અભિનેતા રામ કપૂરે ખરીદી પોતાની ડ્રિમ કાર ફરારી, ગયા વર્ષે પણ લીધી હતી કરોડોની પોર્શે, પત્ની સાથે શેર કરી શાનદાર લાલ રંગની કારની તસવીર, જુઓ

અભિનેતા રામ કપૂર અને પત્ની ગૌતમી ઘરે લઈ આવ્યા લાલ રંગની ફરારી કાર, વાંચો કેટલામાં પડી આ લક્ઝુરિયસ કાર

સેલેબ્રિટીઓની લાઈફ ખુબ જ રંગીન હોય છે. તેમની પાસે પૈસા, ઈજ્જત, નામ, આલીશાન ઘર, શાનદાર લક્ઝુરિયસ કાર બધું જ હોય છે. ત્યારે સામાન્ય લોકો તેમની લાઈફ જોઈને પ્રભાવિત પણ થતા હોય છે. સોશિયલ મીડિયામાં પણ તેમના જીવન પર નજર રાખતા હોય છે. ત્યારે ટીવી જગતમાં પોતાના અભિનયથી પોતાનું આગવું નામ બનાવી ચૂકેલા અભિનેતા રામ કપૂર પણ આજે એક મોટું નામ બની ગયા છે. તેમના પણ લાખો ચાહકો છે અને તેમના જીવન વિશેની તમામ અપડેટ મેળવતા હોય છે.

ત્યારે હાલમાં જ રામ કપૂરે પોતાના માટે પોતાની ડ્રિમ કાર ખરીદી છે. મીડિયા રિપોર્ટ અનુસાર રામ કપૂરે પોતાના માટે ફરારી કાર ખરીદી છે. જો કે રામકપુરે હજુ આ બાબતે કોઈ માહિતી આપી નથી. પરંતુ તેમની અને તેમની પત્નીની કાર સાથે ઉભેલી એક તસવીર સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. જેમાં તે પત્ની સાથે ખુબ જ ખુશ નજર આવી રહ્યો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર રામ કુપુરે ફરારીના ત્રણ ટોપ મોડલમાંથી ફરારી પોર્ટોફિનો ખરીદી છે. જેને કેલિફોર્નિયા ટીની જગ્યાએ પોઝિશન કરવામાં આવી હતી. આ 4 સિટર ફ્રરીને ભારતમાં લોન્ચ કરવામાં આવી હતી. આ કારની કિંમત 3.50 કરોડની આસપાસ હોવાનું અનુમાન છે. રામ કપૂરની તસ્વીરને વિરલ ભાયાણી દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી છે. જેમાં રામ કપૂર અને તેની પત્ની ચહેરા પર સ્મિત સાથે ઉભેલા જોઈ શકાય છે.

તમને જણાવી દઈએ કે રામ કપૂરને લકઝરી કારણો ખુબ જ શોખ છે. કારણ કે તેને ગયા વર્ષે જ એટલે કે 2021માં ભૂરા રંગની પોર્શે કરેરા એસ ખરીદી હતી. જેની કિંમત લગભગ 1.84 કરોડ એક શોરૂમ છે. રામ કપૂર ટીવી જગતના એક નામચીન અભિનેતા છે. તેને ઘણા ટીવી શોમાં પોતાના અભિનયનો જાદુ દર્શકો પર ચલાવ્યો છે. ટીવીમાં અભિનય ઉપરાંત રામ કપૂર હવે બોલીવુડની ફિલ્મો અને વેબ સિરીઝમાં પણ મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળે છે.

Niraj Patel