ખબર

દાઉદથી લઈને 900 કરોડના ઘોટાળાના કેસ લડનારા રામ જેઠમલાણીનું નિધન, PM મોદી વ્યક્ત કર્યો શોક- જાણો બધી જ વિગતો

ભારતના ખુબ જ લોકપ્રિય વકીલ અને પૂર્વ કાયદા મંત્રી રામ જેઠમલાણીનું નિધન થયું છે. 95 વર્ષની ઉંમરે તેમણે દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા હતા. રામ જેઠમલાણી છેલ્લા ઘણા સમયથી બીમાર હતાં. રામ જેઠમલાણીની ગણતરી દેશના સૌથી સારા વકીલોમાં થતી હતી. રામ જેઠમલાણીએ પોતાના જીવનમાં અનેક હાઈ પ્રોફાઈલ કેસ લડ્યા અને જીત્યા હતાં. તમને જણાવી દઈએ કે જેઠમલાણી કેન્દ્રીય કાયદા મંત્રી પણ રહી ચૂક્યા છે. તેઓ 1996માં અટલ બિહારી વાજપેયી સરકારમાં કાયદા મંત્રી રહ્યાં હતાં. કરાચીથી તેઓ ખિસ્સામાં ફક્ત એક પૈસો લઈને ભારત આવ્યાં હતાં. ત્યારબાદ તેમણે અહીં મોટા મોટા કેસ લડીને વકીલાતમાં નામના મેળવી.

રામ જેઠમલાણીના નિધન પર PM મોદીએ પણ શોક વ્યક્ત કર્યો અને કહ્યું ‘અસાધારણ વકીલ’
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે રામ જેઠમલાણીના સ્વરૂપમાં દેશે એક શાનદાર વકીલ અને પ્રતિષ્ઠિત વ્યક્તિ ગુમાવ્યાં છે. તેમનું યોગદાન કોર્ટ માટે મહત્વપૂર્ણ છે. PM મોદીએ કહ્યું કે તેમણે ક્યારેય કોઈ પણ મુદ્દે પોતાની ભાવનાઓ વ્યક્ત કરવામાં ખચકાટ અનુભવ્યો નથી. તેમની સૌથી મોટી ખાસિયત એ હતી કે તેઓ ફક્ત પોતાના મનની વાત બોલતા હતાં તેમણે કોઈ પણ ડર વગર આવું કર્યું. વધુમાં અમિત શાહે કહ્યું કે આપણે માત્ર એક મહાન વકીલ નહીં પરંતુ એક મહાન વ્યક્તિ પણ ગુમાવ્યાં જે જીવનથી ભરપૂર હતાં.

રામ જેઠમલાણીનો જન્મ 14 સપ્ટેમ્બરના રોજ સિંધના શિકારપુરમાં થયો હતો (જે હાલમાં પાકિસ્તાનમાં આવેલું છે). માત્ર 13 વર્ષની ઉંમરે તેમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. 17 વર્ષની વયે તેમણે બોમ્બે યુનિવર્સિટીમાંથી એલએલબીની ડિગ્રી મેળવી હતી. પોતાની શાનદાર કેરિયરમાં રામ જેઠમલાણીએ અનેક હાઈપ્રોફાઈલ કેસ લડ્યા હતાં. તેમણે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અને ઈન્દિરા ગાંધીના ખૂનીઓ માટે કેસ લડ્યો હતો.

તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે દેશના ગૃહમંત્રી અમિત શાહ રામ જેઠમલાનીના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા.

અગ્રણી કેસ
રામ જેઠમલાણીએ ઘણા હાઈ પ્રોફાઈલ કેસ લડ્યા છે. જેમાં નાણાવટી વિ મહારાષ્ટ્ર સરકાર, હર્ષદ મહેતા સ્ટોક માર્કેટ કૌભાંડ,પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના મર્ડરર સતવંત સિંહ અને બેન્ટ સિંહ, હાજી મસ્તાન કેસ, હવાલા સ્કેમ, આતંકવાદી અફઝલ ગુરુ, જેસિકા લાલ મર્ડર કેસ, 2 જી સ્કેમ કેસ અને આસારામ કેસનો પણ સમાવેશ થાય છે.

ઘણા કેસો તો મફત લડી ચુક્યા છે
એક સમયે જેઠમલાણી ભારતના સૌથી વધુ ટેક્સ ભરનારાઓની યાદીમાં હતા. તેણે મફ્તટમાં પણ અનેક કેસ લડ્યા છે. એક સમયે તેમની દોષરહિત શૈલી અને વલણને કારણે વાજપેયી સરકારમાં કેબિનેટ પ્રધાનની જવાબદારી સંભાળી રહેલા જેઠમલાણીને છ વર્ષ માટે ભાજપ દ્વારા પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. જેના કારણે તેમણે વાજપેયી સામે ચૂંટણી લડી હતી.

તમને માનવામાં નહીં આવે પણ રામ જેઠમલાનીના કેસની એક હિયરિંગની ફી આશરે 25 લાખ રૂપિયા હતી. તેનો મતલબ એ છે કે એક વાર કોર્ટમાં આવવા માટે રામ જેઠમલાની લેતા હતા 25 લાખ રૂપિયા. તેમની એક ખાસિયત એ હતી કે રામ જેઠમલાની અમીર વ્યક્તિઓ પાસે પોતાની ફી લેવામાં ખચકાતા નહીં અને ગરીબ જરૂરિયાતમંદ વ્યક્તિને માટે તેઓ ‘પ્રો બોનો’ એટલે કે ફી વિના જ કેસ લડતા હતા.