયા છે. રામ કપૂરે 30 કિલો વજન ઘટાડ્યું છે અને હવે પોતાના ફિટ શરીરના ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે. રામ કપૂરના ચાહકો તેમના આ ટ્રાન્સફોર્મેશનથી ખૂબ જ આશ્ચર્યચકિત છે અને તેમના વખાણ પણ કરી રહયા છે.

 

View this post on Instagram

 

Trying to make myself strong enough to do the Las Vegas Sky Jump….. 1000 feet free fall from the 112th floor of the stratosphere hotel

A post shared by Ram Kapoor (@iamramkapoor) on

રામ કપૂરને તેમના વજન ઘટાડવાને લઈને સવાલો કરવામાં આવ્યા તો તેમને પોતાના ડાયેટ અને વર્કઆઉટ વિશે જણાવ્યું હતું. રામ કપૂર રોજ સવારે જલ્દી ઉઠી જાય છે અને એ પછી સીધા જ જિમ જાય છે. તેઓ જિમ જતા પહેલા કશું જ ખાતા કે પીતા નથી. જીમમાં સવારે તેઓ હેવી વેઇટ ટ્રેનિંગ કરે છે. આ સિવાય તેઓ રાતે ઊંઘતા પહેલા પણ કાર્ડિયો એક્સરસાઇઝ કરે છે.

 

View this post on Instagram

 

Wassssup peeps!! Long time no see

A post shared by Ram Kapoor (@iamramkapoor) on

રામ કપૂર 16 કલાક સુધી કશું જ નથી ખાતા અને તેઓ આખો દિવસ પોતાની કેલરી કાઉંટ કરતા રહે છે. તેઓએ અચાનક જ પોતાના ખાવાના પર કંટ્રોલ ન કર્યો પણ ધીરે ધીરે ઉપવાસ રાખવાનું શરુ કર્યું. માનવામાં આવે છે કે રોકાઈ-રોકાઈને ધીરે-ધીરે ઉપવાસ કરવો એ ડાયટિંગની એક રીત છે જેમાં તમે ખાવાનું ખાતા સમયે પોતાની જાતને કઈ પણ ખાવાથી રોકી શકો.

 

View this post on Instagram

 

A post shared by Ram Kapoor (@iamramkapoor) on

રામ કપૂરે શું ખાવું અને શું ન ખાવું પર ખાસ ધ્યાન આપ્યા વિના એ વાત પર ધ્યાન આપ્યું કે તેમને ઉપવાસ દરમ્યાન કયારે, કેટલું અને શું ખાધું. સ્પેશિયાલિસ્ટ અનુસાર, આ ઉપવાસના ગાળામાં તમે પાણી, ચા અને કોફી વગેરે પી શકો છો. તેઓએ 16/8 ઇન્ટરમિટેડ ફાસ્ટિંગ શિડ્યુલ ફોલો કર્યું. જેમાં વ્યક્તિ 16 કલાક સુધી કશું પણ ખાધા વગર રહે છે, અને બપોર અને સાંજ (7-8) વચ્ચે જ કઈ ખાઈ શકે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks