આખરે “તારક મહેતા”ને મળી જ ગયા નવા દયાભાભી? ટીવીની સૌથી જૂની અને જાણિતી છે મોહતરમા નિભાવી શકે છે દયાબેનનું પાત્ર

ટીવીનો લોકપ્રિય કોમેડી શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”માં દયાબેનની જલ્દી જ વાપસી થવાની છે. ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે કે એકવાર ફરી દયાબેનના અવતારમાં દિશા વાકાણી નજર આવશે પરંતુ દિશાને એક અદાકારાએ રિપ્લેસ કરી દીધી છે. હવે શોમાં દયાબેનનો રોલ આ નવી અભિનેત્રી નિભાવવા જઇ રહી છે. કેટલાક દિવસ પહેલા ટાઇમ્સ સાથે વાતચીતમાં આસિત મોદીએ કહ્યુ હતુ કે, દયાબેનનું પાત્ર શોમાં જલ્દી જ આવવાનું છે પરંતુ દિશા વાકાણી તેને નહિ નિભાવે, દિશાના રિપ્લેસમેન્ટ માટે ઓડિશન ચાલી રહ્યા છે અને જલ્દી જ નવી અભિનેત્રીને પસંદ કરવામાં આવશે.

ત્યારે હવે મીડિયા રીપોર્ટ્સ અનુસાર દયાબેનનો રોલ ફાઇનલ કરી લેવામાં આવ્યો છે. 90ના દશકના સિટકોમ ‘હમ પાંચ’માં પોતાના પ્રતિષ્ઠિત પાત્ર સ્વીટી માથુર માટે લોકપ્રિય અભિનેત્રી રાખી વિજનને દયાબેનની ભૂમિકા માટે પસંદ કરવામાં આવી છે. જણાવી દઇએ કે, ટીવીની પ્રખ્યાત દિગ્દર્શક એકતા કપૂરનો પહેલો શો ‘હમ પાંચ’ હતો. ઉલ્લેખનીય છે કે શોના દર્શકો તેમની ફેવરિટ દયાભાભી એટલે કે દિશા વાકાણીને લાંબા સમયથી મિસ કરી રહ્યા છે. દિશા વાકાણીએ લાંબા સમય સુધી દયાબેનનું પાત્ર ભજવ્યું હતું.

દિશા વાકાણીએ સપ્ટેમ્બર 2017માં મેટરનિટી બ્રેક લીધો હતો અને તે હજી સુધી શોમાં પરત આવી નથી. ત્યારથી મેકર્સ અને ફેન્સ તેની રાહ જોઈ રહ્યા હતા. ઘણી વખત સમાચાર આવ્યા હતા કે દિશા વાપસી કરી રહી છે પરંતુ હવે તેની વાપસીની તમામ શક્યતાઓ સમાપ્ત થઈ ગઈ છે. મેકર્સે દયાબેનનું પાત્ર ભજવવા માટે રાખી વિજાનનો સંપર્ક કર્યો હતો. તેની કોમિક ટાઈમિંગ સારી છે. તે અગાઉ ‘દેખ ભાઈ દેખ’, ‘બનેગી અપની બાત’, ‘નાગિન 4’ જેવા શોનો ભાગ રહી ચૂકી છે.

તેણે ‘ગોલમાલ રિટર્ન્સ’ જેવી બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે અને તે ‘બિગ બોસ 2’નો ભાગ પણ રહી ચૂકી છે. જાણીતી ટીવી એક્ટ્રેસ રાખી વિજનને લગભગ દરેક લોકો જાણતા હશે. રાખી એક એવી અભિનેત્રી છે જેણે દરેક બાળકનું બાળપણ મનોરંજનથી ભરી દીધું છે. તેની સૌથી જૂની સીરીયલ હમ પાંચ ટીવીનો સૌથી હિટ શો હતો, જેમાં રાખીનો રોલ ઘણો રસપ્રદ હતો. હવે અહેવાલો અનુસાર, રાખી વિજન ફરી એકવાર ટીવી પર પાછી ફરી રહી છે.

જો કે આ સમાચારની હજુ પુષ્ટિ થઈ નથી, પરંતુ ‘IANS’ અનુસાર, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનના રોલ માટે રાખીનો સંપર્ક કરવામાં આવ્યો છે. રાખી વિજને અભિનેત્રી રવીના ટંડનના ભાઈ રાજીવ ટંડન સાથે લગ્ન કર્યા છે.

Shah Jina