લાલ ડ્રેસ વાળી છોકરી સાથે રામ ગોપાલ વર્માએ કર્યો બેહૂદા ડાંસ ! પછી કસમ ખાઇ બોલ્યા- આ હું…

રામ ગોપાલનો આ વીડિયો જોઈ લોકોનો ગુસ્સો સાતમા આસમાને, છોકરી સાથે આ શું શું કર્યું?

ફેમસ ફિલ્મ મેકર રામ ગોપાલ વર્માનો વિવાદો સાથે સંબંધ રહ્યો  છે. ઘણવાર તેઓ તેમની લાઇફને કારણે ચર્ચામાં બનેલા રહે છે. હવે હાલમાં જ તેમનો એક ડાંસ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં રામ ગોપાલ વર્મા ધૂત થઇને એક છોકરી સાથે ડાંસ કરી રહ્યા હોય તેમ જોવા મળી રહ્યુ છે.

આ વાયરલ વીડિયો સુલ્તાનના બર્થ ડે પાર્ટીનો છે, જેમાં રામ ગોપાલ વર્મા પણ સામેલ થયા હતા. એવું કહેવામાં આવી રહ્યુ છે કે, પાર્ટીમાં રામ ગોપાલે ખૂબ પીધી હતી. ધૂત થઇને ઇનાયા સુલ્તાન સાથે તેમણે ડાંસ કર્યો હતો. આ સાથે જ ઇનાયાએ એક તસવીર પણ શેર કરી છે, જેમાં રામ ગોપાલ વર્મા ગળે લગાવતા જોવા મળી રહ્યા છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવતા જ લોકોએ સવાલ ઊભા કરવાના શરૂ કરી દીધા છે. યુઝર્સે વીડિયો પર કમેન્ટ કરતા કહ્યુ કે, રામ ગોપાલ વર્મા પૂરા ધૂત છે અને તેમની ડાંસ કરવાની રીત પણ બિલકુલ બરાબર નથી. જો કે, વિવાદ વધતો જોઇ ઇનાયાએ તસવીર ડિલીટ કરી દીધી.

હવે આ બધા વચ્ચે રામ ગોપાલ વર્માએ પોતાની વાત રાખતા સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી દાવો કર્યો છે કે, તેમાં નજર આવનાર વ્યક્તિ તે નથી. તેને શેર કરતા રામ ગોપાલ વર્માએ લખ્યુ કે, વીડિયોમાં જોવા મળતો વ્યક્તિ હું નથી અને ના સાથે જોવા મળતી યુવતિ ઇનાયા સુલ્તાના છે. હું અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનની કસમ ખાઉં છુ.

જો કે, વાત અહીં ખત્મ નથી થતી. તે બાદ ઇનાયા સુલ્તાને એક તસવીર શેર કરી જેમાં તે બંને વીડિયોમાં જોવા મળતા ડ્રેસમાં જોવા મળી રહ્યા છે. રામ ગોપાલના આ ડાંસને જોઇને લોકોએ તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ, લોકોએ દાવો કર્યો છે કે, વીડિયોમાં જે વ્યક્તિ જોવા મળી રહ્યા છે તે રામ ગોપાલ વર્મા છે.

તમને જણાવી દઇએ કે, આ પહેલા પણ રામ તેમની કો-સ્ટાર સાથે તસવીરમાં તેમની જાંઘ પકડતી જોવા મળ્યા હતા. રામ ગોપાલની ફિલ્મ ડેંજરસનું ટ્રેલર રીલિઝ થતા જ સોશિયલ મીડિયા પર તહેલકો મચી ગયો છે. ટ્રેલરને લાખો વ્યુઝ મળી ચૂક્યા છે. જો કે, ફિલ્મની રીલિઝની હજી કોઇ ઘોષણા કરવામાં આવી નથી.

Shah Jina