મનોરંજન

WOW: રકુલ પ્રીત સિંહ આપે છે ફિટનેસ ગોલ, બોડી હેગિંગ ટોપમાં ફ્લોન્ટ કરે છે સુપર ફિગર

અજય દેવગણની અભિનેત્રી મલાઈકા, કરીનાને આપે છે ટક્કર…7 PHOTOS જોઈને અરમાન ખુશ થઇ જશે

રકુલ પ્રીત સિંહ માત્ર ખૂબસુરતી નહિ પરંતુ ફિટ ફિગરની પણ માલકિન છે, જો કે, તેને મેનટેન રાખવા માટે અદાકારા ખૂબ જ પરસેવો પાડે છે. તે તેની ફિટનેસને પણ ખૂબ જ ફ્લોન્ટ કરે છે. તેના માટે તે આઉટફિટ પણ ફિટેડ પસંદ કરે છે.

આજકાલ રકુલને ફિટેડ અને સ્લિમફિટ ટોપમાં ઘણી સ્પોટ કરવામાં આવે છે. રકુલને હમણા જ હાઇ નેક સ્કિન હગિંગ ટોપમાં સ્પોટ કરવામાં આવી હતી, જે ક્રોપ્ડ સ્ટાઇલમાં હતુ. તેણે તેને હાઇ રાઇઝ જીન્સ સાથે કેરી કર્યુ હતુ.

રકુલને થોડા સમય પહેલા ગ્રીન શેડના ટોપ સાથે સ્પોટ કરવામાં આવી હતી. આ સાથે તેણે બ્લુ કલરની રિપ્ડ જીન્સ મેચ કરી હતી.

રકુલ આ આઉટફિટમાં તેના ટોન્ડ એબ્ડમન ફ્લોન્ટ કરી રહી છે, જે ફિટનેસ ગોલ આપતા દેખાઇ રહ્યા છે.

રકુલને તેના ઘરની બહાર વ્હાઇટ અને બ્લેક કોમ્બિનેશનના આઉટફિટમાં સ્પોટ કરવામાં આવી હતી, તેમાં તે ઘણી જ સ્ટાઇલિશ અને એટ્રેક્ટિવ લાગી રહી હતી.

બોડી હેગિંગ ટોપ્સમાં રકુલ પાસે ઘણુ કલેક્શન છે. તેને પહેલા પિંક કલરના લો કટ બ્લેક ટોપમાં સ્પોટ કરવામાં આવી હતી. જેની સાથે તેણે બેગી જીન્સ મેચ કર્યુ હતુ.

રકુલ પાસે કેટલીક એવી ડ્રેસ પણ છે જે બોડી હેગિંગ ડિઝાઇનમાં છે. તેમાં અદાકારા તેના ટોન્ડ ફિગરને ફ્લોન્ટ કરતા સ્ટાઇલ ગોલ આપતી જોવા મળે છે.