આ અરબપતિની પૌત્રી છે RRRના અભિનેતાની પત્ની, કરોડોની પ્રોપર્ટીનો માલિક છે સાઉથનો આ સુપરસ્ટાર

RRR ફિલ્મે 500 કરોડની કમાણી કરી લીધી, ચાલો આજે મળીએ RRR ના દિગ્ગજ હીરોની પત્નીને…

સાઉથ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર રામ ચરણની ફિલ્મ RRR 25 માર્ચના રોજ રિલીઝ થઇ છે અને માત્ર એક જ દિવસમાં તે બ્લોકબસ્ટર બની ગઈ.27 માર્ચ, 1985ના રોજ હૈદરાબાદમાં જન્મેલા રામ ચરણ 37 વર્ષના છે અને પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 2007માં ફિલ્મ ચીરુથા દ્વારા કરી હતી.પોતાની 15 વર્ષની કારકિર્દીમાં રામ ચરણે ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો છે. આજે તમને રામ ચરણની જીવનશૈલી અને તેની લવસ્ટોરી વિષે જણાવીશું.

 

View this post on Instagram

 

A post shared by Ram Charan (@alwaysramcharan)


રામ ચરણ પોતાની શાનદાર લાઈફસ્ટાઇલ માટે ઓળખવામાં આવે છે.રામ ચરણ એક ફિલ્મ માટે 45 કરોડ જેટલી ફી લે છે.મળેલી જાણકારીના આધારે રામ ચરણ 185મિલિયન ડોલર એટલે કે 1387 કરોડ રૂપિયાની પ્રોપર્ટીના માલિક છે. તેની કમાણી માત્ર ફિલ્મો દ્વારા જ નહિ પણ અન્ય બિઝનેસ દ્વારા પણ થાય છે.

રામ ચરણ રાઇડિંગ ક્લબ, ઓબ્સટેકલ રનિંગ સિરીઝ, એરલાઇન કંપની, ડેવિલ્સ સર્કિટ અને કૉનીડેલા પ્રોડક્શન કંપનીના માલિક છે, આ સિવાય ટીવીમાં પણ તેમનો અમુક હિસ્સો છે. રામ ચરણ એરલાઇન કંપની ટુજેટના ડાયરેક્ટર છે જેનું હેડ ક્વાર્ટર હૈદરાબાદમાં છે. આ એરલાઇન્સ સાઉથના સિવાય મહારાષ્ટ્ર અને ગોવામાં સક્રિય છે.

રામ ચરણે વર્ષ 2019માં હૈદરાબાદમાં શાનદાર બંગલો ખરીદ્યો હતો જેની કિંમત ત્યારે 38 કરોડ રૂપિયા હતી. જો કે પહેલાથી જ તેની પાસે એક આલીશાન ઘર છે જેની કિંમત 100 કરોડથી પણ વધારે છે, આ આલીશાન ઘરમાં સુખ સુવિધાની તમામ વસ્તુઓ ઉપલબ્ધ છે. રામ ચરણ ફિલ્મોની સાથે સાથે ઘણી બ્રાન્ડની જાહેરાતો પણ કરે છે.જેના માટે તે 2 કરોડ જેટલી ફી વસુલે છે. રામ ચરણ અનેક લગ્ઝરી ગાડીઓના માલિક પણ છે.

રામચરણ સુપરસ્ટાર ચિરંજીવીના દીકરા છે અને તેણે વર્ષ 2012માં એપોલો હોસ્પિટલના ચેરમને પ્રતાપ સી રેડ્ડીની પૌત્રી ઉપાસના ક્મીનેની સાથે લગ્ન કર્યા હતા.બને એકબીજાને કોલેજના સમયમાં મળ્યા હતા અને એકબીજાના સારા એવા મિત્રો હતા.ઉપાસના એક બિઝનેસ વુમન છે અને તે પોતાના કામની સાથે સાથે પરિવારને પણ પૂરતો સમય આપે છે.

જો કે બંને એકબીજાને સારા મિત્રો માનતા હતા અને પ્રેમનો અહેસાસ ત્યારે થયો જ્યારે રામ ચરણ કામની બાબતે વિદેશ ગયા હતા.ત્યારે બંનેએ એકબીજાની યાદો સતાવવા લાગી હતી અને અહેસાસ થયો કે બંને મિત્રો કરતા પણ વધારે છે, રામ ચરણની ફિલ્મ મગધીરાના રિલીઝ પછી રામ અને ઉપાસના એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા.

જેના પછી બંનેએ વર્ષ 2011માં સગાઈ કરી હતી અને માત્ર એક વર્ષમાં જ બંનેએ લગ્ન કરી લીધા હતા.બંનેએ પરિવાર અને અમુક ખાસ મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા અને લગ્ન પછી બંનેએ ગ્રાન્ડ રીશેપ્શન પાર્ટીનું આયોજન કર્યું ટ્યું હતું જેમાં ફિલ્મી જગત,બિઝનેસ જગતથી લઈને રાજનીતિના દિગ્ગજ લોકોએ હાજરી આપી હતી.

 

Krishna Patel