
રક્ષાબંધન…
શ્રાવણસુદ પૂર્ણિમા, રક્ષાબંધન આજનો દિવસ દરેક ભાઈ બહેન માટે ખુબ જ મહત્વ નો હોય છે. દરેક બહેન આ દિવસ ની આતુરતા પુર્વક રાહ જોવે છે.
કયારે રક્ષાબંધન આવે ને મારા વીરા હાથે રાખડી બાધુ. અને મારા વીરા ના જીવન મા કોઈ મુશ્કેલી આવે તો મારી રાખડી ઢાલ બનીને કામ આવે. એમ વીરો પણ બેનની રક્ષા કરવાનુ વચન આપે છે.
આજે સવાર થીનેહા ખુબ ઉદાસ છે કોઈ જોડે બોલતી નથી ને ચુપચાપ ઘરમા કામ કરે જાય છે.અનહદ પ્રેમ હોવા છતા આજે નેહા પોતાના વહાલસોયા ભાઈ ને રાખડી બાંધવા નથી જતી!!!!!!
શુ છે એવુ ?????
આખો દિવસ મહેમાનો ની અવર જવર ચાલુ હોય છે, નેહા નો પતિ નૈતિક બધુ જાણે છે સાજે નેહા નો મૂડ લાવવા એને ગાર્ડન મા લઈ જાય છે પણ નેહા કોઈ બોલતી નથી.
ગાર્ડન મા બેઠા પછી પણ નૈતિક ખુબ વાતો કરે છે પણ નેહા બસ જોયે જ રાખે છે કોઈ જવાબ નથી આપતી.
એજ ગાર્ડન મા સામે બેઠેલી બીજી બે સ્ત્રી ઓ આ બન્ને ને જોવે છે ને વાતો કરે છે કે રોજ હસતું ખેલતુ આ કપલ આજે કેમ દુઃખી છે? પહેલી સ્ત્રી કહે ઝગડો થયો હશે??
બીજી કહે તને ખબર છે કેમ આજે નેહા દુઃખી છે????
નેહાનુ પિયર રાણીપ મા છે નેહા વાડજ રહે છે પહેલી સ્ત્રી બીજી ને કહે છે, તને ખબર નથી આજ ના દિવસે નેહા ના માથે આભ તૂટી પડે એવી મુસીબત આવી હતી. ખુબ પ્રેમ કરે છે નેહા એના ભાઈને પણ ભગવાન કયારે કોને કેવો સમય બતાવે છે એ કયા ખબર હોય છે.
નેહા ને રક્ષાબંધન ના દિવસે પિયર જવામાં મોડું થાય તો ભાઈ સામે લેવા આવી ને ઊભો હોય .બસ મારી બેના એટલે દરેક વાત નો છેડો.બેન કહે એજ થાય .અરે નેહા એ કહયુ એજ છોકરી જોડે એના ભાઈએ લગન કરી દીધા.
નેહા ને ભાઈ જેટલો પ્રેમ કરે છે એનાથી વધારે ભાભી પણ ,સગી બહેન થી પણ વધારે હેત હોય છે. ભાઈ ના લગન ના 5વર્ષ મા ભાભી એ બે પુત્ર નો જન્મ , નેહા તો ભાઈ -ભાભી ,ને ભત્રીજા ને મમ્મી પપ્પા. ભગવાને બધી ખુશી એની જોલી મા ભરી દીધી.
નેહા પણ પતિ ને બાળકો જોડે ખુશ .એમા પણ પિયર નજીક ,પછી પૂછવું જ શુ ? કોઈ એવો રવિવાર નહી હોય કે નેહા ભાઈ પાસે ગ ઈ ના હોય ને ભાઈ પણ કોઈ પણ વાત હોય,બેન ને કહ્યા વગર ના ચાલે.
બીજી સ્ત્રી ને જાણવા ની તાલાવેલી હોય છે કે આટલો ભાઈ બહેન વચ્ચે અઢળક પ્રેમ હોવા છતા નેહા કઃમ નથી જતી પોતાનાં વહાલસોયા ભાઈ ને રાખડી બાંધવા? મે તો એને રાખડી ખરીદતા જોઈ છે!!!
ત્યારે પહેલી સ્ત્રી કહે આ ભાઈ બહેન ના પ્રેમ ને નઝર લાગી જાય છે. રક્ષાબંધન ના પવિત્ર તહેવાર ના દિવસે જ નેહા ના ભાઈ નુ મૃત્યુ થાય છે .ક ઈ બહેન આ આવતા સહન કરી શકે ને એ પણ આ દિવસે?
બીજી સ્ત્રી કહે શુ થયુ નેહા ના ભાઈ ને કોઈ અકસ્માત થયો .તો??
પહેલી કહે ના એનાથી પણ વધારે!!!!
ને ખુબ નિસાસા સાથે કહે છે કે નેહા નો ભાઈ કંપની ના કામ થી મુંબઇ ટ્રેનીંગ મા જાય છે .એક અઠવાડિયું તો કામ મા પસાર થયુ ને . બીજા સાથી મિત્રો સાથે નેહા નો ભાઈ પણ રવિવાર ના દિવસે ફરવા જવા લાગ્યો. બધા મિત્રો કહે કંટાળો આવે છે પણ સારુ છે કે રવિવાર ની રજા છે આ મહાનગરની મા મજા આવે છે ફરવાની.
આમ 2મહીના પછી તો ખરાબ મિત્રો ની સોબત લાગે છે ને મુંબઈ જેને મહાનગરની કહે છે એ માયાનગરી મા નેહા નો ભાઈ બદનામ ગલી મા જવા લાગે છે.6મહિના ની ટ્રેનિંગ પુરી થાય ત્યા સુધી પોતાની વાસના સંતોષવા પોતાના જીવનને બરબાદ કરી ચુકયો હોય છે.
ટ્રેનિંગ પુરી થતા અમદાવાદ આવે છે ને ટુંક જ સમય મા નેહા એના સગાની દીકરી નુ માગુ લાવે છે ,ને પહેલા સગાઈ ને પછી લગ્ન. ખુબ ધામધુમથી ભાઈ ના લગ્ન કરાવે છે પે બેની નો હરખ સમાતો નથી.
પરંતું કાલ ને ક ઈ જુદુ જ મંજુર હોય છે આજ થી 20વર્ષ પહેલા આટલી એઈડસ ની જાગરૂકતા ન હતી ભાભી ગામડા ની હોય છે બનને દિકરા નો જનમ ગામડે થાય છે ને અત્યાર ની જેમ બધા રીપોર્ટ નુ મહત્વ ન હતુ. નહી તો આ પરીવાર નકકી બચી જાત.
સમય એનુ કામ કરે છે નાનો દિકરો 3વર્ષ ને મોટો 5વર્ષ નો હોય છે ને નેહા ના ભાઈ ને તાવ આવે છે.ખુબ દવા લેવા છતા રાહત થતી નથી.દવા દુઆ મા નેહા ને નૈતિક કયાય,પાછી પાની કરતા નથી.
પરંતુ જયારે સારુ રીઝલ્ટ ના આવતા ડૉક્ટર એઈડસ નો ટેસ્ટ કરાવે છે જે પોઝીટીવ આવે છે નેહા ના પરીવાર પર કપરો સમય હોય છે ઘણો દવા છતા નેહા નો ભાઈ રક્ષાબંધન ના દિવસે પ્રાણ છોડે છે .ને એના 2મહીના મા તો ભાભી ને બન્ને ભત્રીજા સહિત આખો પરિવાર કાળનો કોળીયો બની જાય છે.
નેહા ખુબ રડે છે થોડા દિવસ તો એને ખાવા પીવાનુ કોઈ ભાન નથી હોતુ.પરંતુ નૈતિક ની સારુ સંભાળ ના કારણે થોડું વ્યવસ્થિત થાય છે ને એના એકજ વર્ષ મા માતા પિતા પણ આવા જુવાન જોન પરીવાર ના મોત નો આઘાત સહન ન થતા અનંત ની યાત્રા એ નીકળી જાય છે.
નેહા ખુબ વિચારે છે કે આ રોગ કયાંથી આવ્યો ત્યારે એના ભાઈના ભાઈબંધ એ પુરી વાત કરી .મુંબઈ ની ટ્રેનિંગ ની …
પોતાની એકલતા મિટાવવા. ને શોખ ખાતર ને.આ નો આખો પરિવાર કાળનો કોળીયો બની જાય છે. ને ખુબ પ્રેમ કરતી વહાલસોયી બેન ને કાયમ માટે રડતી મુકી ને જાય છે.
ખુબ સલામતી ને સાવચેતી થી જીવન જીવવાની જરુર છે એક નાની ભુલ કેટલાય પરીવાર બરબાદ કરી દે છે…અસ્તુ…..
લેખક: ભાવના મેવાડા પાલનપુર
Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.