મનોરંજન

38 કરોડના વૈભવી ઘરમાં પરિવાર સાથે રહે છે સાઉથનો આ સુપરસ્ટાર, જુઓ લક્ઝરી બંગલાની ક્યારે પણ ના જોયેલી તસ્વીરો

સાઉથ ઇન્ડિયન ફિલ્મ સુપરસ્ટાર ચિરંજીવીનો પુત્ર રામ ચરણ ટોલીવુડના સૌથી ધનિક એક્ટર પૈકી એક છે. 2007 માં ફિલ્મ ‘ચિરુથા’ થી કરિયરની શરૂઆત કરનાર રામ ચરણની ફેન ફોલોઇંગ તેમના પિતાની જેમ છે. રામચરણની ગણતરી સાઉથના સુપરસ્ટારમાં થાય છે જેમણે બોલિવૂડની ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. રામ ચરણ પાસે એક આલિશાન બંગલો છે જ્યાં તે તેના પરિવાર સાથે રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Ram Charan (@alwaysramcharan) on

રામચરણ હૈદરાબાદના જ્યુબિલી હિલ્સના પ્રાઈમ લોકેશનમાં 38 કરોડના બંગલામાં રહે છે. તેમાં વિશ્વ કક્ષાની સુવિધાઓ હાજર છે. ઘરની દિવાલો મોંઘી પેન્ટિંગથી સજાયેલી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રામ ચરણનું આ ઘર સાઉથની કોઈ પણ હસ્તીના સૌથી મોંઘા મકાનો પૈકી એક છે. રામ ચરણ ફિલ્મ અભિનેતા ઉપરાંત એક સફળ ઉદ્યોગપતિ પણ છે.

Image Source

રામ ચરણનું આ ઘર ખૂબ જ સુંદર છે. આ ઘર માટેની વસ્તુઓ વિદેશથી ખરીદવામાં આવી છે. અને ત્યારે જઈને આ ઘર વૈભવી અને આલીશાન બન્યું છે. ઘરની ગેલેરીમાં એક અદભૂત દૃશ્ય જોવા માટે છે.

Image Source

રામચરણ પાસે પહેલાથી જ 100 કરોડ રૂપિયાનો બંગલો છે. રિપોર્ટ અનુસાર, રામ ચરણ આશરે 1300 કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે. રામ ચરણનું પોતાનું એક પ્રોડક્શન હાઉસ પણ છે.

Image Source

રામચરણે એપોલો હોસ્પિટલ્સના એક્ઝિક્યુટિવ ચેરમેન, પ્રતાપ સી રેડ્ડીની પૌત્રી ઉપાસના કામિનેની સાથે લગ્ન કર્યા છે. કામની વાત કરીએ તો, રામચરણ બ્લોકબસ્ટર ફિલ્મ ‘બાહુબલી’ના ડિરેક્ટર એસ.એસ.રાજામૌલીની ફિલ્મ RRR માં કામ કરી રહ્યો છે.

Image Source