ખબર

કરોડોની સંપત્તિના માલિક પાસે હતા માત્ર 10 લાખ રૂપિયા રોકડા, જાણો મૃત્યુ પછી પરિવાર માટે કેટલી સંપત્તિ છોડીને ગયા રામ જેઠમલાણી

ભારતના ખુબ જ લોકપ્રિય વકીલ અને પૂર્વ કાયદા મંત્રી રામ જેઠમલાણીનું નિધન થયું છે. 95 વર્ષની ઉંમરે તેમણે દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા હતા. રામ જેઠમલાણી છેલ્લા ઘણા સમયથી બીમાર હતાં. રામ જેઠમલાણીની ગણતરી દેશના સૌથી સારા વકીલોમાં થતી હતી.

Image Source

રામ જેઠમલાણીએ પોતાના જીવનમાં અનેક હાઈ પ્રોફાઈલ કેસ લડ્યા અને જીત્યા હતાં. તમને જણાવી દઈએ કે જેઠમલાણી કેન્દ્રીય કાયદા મંત્રી પણ રહી ચૂક્યા છે. તેઓ 1996માં અટલ બિહારી વાજપેયી સરકારમાં કાયદા મંત્રી રહ્યાં હતાં. કરાંચીથી તેઓ ખિસ્સામાં ફક્ત એક પૈસો લઈને ભારત આવ્યાં હતાં. ત્યારબાદ તેમણે અહીં મોટા મોટા કેસ લડીને વકીલાતમાં નામના મેળવી.

Image Source

માત્ર 18 વર્ષની ઉંમરમાં જ વકીલાત શરુ કરનાર રામ જેઠમલાણી સુપ્રીમ કોર્ટના સૌથી મોંઘા વકીલ હતા. રામ જેઠમલાણીની એક કેસની એક હિયરિંગની ફી આશરે 25 લાખ રૂપિયા હતી. તેનો મતલબ એ છે કે એક વાર કોર્ટમાં આવવા માટે રામ જેઠમલાણી લેતા હતા 25 લાખ રૂપિયા. તેમની એક ખાસિયત એ હતી કે રામ જેઠમલાણી અમીર વ્યક્તિઓ પાસે પોતાની ફી લેવામાં ખચકાતા નહીં અને ગરીબ જરૂરિયાતમંદ વ્યક્તિને માટે તેઓ ‘પ્રો બોનો’ એટલે કે ફી વિના જ કેસ લડતા હતા.

Image Source

તો ચાલો જાણીએ રામ જેઠમલાણી મૃત્યુ પછી પરિવાર માટે કેટલી સંપત્તિ મૂકીને ગયા છે –

વર્ષ 2014માં તેમણે ચૂંટણી પંચને પોતાની સંપત્તિની જાણકારી આપી હતી, જે અનુસાર, તેમની પાસે 59 કરોડ 60 લાખ રૂપિયાની ચલ સંપત્તિ અને 5 કરોડની અચલ સંપત્તિ છે. તેમની પાસે 10 લાખ રૂપિયા રોકડ રકમ હતી. તેમનું બેન્ક બેલેન્સ 2 કરોડ રૂપિયાથી વધુ હતું, જયારે 21 કરોડ રૂપિયા તેમણે શૅરમાં ઈન્વેસ્ટ કરીને રાખ્યા હતા. તેમના પર એક પણ રૂપિયાની લોન ન હતી અને તેમણે કોઈ પણ ઇન્સ્યોરન્સ પોલિસી લઈને રાખી ન હતી.

તેમની પાસે બે કાર હતી, જેમાં એક મર્સીડીઝ અને એક હોન્ડાસીટી હતી, બંનેની કુલ કિંમત 26 લાખથી વધુ જણાવવામાં આવી છે. રામ જેઠમલાણી પાસે લગભગ 5 લાખ રૂપિયાના ઘરેણા પણ હતા, જેમાં 5 તોલા સોનુ, એક હીરાની વીંટી, એક રોલેક્સ ઘડિયાળ અને 10 કિલો ચાંદીના ઘરેણાંનો સમાવેશ થાય છે. બેંકોમાં જમા રકમના વ્યાજથી અને ઇન્વેસ્ટમેન્ટ પ્લાનથી તેમની પાસે લગભગ 13 લાખ રૂપિયા હતા.

મુંબઈમાં રામ જેઠમલાણીનો એક લક્ઝરી ફ્લેટ છે, જેની કુલ કિંમત લગભગ 4 કરોડ રૂપિયા છે, આ સિવાય તેમનું ગુડગાંવમાં એક ઘર પણ છે, જેની કિંમત સવા કરોડ રૂપિયા જેટલી છે.

રામ જેઠમલાણીના નિધન પર PM મોદીએ પણ શોક વ્યક્ત કર્યો અને કહ્યું ‘અસાધારણ વકીલ’ – 

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે રામ જેઠમલાણીના સ્વરૂપમાં દેશે એક શાનદાર વકીલ અને પ્રતિષ્ઠિત વ્યક્તિ ગુમાવ્યાં છે. તેમનું યોગદાન કોર્ટ માટે મહત્વપૂર્ણ છે. PM મોદીએ કહ્યું કે તેમણે ક્યારેય કોઈ પણ મુદ્દે પોતાની ભાવનાઓ વ્યક્ત કરવામાં ખચકાટ અનુભવ્યો નથી. તેમની સૌથી મોટી ખાસિયત એ હતી કે તેઓ ફક્ત પોતાના મનની વાત બોલતા હતાં તેમણે કોઈ પણ ડર વગર આવું કર્યું. વધુમાં અમિત શાહે કહ્યું કે આપણે માત્ર એક મહાન વકીલ નહીં પરંતુ એક મહાન વ્યક્તિ પણ ગુમાવ્યાં જે જીવનથી ભરપૂર હતાં.

રામ જેઠમલાણીનો જન્મ 14 સપ્ટેમ્બરના રોજ સિંધના શિકારપુરમાં થયો હતો (જે હાલમાં પાકિસ્તાનમાં આવેલું છે). માત્ર 13 વર્ષની ઉંમરે તેમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. 17 વર્ષની વયે તેમણે બોમ્બે યુનિવર્સિટીમાંથી એલએલબીની ડિગ્રી મેળવી હતી. પોતાની શાનદાર કેરિયરમાં રામ જેઠમલાણીએ અનેક હાઈપ્રોફાઈલ કેસ લડ્યા હતાં.

અગ્રણી કેસ – 

રામ જેઠમલાણીએ ઘણા હાઈ પ્રોફાઈલ કેસ લડ્યા છે. જેમાં નાણાવટી વિ મહારાષ્ટ્ર સરકાર, હર્ષદ મહેતા સ્ટોક માર્કેટ કૌભાંડ, પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના મર્ડરર સતવંત સિંહ અને બેન્ટ સિંહ, હાજી મસ્તાન કેસ, હવાલા સ્કેમ, આતંકવાદી અફઝલ ગુરુ, જેસિકા લાલ મર્ડર કેસ, 2જી સ્કેમ કેસ અને આસારામ કેસનો પણ સમાવેશ થાય છે.

એક સમયે જેઠમલાણી ભારતના સૌથી વધુ ટેક્સ ભરનારાઓની યાદીમાં હતા. તેણે મફ્તમાં પણ અનેક કેસ લડ્યા છે. એક સમયે તેમની દોષરહિત શૈલી અને વલણને કારણે વાજપેયી સરકારમાં કેબિનેટ પ્રધાનની જવાબદારી સંભાળી રહેલા જેઠમલાણીને છ વર્ષ માટે ભાજપ દ્વારા પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. જેના કારણે તેમણે વાજપેયી સામે ચૂંટણી લડી હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks