ખબર

રિયલ લાઈફ રાવણ અને રામ વચ્ચે ગાઢ મિત્રતા, જુઓ તસ્વીર એક ક્લિકે

લોકડાઉનને કારણે રામાયણ ફરીથી દૂરદર્શન પરત પ્રસારિત થઈ રહી છે. આ ધાર્મિક સીરિયલે ટીવી દુનિયાને હચમચાવી નાખી. 80ના દાયકાની રામાનંદ સાગરની સીરિયલ રામાયણ એ આજકાલ બધી જ સીરિયલના ટીઆરપીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.

Image source

થોડા દિવસ પહેલા રામાયણમાં બતાવવામાં આવ્યું હતું કે, રામે સીરિયલમાં રાવણનો વધ કર્યો હતો જેમાં ભગવાન રામે રાવણને મારી નાખતાંની સાથે જ ટ્વિટર ટ્રેન્ડ શરૂ થયો હતો.

Image source

આ વચ્ચે સીરિયલના રામ અને રાવણ એટલે કે અરુણ ગોવિલ અને અરવિંદ ત્રિવેદીની તસ્વીર વાયરલ થઈ રહી છે. આ તસ્વીરમાં બંનેની  મિત્રતા જોવા મળે છે.

આ વાયરલ થયેલી બંનેની આ તસવીર ‘રામાયણ’ના શૂટિંગ દરમિયાનની છે. જેમાં રામ અને રાવણ વચ્ચે ગાઢ મિત્રતા જોવા મળી રહી છે.

Image source

આ વાયરલ તસવીરમાં રામ અને રાવણ હાથ મિલાવતા જોવા મળી રહ્યા છે. અરૂણ ગોવિલે આ તસવીર શેર કર્યા બાદ તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

 

View this post on Instagram

 

#ramayana #ramayan

A post shared by Ramayan (@ramanandsagarramayan) on

દેશમાં કોરોના વાયરસને કારણે લોકડાઉનની હોય જેના કારણે તમામ ફિલ્મો અને ટીવી સિરિયલોનું શૂટિંગ પણ બંધ થઈ ગયું છે. આવી સ્થિતિમાં ડી.ડી. ભારતીએ રામાયણનો ફરીથી પ્રસારણ કરવાનું નક્કી કર્યું અને તેનો પહેલો એપિસોડ 28 માર્ચે પ્રસારિત કરવામાં આવ્યો હતો.

Image source

રામાયણના રાવણએટલે કે અરવિદ ત્રિવેદી ગુજરાતી મૂળના કલાકાર છે. તેઓ મુંબઈમાં રહેતા હોય અનેક ફિલ્મોમાં અને નાટકોમાં જોવા મળે છે. અરવિંદ ત્રિવેદીએ 250 થી વધુ ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું છે. અરવિંદ ત્રિવેદીએ આ વખતે પુન: પ્રસારણ દરમિયાન જ્યારે સીતા હરણનું દૃશ્ય નિહાળ્યું ત્યારે તેઓ પણ ટીવી સ્ક્રિન સામે ભાવૂક બન્યા હતા અને તેમણે બે હાથ જોડ્યા હતા.

 

View this post on Instagram

 

#ramayana #ramayan

A post shared by Ramayan (@ramanandsagarramayan) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.