‘બડે અચ્છે લગતે હૈ’ ફેમ રામ કપૂર પત્ની ગૌતમી સાથે માલદીવમાં એન્જોય કરી રહ્યા છે વેકેશન, કપલની રોમેન્ટિક તસવીરો થઇ રહી છે વાયરલ

માલદીવમાં રામ કપૂરે પત્ની ગૌતમી બિકીનીમાં નજરે પડી… દિલ ખુશ કરી દેશે મનમોહક તસવીરો

‘બડે અચ્છે લગતે હૈ’ ફેમ રામ કપૂર પત્ની ગૌતમી સાથે તે જ જગ્યાએ પહોંચ્યા છે જ્યાં તેઓ તેમના હનીમૂન પર ગયા હતા. મુંબઈના દરિયાથી દૂર બંને હાલમાં માલદીવના દરિયાની મજા માણી રહ્યા છે. રામ કપૂર અને ગૌતમીએ આ સુંદર વેકેશનની ઘણી શાનદાર તસવીરો શેર કરી છે. માલદીવની આ તસવીરો શેર કરતાં રામ કપૂરે તેને સ્વર્ગ ગણાવ્યું છે. પત્ની સાથે તેમણે ઘણી રોમેન્ટિક તસવીરો શેર કરી છે, જેમાં તે માલદીવના બીચ પર ગૌતમી કપૂરને કિસ કરતી જોવા મળી રહ્યા છે.

આ સિવાય તેઓ જે રિસોર્ટમાં રોકાયા છે તેની ઘણી ઝલક પણ શેર કરી છે. ગૌતમી કપૂરે માલદીવ વેકેશનની બોટ રાઈડનો એક ફની વીડિયો પણ શેર કર્યો હતો. આ સિવાય ગૌતમીએ રિસોર્ટમાં તેમના રૂમની ઝલક પણ બતાવી હતી. ગૌતમી તેના રૂમમાં કોફીની મજા માણી રહી છે અને બાળકો બહાર સ્વિમિંગ પૂલની મજા લેતા જોવા મળે છે. ગૌતમી કપૂરે રિસોર્ટની ઘણી સુંદર તસવીરો શેર કરી છે.

તાજેતરમાં ગૌતમીએ માલદીવ વેકેશનની જૂની તસવીર પણ શેર કરી હતી, જેમાં તે બિકીમાં જોવા મળી હતી. આ તસવીર વર્ષ 2003ની છે, જ્યારે રામ કપૂર સાથે લગ્ન બાદ તેઓ પહેલીવાર માલદીવ પહોંચ્યા હતા. આ તસવીરમાં બંને ખૂબ જ યુવાન અને એકદમ ફિટ દેખાઈ રહ્યા છે. જણાવી દઇએ કે, બંને સિરિયલ ‘ઘર એક મંદિર’માં સાથે જોવા મળ્યા હતા. આ સીરિયલ 2002માં ટેલિવિઝન પર જોવા મળી હતી, જેના એક વર્ષ બાદ બંનેએ લગ્ન કરી લીધા હતા.

જાણીતા ટીવી કલાકાર રામ કપૂર હાલમાં માલદીવમાં વેકેશન મનાવી રહ્યા છે. આ વેકેશનમાં રામ કપૂર પત્ની ગૌતમી અને પરિવાર સાથે ઘણો ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યો છે. રામ કપૂરે સોશિયલ મીડિયા પર પોતાના વેકેશનની ઝલક બતાવી છે. રામ કપૂર માલદીવ વેકેશનમાં દરેક પળનો આનંદ માણી રહ્યો છે. પત્ની સાથે તે દરેક પળને યાદગાર બનાવવામાં વ્યસ્ત છે. રામ કપૂર અને ગૌતમીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

તેમની તસવીરો પર ફેન્સ ઘણી લાઈક્સનો વરસાદ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે રામ કપૂર અને ગૌતમી ટીવીની ગણતરી ટીવીના સૌથી ક્યૂટ કપલમાં થાય છે. લાંબા સમયથી તેમની જોડી ચાહકોને કપલ ગોલ આપી રહી છે. જે લોકો બંનેની જોડીને પસંદ કરે છે તેમના માટે આ તસવીરો કોઈ ગિફ્ટથી ઓછી નથી.

બંનેની તસવીરો પર ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. લોકો તેમને બેસ્ટ કપલનું ટેગ પણ આપી રહ્યા છે.રામ કપૂરે પણ ગૌતમીની આ તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ગૌતમીના ચહેરા પરની ખુશી જણાવે છે કે તે આ વેકેશનનો કેટલો આનંદ માણી રહી છે.

રામ કપૂર ટીવી જગતના એક મશહૂર અભિનેતા છે અને સાથે સાથે તેમણે બોલિવુડમાં પણ પોતાની ઓળખ બનાવી છે. રામ કપૂર અને તેમની પત્ની ગૌતમીએ અલીબાગમાં થોડા સમય પહેલા જ તેમનું નવ ખરીદ્યુ છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર પણ તેમણે શેર કરી હતી. આ પહેલા પણ ગોવા અને ખંડાલા જેવી જગ્યાઓ પર રામ કપૂરના ઘર છે. આમ તો મુંબઇમાં આ તેમનું બીજુ ઘર છે પરંતુ અલીબાગ સ્થિત આ ઘર તેમનું ચોથુ નવુ ઘર છે.

તમને જણાવી દઇએ કે, રામ કપૂર અને ગૌતમી કપૂર બંને ટીવીના જાણિતા કપલ છે. સ્ક્રીન પર ચાહકો તેમને ઘણા પસંદ કરે છે. રામ કપૂર સ્ટુડેંટ ઓફ ધ યર, બાર બાર દેખો, કાર્તિક કોલિંગ કાર્તિક, શાદી કે સાઇડ ઇફેક્ટ્સ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.

ટીવીથી લઇને બોલિવુડ સુધી પોતાના દમદાર અભિનયના દમ પર દર્શકોના દિલમાં જગ્યા બનવી ચૂકેલ અભિનેતા રામ કપૂર આ દિવસોમાં પત્ની ગૌતમી કપૂર સાથે તેમની પ્રાઇવેટ લાઇફને સમય આપી રહ્યા છે. રામ કપૂર અને ગૌતમીએ ટીવી શો “ઘર એક મંદિર”માં એકસાથે કામ કર્યુ હતુ. આ ધારાવાહિક દરમિયાન તેમની વધતી મિત્રતા બાદ તેઓ બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા અને પછી તેમણે આ પ્રેમને સંબંધનું નામ આપ્યુ અને લગ્નના બંધનમાં બંધાઇ ગયા.

ટીવી જગતના મશહૂર અભિનેતા રામ કપૂર તેમના શાનદાર અભિનય માટે જાણિતા છે. તેમના અભિનયના આગળ તો તેમની ઉંમર અને વજન કયારેય આડુ આવ્યુ નથી. તે જે પણ ધારાવાહિકમાં હોય છે, તેનું હિટ હોવું નક્કી હોય છે. એટલું જ નહિ તેઓ ફિલ્મોમાં પણ તેમનો દમદાર અભિનય બતાવી ચૂક્યા છે. પરંતુ હાલમાં તો તેઓ તેમની પત્ની સાથેની તસવીરને લઇને સોશિયલ મીડિયા પર લાઇમલાઇટમાં આવ્યા છે.

રામ કપૂર અને ગૌતમીએ વર્ષ 2003માં લગ્ન કર્યા હતા. કપલના લગ્નને 18 વર્ષ થઇ ચૂક્યા છે અને બંને ખુશહાલ જીવન વીતાવી રહ્યા છે. આ વચ્ચે ગૌતમી કપૂરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે,જે તેમના હનીમુનની છે. ગૌતમી દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીર થ્રોબેક તસવીર છે.

ગૌતમી કપૂર આ તસવીરમાં રેડ શોર્ટ્સ અને બ્લેક બિકી ટોપમાં જોવા મળી રહી છે. ત્યાં રામ કપૂર બ્રાઉન શોર્ટ્સમાં જોવા મળી રહ્યા છે. આ તસવીર શેર કરતા તેણે લખ્યુ છે કે, તે વર્ષ હતુ…2003. ચાહકો કપલની આ તસવીરને ઘણી પસંદ કરી રહ્યા છે અને ખૂબ કોમેન્ટ પણ કરી રહ્યા છે. રામ કપૂરની આ તસવીરમાં ફિટનેસ જોવાલાયક છે. તેમની આ તસવીર જોઇ ચાહકો તેમની ફિટનેસથી ઘણા ઇમ્પ્રેસ થઇ ગયા છે. લોકો કમેન્ટમાં તેમની ફિટનેસની ઘણી પ્રશંસા કરી રહ્યા છે. જણાવી દઇએ કે, રામ કપૂર અને ગૌતમીએ ધારાવાહિકમાં દિયર-ભાભીનું પાત્ર નિભાવ્યુ હતુ.

રામ કપૂર ટીવી ધારાવાહિક કયોંકી સાસ ભી કભી બહુ થી, દિલ કી બાતે દિલ હી જાને, કસમ સે, બડે અચ્છે લગતે હે જેવી ધારાવાહિકમાં કામ કરી પોતાની દમદાર ઓળખ બનાવી છે. આ સાથે જ રામ કપૂરે બોલિવુડ ફિલ્મો સ્ટુડેંટ ઓફ ધ યર, બાર-બાર દેખો, કાર્તિક કોલિંગ કાર્તિક, શાદી કે સાઇડ ઇફેકટ્સ જેવી કેટલીક ફિલ્મોમાં કામ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે, આ મહીને 1 સપ્ટેમ્બરના રોજ રામ કપૂરે તેમનો 48મો જન્મદિવસ પત્ની અને બાળકો સાથે મનાવ્યો હતો. મશહૂર ટીવી ધારાવાહિક ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ અને ‘કુબૂલ હૈ’માં કામ કરી ચુકેલી અભિનેત્રી ગૌતમી કપૂર 47 વર્ષની છે. 21 જૂન, 1974એ મહારાષ્ટ્રમાં જન્મેલી ગૌતમીએ રામ કપૂર જોડે લગ્ન કરી લીધા હતા. લગ્ન પછી ગૌતમી ગાડગિલ થી કપૂર થઇ ગઈ હતી.  રામ કપૂરે તેમનો પ્રેમ  ગૌતમી ગાડગિલ જોડે 14 ફેબ્રુઆરી એટલેકે’ વેલેન્ટાઈન ડે’ના દિવસે લગ્ન કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Gautami Kapoor (@gautamikapoor)

બંનેએ 2003માં તેમના લગ્ન માટે ખાસ દિવસ નક્કી કર્યો હતો. બંનેએ મુંબઈ હોટેલમાં લગ્ન કર્યા હતા. અત્યારે તેમના લગ્નને 18 વર્ષ પુરા થઇ ગયા છે. તેમને છોકરી સિયા અને છોકરો અક્સ છે. રામ કપૂર અને ગૌતમી ગાડગિલની લવસ્ટોરી ખુબ જ મજેદાર છે. સ્વભાવથી એકબીજાથી એકદમ અલગ રામ અને ગૌતમીએ ધારાવાહિક ‘ઘર એક મંદિર’માં દર્શકોનુ દિલ જીત્યું. બંને તે જ ધારાવાહિકમાં એક બીજાના પ્રેમ માં પડ્યા હતા. તે સમયે ગૌતમી મોડલિંગમાં કારકિર્દી બનાવવા માંગતી હતી અને રામ ઇન્ડસ્ટ્રીમાં. આ ધારાવાહિકમાં ગૌતમી રામ કપૂરની ભાભીનો અભિનય કરી રહી હતી. બંનેને રોજ મળવાથી તેમના વચ્ચે મિત્રતા થઇ ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Gautami Kapoor (@gautamikapoor)

શરૂઆતમાં અમુક બાબતે બેય કપલ વચ્ચે અસમાનતાઓ જોવા મળી હતી. રામ પાર્ટીઝ અને ડ્રિંક્સ વચ્ચે પોતાની નાઈટ પસાર કરતો તે ગૌતમીને બિલકુલ ગમતું નહોતું. ધીરે ધીરે રામે ગૌતમી માટે પોતાની જાતને બદલવાની શરૂઆત કરી. બાદમાં પ્રેમનો સ્વીકાર થયો અને વાત લગ્ન સુધી પહોંચી. રામ પંજાબી ફેમિલીથી આવતો હતો

 

View this post on Instagram

 

A post shared by Gautami Kapoor (@gautamikapoor)

Shah Jina