ખબર મનોરંજન

શું અજય દેવગનની હિરોઈન રકૂલ પ્રીત લોકડાઉંનમાં દારૂ ખરીદવા માટે ઘરેથી બહાર નીકળી હતી? જાણો મામલો

કોરોના મહામારીને લીધે દેશમાં સંપૂર્ણ લોકડાઉંન જાહેર કરવામાં આવેલું છે. જેને લીધે લોકોનું ઘરેથી બહાર નીકળવું પણ મુશ્કેલ થઇ ગયું છે. જો કે જરૂરિયાતમંદ વસ્તુ ખરીદવા માટે જ લોકો ઘરની બહાર નીકળે છે અને સોશિયલ ડીસ્ટન્સનું પાલન પણ કરે છે.

Image Source

એવામાં બોલીવુડ ફિલ્મસ્ટાર્સને પણ પોતાના જીવન જરૂરિયાતની વસ્તુ ખરીદવા માટે ઘરની બહાર નીકળવું પડે છે. એવામાં હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર એક બૉલીવુડ ફિલ્મ જગતની અભિનેત્રીનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. લોકોનું માનવું છે કે આ અભિનેત્રી શરાબ ખરીદવા માટે ઘરેથી બહાર નીકળી હતી.

Image Source

જો કે તેનો ચેહરો માસ્કથી ઢંકાયેલો હતો જેને લીધે પહેલા તો લોકો તેને સ્પષ્ટ ઓળખી શક્યા ન હતા. અમુક લોકોનું માનવું છે કે તે ‘દે દે પ્યાર દે દે’ ફિલ્મની અભિનેત્રી રકૂલ પ્રીત સિંહ છે તો બીજી તરફ લોકોનું કહેવું છે કે દીપિકા પાદુકોણ છે.

Image Source

જો કે મળેલી જાણકારી અને રકૂલ પ્રીતના ટ્વીટને લીધે એ વાત સ્પષ્ટ થઇ ગઈ કે વીડિયોમાં દેખાતી આ અભિનેત્રી દીપિકા નહિ પણ રકૂલ પ્રીત સિંહ છે. વિડીયો બાંદ્રાના પાલી હિલ લોકેશન રકુલના ઘરની નજીકનો જ છે. રકૂલનો આ વિડીયો 5 મૈ ના રોજ લેવામાં આવ્યો છે.

Image Source

જણાવી દઈએ કે 4 મૈ ના રોજ મહારાષ્ટ્ર્ર સહિત અન્ય રાજ્યોમાં દારૂની દુકાનો ખોલવામાં આવી હતી. જો કે કોરોના વાયરસના સંક્રમણના વધતા કેસને લીધે 6 મૈ ના રોજ દુકાનો ફરીથી બંધ કરી દેવામાં આવી હતી.

Image Source

જો કે દારૂ ખરીદવા જવાની વાતની જાણ થતા જ રકુલ પ્રીતે એક ટ્વીટ દ્વારા લોકોને જવાબ આપ્યો હતો કે આખરે તે દારૂ લેવા માટે ગઈ હતી કે બીજું કઈ? રકૂલ પ્રીતે ટ્વીટ કરતા કહ્યું કે,” અરે વાહ, મને એ ખબર ન હતી કે મેડિકલ સ્ટોર વાળા આજ-કાળ દારૂ પણ વહ્નેચી રહ્યા છે”. રકુલના આવા ટ્વીટથી એ સ્પષ્ટ થઇ ગયું છે કે તે મેડિકલ સ્ટોર પર દવાઓ તથા અન્ય વસ્તુઓ લેવા માટે ગઈ હતી અને વીડિયોમાં તેની પાછળ દવાની દુકાન પણ દેખાઈ રહી છે.

વર્કફ્રન્ટની વાત કરીયે તો રકૂલ પ્રીત સિંહ છેલ્લી વાર ફિલ્મ ‘શિમલા મિર્ચ’ માં જોવા મળી હતી. જેમાં તેની સાથે હેમા માલિની અને રાજ કુમાર રાવ પણ ખાસ કિરદારમાં હતા. જ્યારે લોકડાઉંન લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે તે અર્જુન કપૂરની સાથે ‘અનામ’ ફિલ્મમની શૂટિંગ કરી રહી હતી. તેના સિવાય તે કલમ હસનની ફિલ્મ ‘ઇન્ડિયન-૨’ માં પણ કામ કરી રહી છે.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.