ખુશખબરી : આ રક્ષાબંધન પર આ 5 રાશિના લોકો પર વરસશે ભગવાનનો આશીર્વાદ, દરેક સમસ્યાઓ થઇ જશે દૂર…

આવતા રવિવારે રક્ષાબંધન ફેસ્ટિવલ આવી રહ્યું છે. ભારતના મુખ્ય તહેવારોમાંથી એક છે આ તહેવાર. લાડલા ભાઈઓ માટે સુંદર રાખડીઓ અને બહેન માટે શાનદાર ભેટો ખરીદવામાં આવી રહી છે. આ વખતે રક્ષાબંધન 22 ઓગસ્ટ 2021 ના રોજ ઉજવાશે. આ તહેવાર પર, બહેનો તેમના ભાઈઓને રાખડી બાંધે છે અને તેમના સુખી ભવિષ્ય અને લાંબા આયુષ્યની કામના કરે છે. જોકે, આ માટે એ પણ જરૂરી છે કે શુભ મુહૂર્તમાં રાખડી બાંધવામાં આવે.

રવિવારે ૨૨ તારીખે શોભન યોગ સવારે 06:15 થી સવારે 10:34 સુધી રહેશે અને ધનિષ્ઠા નક્ષત્ર સાંજે 07:39 સુધી રહેશે. સવારે 05:50 થી સાંજે 05:58 સુધી રાખડી બાંધી શકાય છે.

અભિજીત મુહૂર્ત: – બપોરે 12:04 થી 12:58 મિનિટ સુધી અમૃત કાળ:- સવારે 09:34 થી 11:07 સુધી બ્રહ્મ મુહૂર્ત:- 04:33 થી 05:21 સુધી

રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધવાનું મુહૂર્ત જોતી હોય છે. ત્યારે આ વર્ષે રાખડી બાંધવાનું મુહૂર્ત ઘણું લાંબુ છે. આ અવસર પર આ  5 રાશિઓ પર વરસશે ભગવાનનો આશીર્વાદ અને મળશે અઢળક પ્રેમ.

1. મિથુન રાશિ:

આ વર્ષ રક્ષાબંધન પર આ રાશિના લોકો ખુબ જ ભાગ્યશાળી થવાના છે. તમને ખુબ ખુશીઓ મળશે અને તમારો બિઝનેસ ખુબ ફેલાવાનો છે. શિક્ષાના ક્ષેત્રમાં દરેક વિદ્યાર્થીને સફળતા મળશે જેઓએ દિવસ-રાત મહેનત કરી છે અને તેના દરેક સપનાઓ પુરા થવાના છે. જો તમને ધન સંબંધી સમસ્યા છે તો તેનાથી પણ તમને છુટકારો મળી શકે છે.

2. ધન રાશિ:

ધન રાશિના લોકોને પોતાના માનનીય વડીલોના આશીર્વાદને લઈને પોતાના દિવસની શરૂઆત કરવી જોઈએ. તેનાથી તમને આવનારા જીવનમાં ઘણા ફાયદાઓ થશે. આ રાશિની ઉપર મહાલક્ષ્મીની કૃપા વરસશે, જો તમારું ધન ક્યાંય રોકાયેલું છે તો જલ્દી જ તે તમને મળવાનું છે.

3. કર્ક રાશિ:

કર્ક રાશિના લોકો માટે હવે સમસ્યાનો સામનો કરવાની જરૂર નથી, કેમ કે આ રક્ષાબંધન તમારા માટે ખાસ યોગ લઈને આવ્યા છે. તેમાં તમારે દરેક પ્રકારની સફળતા મળશે પછી તે વિદ્યા સંબંધિત હોય કે પછી પ્રોફેશનલ લાઈફ સાથે સંબંધિત હોય. તમારા બધા જ રોકાયેલા કામ સફળ થવાના આરે છે અને ધન સંબંધી દરેક સમસ્યા આ રક્ષાબંધન પર પુરી થવાની તૈયારીમાં છે.

4. સિંહ રાશિ:

આ રાશિના જાતકો માટે આ રક્ષાબંધન કોઈ સારા સમાચાર લઈને આવશે, તેમને મુશ્કેલીઓ દૂર થશે અને આવક પણ સારી રહેશે. સાથે જ ઘરના વડીલો અને બહેનના આશીર્વાદથી આવનારા દિવસોમાં આર્થિક સ્થિતીમાં સુધારો થશે. નવી યોજનાઓ સફળ થશે. વેપારમાં વૃદ્ધિના યોગ છે.

5. મીન રાશિ:

આ રાશિના લોકોને રક્ષાબંધન પુરા શુભ અવસરમાં મનાવી જોઈએ. પંડિતોને પૂછીને યોગ્ય સમય પર જયારે બહેન ભાઈને રાખડી બાંધે તો તેનું ફળ વધુ શુભ બનવાનું છે. તેમાં બહેનના આશીર્વાદથી ભાઈની પ્રોફેશનલ લાઈફ વધુ મજબૂત બનવાની છે, બસ તેને હંમેશા બહેનની વાત માનવી જોઈએ પછી બહેન નાની હોય કે મોટી.

YC