મનોરંજન

શાહરુખનની ફિલ્મને પ્રોડ્યુસ કરનારા પ્રખ્યાત પ્રોડ્યુસરનુ નિધન, કોરોના વાયરસથી ઝઝૂમી રહ્યા હતા

કોરોના કાળમાં એક પછી એક માઠા સમાચાર આવી રહ્યા છે. કોરોના વાયરસે લાખો લોકોનો ભોગ લીધો છે. જેમાં બોલીવુડના પણ કેટલાક નામચીન સેલેબ્રિટીઓ સામેલ છે. હાલ જ એક બોલીવુડના જાણીતા પ્રોડ્યુસરનુ પણ નિધન થયું છે.

Image Source

શાહરુખ ખાનની પ્રખ્યાત ફિલ્મો “ચમત્કાર જે 1992માં આવી હતી અને 1995માં આવેલી ફિલ્મ “રામજાને”ના પ્રોડ્યુસર પરવેશ સી. મહેરાનું નિધન થયું છે. તે છેલ્લા એક મહિનાથી કોરોના વાયરસથી ઝઝૂમી રહ્યા હતા. રિપોર્ટ પ્રમાણે તેમને શુક્રવારના રોજ સાંજે 4 વાગે મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા.

Image Source

પરવેશ મહેરાની ઉંમર 71 વર્ષની હતી. તેમના પરિવારની અંદર એક દીકરો અને દીકરી ઉપરાંત એક મોટી બહેન અને ત્રણ નાના ભાઈ ઉમેશ, રાજેશ અને રાજીવ હતા. તે લાંબા સમય સુધી મુંબઈની પ્રખ્યાત મિનરવા સિનેમાના માલિક રહ્યા છે. જ્યાં 1975માં આવેલી સુપરહિટ ફિલ્મ “શોલે” 5 વર્ષ સુધી ચાલતી રહી.

Image Source

શાહરુખની ફિલ્મ “ચમત્કાર” અને “રામજાને” ઉપરાંત પ્રવેશ મહેરાએ “સલાખે (1975), અશાંતિ (1982), આખરી અદાલત (1988), શિકારી: ધ હન્ટર (1991) અને કિલા (1998)” જેવી ફિલ્મોને પણ પ્રોડ્યુસ કરી છે. બોલીવુડમાં તેમનું યોગદાન ખુબ જ સારું રહ્યું છે. તેમના નિધનથી બોલીવુડમાં દુઃખનું વાતાવરણ છે.