ભાભીનો રોલ નિભાવતા દિયરને જ આપી દીધું દિલ આ અભિનેત્રીએ, 18 વર્ષ પહેલા કર્યા હતા લગ્ન, અત્યારે છે 2 – 2 બાળકોની માતા

રામ કપૂરની 47 વર્ષની પત્ની આજે પણ રૂપ રૂપનો અંબાર છે- જુઓ બ્યુટીફૂલ PHOTOS

મશહૂર ટીવી ધારાવાહિક ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ અને ‘કુબૂલ હૈ’માં કામ કરી ચુકેલી અભિનેત્રી ગૌતમી કપૂર 47 વર્ષની છે.

21 જૂન, 1974એ મહારાષ્ટ્રમાં જન્મેલી ગૌતમીએ રામ કપૂર જોડે લગ્ન કરી લીધા હતા. લગ્ન પછી ગૌતમી ગાડગિલ થી કપૂર થઇ ગઈ હતી.  રામ કપૂરે તેમનો પ્રેમ  ગૌતમી ગાડગિલ જોડે 14 ફેબ્રુઆરી એટલેકે’ વેલેન્ટાઈન ડે’ના દિવસે લગ્ન કર્યા હતા.

બંનેએ 2003માં તેમના લગ્ન માટે ખાસ દિવસ નક્કી કર્યો હતો. બંનેએ મુંબઈ હોટેલમાં લગ્ન કર્યા હતા. અત્યારે તેમના લગ્નને 18 વર્ષ પુરા થઇ ગયા છે. તેમને છોકરી સિયા અને છોકરો અક્સ છે. રામ કપૂર અને ગૌતમી ગાડગિલની લવસ્ટોરી ખુબ જ મજેદાર છે.

સ્વભાવથી એકબીજાથી એકદમ અલગ રામ અને ગૌતમીએ ધારાવાહિક ‘ઘર એક મંદિર’માં દર્શકોનુ દિલ જીત્યું. બંને તે જ ધારાવાહિકમાં એક બીજાના પ્રેમ માં પડ્યા હતા. તે સમયે ગૌતમી મોડલિંગમાં કારકિર્દી બનાવવા માંગતી હતી અને રામ ઇન્ડસ્ટ્રીમાં. આ ધારાવાહિકમાં ગૌતમી રામ કપૂરની ભાભીનો અભિનય કરી રહી હતી. બંનેને રોજ મળવાથી તેમના વચ્ચે મિત્રતા થઇ ગઈ હતી.

રામ કપૂર ખુલ્લા સ્વભાવના છે તો ગૌતમી રિઝર્વ રહેવા વાળી છોકરી છે તેને પાર્ટીમાં જવું અને ડ્રિન્ક કરવું જરાય પસંદ નથી. ગૌતમીને મળ્યા પછી રામ કપૂરે ખુદને બદલી દીધા હતા. શું તમે જાણો છો કે રામ કપૂરે ગૌતમી ગાડગિલને તેમના દિલની વાત કેવી રીતે કહી? રામેં ખુબ જ સાધારણ રીતે એક પાર્ટીમાં ગૌતમીને પૂછ્યું કે તું મારી સાથે લગ્ન કરીશ? ગૌતમીએ તરત હા પણ કહી દીધું હતું.

રામ અને ગૌતમીના લગ્ન એટલા સહેલા પણ હતા નહિ. જ્યાં રામ એક પંજાબી પરિવારથી છે તો ગૌમાતી મરાઠી પરિવારથી છે. શરૂઆતમાં બંનેના પરિવારો લગ્નથી ખુશ હતા નહિ. પરંતુ પછી બધાને રામ અને ગૌતમીના પ્રેમ આગળ નીચું નમવું પડ્યું હતું.

શરૂઆતમાં અમુક બાબતે બેય કપલ વચ્ચે અસમાનતાઓ જોવા મળી હતી. રામ પાર્ટીઝ અને ડ્રિંક્સ વચ્ચે પોતાની નાઈટ પસાર કરતો તે ગૌતમીને બિલકુલ ગમતું નહોતું. ધીરે ધીરે રામે ગૌતમી માટે પોતાની જાતને બદલવાની શરૂઆત કરી. બાદમાં પ્રેમનો સ્વીકાર થયો અને વાત લગ્ન સુધી પહોંચી. રામ પંજાબી ફેમિલીથી આવતો હતો

જ્યારે ગૌતમી મહારાષ્ટ્રીયન પરિવારમાંથી જેને કારણે બંન્નેના પરિવાર તેમના સંબંધને પસંદ નહોતા કરતા.રામ અને ગૌતમીએ પોતાના લગ્ન માટે 14,ફેબ્રુઆરી, 2003 એટલે વેલેન્ટાઇન ડેનો દિવસ પસંદ કર્યો હતો. રામે ગૌતમી સાથે આર્ય સમાજની રિતરિવાજો પ્રમાણે લગ્ન કર્યા હતા અને તે સમયે તેઓ બે રૂમના ઘરમાં રહેતા હતા

જણાવી દઈએ કે રામ કપૂરના ગૌતમી સાથેના બીજા લગ્ન હતા. તેણે ફોટોગ્રાફર મધુર શ્રોફ સાથે પહેલા લગ્ન કર્યા હતા. રામ કપૂરે ‘કસમ’ અને ‘બડે અચ્છે લગતે હૈ’ જેવા ધારાવાહિકથી જબરદસ્ત પોપ્યુલારિટી મેળવી હતી. તેમને છેલ્લે ફિલ્મ ‘શાદી કે સાઈડ ઇફૅટ્સ’માં દેખાયા હતા.

Patel Meet