જેકી ભગનાનીની અર્ધાંગિની બની રકુલ પ્રીત સિંહ, શીખ અને સિંધી રિવાજ મુજબ ગોવામાં ભવ્ય લગ્ન થયા સંપન્ન- જુઓ કપલની તસવીરો

21 ફેબ્રુઆરીએ આખરે રકુલ પ્રીત સિંહ જેકી ભગનાનીની ઓફિશિયલ વાઇફ બની ગઇ, કપલે ગોવામાં બે રિવાજો અનુસાર લગ્ન કર્યા હતા. રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીએ પહેલા આનંદ કારજ એટલે કે શીખ પરંપરાથી લગ્ન કર્યા અને તે બાદ સિંધી રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા.

સોમવારથી ગોવામાં બંનેના લગ્નની વિધિઓ ચાલી રહી હતી, ત્યારે કપલના લગ્નમાં સામેલ થવા માટે અર્જુન કપૂર, વરુણ ધવન-નતાશા દલાલ, આયુષ્માન ખુરાના-તાહિરા કશ્યપ, શિલ્પા શેટ્ટી-રાજ કુન્દ્રા, આદિત્ય રોય કપૂર-અનન્યા પાંડે સહિત ઘણા સ્ટાર્સ ગોવા પહોંચ્યા હતા. 21 ફેબ્રુઆરીએ લગ્ન પહેલા એટલે કે 20 તારીખે કપલની સંગીત સેરેમની યોજાઇ હતી.

સંગીત નાઇટમાં એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ તેના પતિ રાજ કુન્દ્રા સાથે ધમાકેદાર ડાંસ કર્યો હતો, જ્યારે અભિનેતા રિતેશ દેશમુખ અને ભૂમિ પેડનેકરે પ્રોગ્રામ હોસ્ટ કર્યો હતો. રકુલ અને જેકીના લગ્નમાં હાજરી આપવા માટે બોલિવૂડ અને ગ્લેમર ઈન્ડસ્ટ્રીના ઘણા લોકો પહેલાથી જ ગોવા પહોંચી ગયા હતા.

બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે પણ તેના રૂમર્ડ બોયફ્રેન્ડ આદિત્ય રોય કપૂર સાથે પહોચી હતી અને આ પહેલા શાહિદ કપૂર તેની પત્ની મીરા રાજપૂત સાથે ગોવા પહોંચ્યો હતો. એવા અહેવાલો છે કે રકુલની ચુડા સેરેમની લગ્ન પહેલા સવારે થઈ હતી.રકુલના માતા-પિતા ગોવામાં વેન્યુ બહાર પેપરાજીઓ અને મહેમાનોને ગ્રીટ કરતા જોવા મળ્યા હતા.

બંનેએ જણાવ્યું હતુ કે- લગ્ન પછી રકુલ અને જેકી ભગનાની બહાર આવશે અને તસવીરો ક્લિક કરાવશે. આ ઉપરાંત રકુલ-જેકીની મહેંદી સેરેમની પણ ખૂબ સરસ રીતે યોજાઇ હતી. ભૂમિની બહેન સમીક્ષા પેડનેકરે ઈન્સ્ટા પર રકુલ અને જેકીના મહેંદી ફંક્શનની ઘણી તસવીરો શેર કરી હતી. તસવીરોમાં બંને બહેનોની મહેંદી જોવા મળી હતી.

આ ઉપરાંત સમિક્ષાએ ઇન્સ્ટા પર એક વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં અભિનેત્રી તેની બહેન સાથે ફ્લોરલ લહેંગામાં ખૂબ જ સુંદર જોવા મળી રહી હતી. વીડિયોમાં બંને બહેનો રકુલ અને જેકીના લગ્ન સ્થળે ખૂબ જ મસ્તી કરતી જોવા મળે છે. વરુણ ધવન પણ તેની પત્ની નતાશા દલાલ સાથે જેકી અને રકુલના લગ્નમાં પહોંચ્યો હતો.

અભિનેતાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર તેના ચાહકો સાથે સ્થળ પરથી ભોજનની કેટલીક તસવીરો પણ શેર કરી હતી. ઉલ્લેખનીય છે કે, રકુલ પ્રીત અને જેકી ભગનાનીએ વિદેશના બદલે ભારતમાં લગ્ન કરવાનો નિર્ણય લીધો. કપલના સાઉથ ગોવામાં સ્થિત ITC ગ્રાન્ડ હોટલમાં થયા, આ લક્ઝુરિયસ હોટેલ બીચ પર આવેલી છે.

અહેવાલ અનુસાર, રકુલ અને જેકીએ ગોવામાં જ કેમ લગ્ન કરવાનું નક્કી કર્યુ તો આ પાછળ એક મોટું કારણ છે, બંનેની લવસ્ટોરી આ સુંદર જગ્યાએથી શરૂ થઈ હતી અને માટે આ સ્થળ સાથે તેમનું ભાવનાત્મક જોડાણ છે. રકુલ-જેકીના રિલેશનની વાત કરીએ તો, બંનેએ તેમના સંબંધોને 2022માં ઓફિશિયલ કર્યા હતા. એક્ટ્રેસે જન્મદિવસ પર રોમેન્ટિક ફોટો પોસ્ટ કરી જેકી સાથેના સંબંધોની પુષ્ટિ કરી હતી.

રકુલે જેકીને તે વર્ષની સૌથી મોટી ભેટ પણ ગણાવી હતી. રકુલે એક ઇન્ટરવ્યુમાં લવસ્ટોરી વિશે જણાવ્યુ હતું કે તે બંને પાડોશી હતાં, પણ તેમણે ક્યારેય વાત નહોતી કરી અને બંનેની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ. આ મુલાકાત બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ અને મિત્રતાના થોડા સમય પછી જ બંને એકબીજાને ડેટ કરવા લાગ્યાં.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina