રસોઈ

રક્ષા બંધન પર આ ખાસ 4 ટેસ્ટી ડીશ બનાવી શકે છે તમારી રાખડી ને સ્પેશિયલ, જાણો સરસ રેસિપી….

તહેવાર ગમે તે હોય પણ તેનાથી મળનારી ખુશીઓ તે સમયે અનેક ગણી વધી જાતિ હોય છે. જયારે તેને મનાવનારા લોકો પોતાના રિશતાની સાથે સાથે મીઠાશ પણ ભેળવી દેતા હોય છે. ભાઈ-બહેન ના આ તહેવાર પર તમે પણ પોતાના રિશતામાં પીરસો આ હેલ્દી ડિશીઝ ની મીઠાશ.1. કાજુ પિસ્તા ચોકો રોલ:
તેને બનાવા માટે એક કપ ગરમ પાણીમાં પિસ્તા ને 5 મિનિટ સુધી પલાળીને રાખો. તેના પછી તેને પીસીને અલગ રાખી દો. એક નોન સ્ટિક કડાઈ માં માવા ને 10 મિનિટ સુધી પકાવીને ઠંડુ થવા માટે રાખી દો. તેના પછી તેમાં કાજુ પાઉડર અને ખાંડનો પાઉડર નાખીને લોટ ની જેમ બાંધી લો. તેના પછી પિસ્તાના મિશ્રણને 5 ઇંચ લાંબા સિલિન્ડરની જેમ બનાવી લો અને તેને કાજુને એક કિનારા પર રાખીને બંને ને સાથે રોલ કરી લો. બચેલા કાજુના મિશ્રણ અને પિસ્તા ના મિશ્રણને આજ રીતે રોલ કરી લો. હવે તેને ચાંદી ના વરખ માં લપેટીને 3 ઇંચ ના ટુકડા માં કાપી લો.

2. ડ્રાઈ ફ્રૂટ કચોરી:ડ્રાઈ ફ્રૂટ કચોરીને બનાવા માટે વધુ સમય નથી લાગતો. તરત જ બનતી આ કચોરીને બનવા માટે સૌથી પહેલા એક કડાઈ માં ઘી ગરમ કરો. તેના પછી તેમાં કાજુ, બદામ, અખરોટ, પિસ્તા નાખીને 2 મિનિટ સુધી સાંતળો અને તેમાં માવો નાખો. હવે તેમાં એલચી પાઉડર, કેસર અને ખાંડ નાખો. લોટ ને ઘી અને પાણી નાખીને મુલાયમ રીતે બાંધી લો. હવે તેને નાના નાના ટુકડાઓમાં અલગ કરો અને તેમાં ડ્રાઈ ફ્રૂટ્સ વાળું મિશ્રણ ભરી દો અને કચોરીને બંધ કરી દો. હવે કડાઈ માં ઘી ગરમ કરો અને કચોરીને ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી તળો. ગરમા ગરમ પીરસો.

3. હરિયાલી પનીર કોફ્તા:એક બાઉલમાં પનીર, બટેટા, કોર્નફ્લોર, નિમક, તીખા માઉડર ને એકસાથે મિલાવી દો. દરેક મિશ્રણને સમાન માત્રામાં ગોલા બનાવી લો. કડાઈમાં તેલ ગરમ કરીને આ ગોલા ને તળી લો. તેના પછી પાલક ને ઉકાળીને તેની પ્યુરી બનાવી લો. કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં લસણ, પાલક ની પ્યુરી ને 2 થી 3 મિનિટ સુધી પકાઓ. તેના પછી તેમા ટમેટાની પ્યુરી નાખો. આ મિશ્રણમાં લાલ મરચા પાઉડર, હળદર પાઉડર, ધાણા પાઉડર, નિમક મિલાવીને 4 થી 5 મિનિટ સુધી પકાઓ. પાણી નાખીને તેના ઉકળવા દો. હવે તેમાં પનીર અને બટેટા ના ગોળા નાખો. તેને 5 થી 7 મિનિટ સુધી પકાઓ. હવે ગરમ મસાલો મિક્સ કરીને ફરીથી પકાઓ. તેના પછી ગરમાગરમ રોટલી ની સાથે તેને પીરસો.

4. ટોકરી ચાટ:ઓવનને 280 ડિગ્રી સેલ્સિયસ પર ગરમ કરી લો. બટેટા ને ક્રશ કરી લો. બચેલા પાણીને અલગ કરી લો. તેમાં ઈંડા, કોર્નફ્લોર અને થોડું નિમક મિલાવો. હવે આ મિશ્રણ ને વાટકાની પાછળ ચિપકાવી દો જેને લીધે તેનો આકાર પણ વાટકા જેવો બની જાશે. તેને 20 મિનિટ સુધી ગોલ્ડ બ્રાઉન થાય ત્યાં સુધી બેક્ડ કરો. તેને ઠંડુ થયા પછી વાટકા થી અલગ કરી લો. આ વચ્ચે અન્ય ચીજોને મિક્સ કરીને ચાટ બનાવી લો. તમારા ટેસ્ટના હિસાબે દરેક ચીજોને વધુ કે ઓછું કરી શકો છો. હવે આ ચાટને બટેટાની બનેલી ટોકરી માં ભરો. ઉપર ધાણા નાખીને સર્વ કરો.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ