રામ કપૂરની પત્ની ગૌતમીએ શેર કરી હનીમુનની અનદેખી તસવીર, જોવા મળ્યો બિકી અવતાર, તસવીરમાં રામની ફિટનેસ જોઇ બધા હેરાન

રામ કપૂરની પત્ની ગૌતમીને ઓળખો છો? આજકાલની હિરોઇનોને ટક્કર આપે એવી છે- જુઓ હનીમુનના PHOTOS

ટીવીથી લઇને બોલિવુડ સુધી પોતાના દમદાર અભિનયના દમ પર દર્શકોના દિલમાં જગ્યા બનવી ચૂકેલ અભિનેતા રામ કપૂર આ દિવસોમાં પત્ની ગૌતમી કપૂર સાથે તેમની પ્રાઇવેટ લાઇફને સમય આપી રહ્યા છે. રામ કપૂર અને ગૌતમીએ ટીવી શો “ઘર એક મંદિર”માં એકસાથે કામ કર્યુ હતુ. આ ધારાવાહિક દરમિયાન તેમની વધતી મિત્રતા બાદ તેઓ બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા અને પછી તેમણે આ પ્રેમને સંબંધનું નામ આપ્યુ અને લગ્નના બંધનમાં બંધાઇ ગયા.

ટીવી જગતના મશહૂર અભિનેતા રામ કપૂર તેમના શાનદાર અભિનય માટે જાણિતા છે. તેમના અભિનયના આગળ તો તેમની ઉંમર અને વજન કયારેય આડુ આવ્યુ નથી. તે જે પણ ધારાવાહિકમાં હોય છે, તેનું હિટ હોવું નક્કી હોય છે. એટલું જ નહિ તેઓ ફિલ્મોમાં પણ તેમનો દમદાર અભિનય બતાવી ચૂક્યા છે. પરંતુ હાલમાં તો તેઓ તેમની પત્ની સાથેની તસવીરને લઇને સોશિયલ મીડિયા પર લાઇમલાઇટમાં આવ્યા છે.

રામ કપૂર અને ગૌતમીએ વર્ષ 2003માં લગ્ન કર્યા હતા. કપલના લગ્નને 18 વર્ષ થઇ ચૂક્યા છે અને બંને ખુશહાલ જીવન વીતાવી રહ્યા છે. આ વચ્ચે ગૌતમી કપૂરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે,જે તેમના હનીમુનની છે. ગૌતમી દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીર થ્રોબેક તસવીર છે.

 

View this post on Instagram

 

A post shared by Gautami Kapoor (@gautamikapoor)

ગૌતમી કપૂર આ તસવીરમાં રેડ શોર્ટ્સ અને બ્લેક બિકી ટોપમાં જોવા મળી રહી છે. ત્યાં રામ કપૂર બ્રાઉન શોર્ટ્સમાં જોવા મળી રહ્યા છે. આ તસવીર શેર કરતા તેણે લખ્યુ છે કે, તે વર્ષ હતુ…2003. ચાહકો કપલની આ તસવીરને ઘણી પસંદ કરી રહ્યા છે અને ખૂબ કોમેન્ટ પણ કરી રહ્યા છે.

રામ કપૂરની આ તસવીરમાં ફિટનેસ જોવાલાયક છે. તેમની આ તસવીર જોઇ ચાહકો તેમની ફિટનેસથી ઘણા ઇમ્પ્રેસ થઇ ગયા છે. લોકો કમેન્ટમાં તેમની ફિટનેસની ઘણી પ્રશંસા કરી રહ્યા છે. જણાવી દઇએ કે, રામ કપૂર અને ગૌતમીએ ધારાવાહિકમાં દિયર-ભાભીનું પાત્ર નિભાવ્યુ હતુ. રામ કપૂર ટીવી ધારાવાહિક કયોંકી સાસ ભી કભી બહુ થી, દિલ કી બાતે દિલ હી જાને, કસમ સે, બડે અચ્છે લગતે હે જેવી ધારાવાહિકમાં કામ કરી પોતાની દમદાર ઓળખ બનાવી છે.

આ સાથે જ રામ કપૂરે બોલિવુડ ફિલ્મો સ્ટુડેંટ ઓફ ધ યર, બાર-બાર દેખો, કાર્તિક કોલિંગ કાર્તિક, શાદી કે સાઇડ ઇફેકટ્સ જેવી કેટલીક ફિલ્મોમાં કામ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે, આ મહીને 1 સપ્ટેમ્બરના રોજ રામ કપૂરે તેમનો 48મો જન્મદિવસ પત્ની અને બાળકો સાથે મનાવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Ram Kapoor (@iamramkapoor)

Shah Jina