દુઃખદ: રાખી સાવંતની માતાનું આ ભયાનક બીમારીથી થયું નિધન, મારી માં મરી ગઈ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી રાખી

લોકોને એન્ટર્ટેઈન્ટ કરવાતી બૉલીવુડ અભિનેત્રી રાખી સાવંત માટે ગઈકાલનો દિવસ 28 જાન્યુઆરી દુઃખદ સાબિત થયો છેગઈકાલે બોલીવુડની એક્ટ્રેસ રાખી સાવંતના મમ્મી જયાનું મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરનાં કારણે નિધન થયું છે. તેઓ ઘણા ટાઇમથી મુંબઈની ટાટા મેમોરિયલ કેન્સર હોસ્પિટલમાં એડમિટ હતા, પછી તેમને મગજની ગાંઠની સારવાર ચાલી રહી હતી. બોલીવૂડ અભિનેત્રી રાખી સાવંતે પોતાની માતાના નિધનના સમાચારની પુષ્ટિ કરી છે.

બોલીવૂડ અભિનેત્રી રાખી સાવંતએ જણાવ્યું કે તેમના મમ્મી જયાએ દુનિયાને અલવિદા કહી દીધું છે. તેણે કહ્યું, ‘મા હવે નથી રહ્યા’. રાખી સાવંતે જણાવ્યું કે માતાનું મલ્ટીપલ ઓર્ગન ફેલ થઈ ગયું હતું અને તેની હેલ્થ બહુ જ નાજુક હતી. કેન્સર કિડની અને ફેફસામાં ફેલાઈ ગયું હતું. માતાના મૃત્યુની વાત કરતા રાખી રડવા લાગી હતી.

માતાના મૃત્યુ સમયે રાખી તેમની સાથે હતી. જણાવી દઈએ કે અભિનેત્રી રાખી સાવંતની મમ્મી જયા છેલ્લા 3 વર્ષથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. તેમની સતત સારવાર ચાલી રહી હતી, પરંતુ અફસોસ કે ડોક્ટરોના તમામ પ્રયાસો છતાં તેમને બચાવી શકયા ન હતા.

તમને જાણવી દઈએ કે હજુ તો થોડા દિવસો પહેલા જ રાખી મરાઠી બિગ બોસ શોમાંથી બહાર આવતાની સાથે જ તેની માતાની ખરાબ તબિયત અંગે ખબર પડી હતી. જેને લીધે અભિનેત્રીએ બિગ બોસ હાઉસ છોડી સીધી હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી.

જ્યાંથી રાખી સાવંતે લાઈવ સેશન કર્યું હતું અને પોતાની માતાની તબિયત અંગે ચાહકોને માહિતી આપી હતી. એટલું જ નહીં તેણીએ ચોધાર આશુએ રડી રડીને કહ્યું હતું કે તેની માતાને કેન્સર પછી બ્રેઈન ટ્યુમર થયું હતું. જે હાલ સારવાર હેઠળ હોસ્પિટલમાં હોવાનું કહ્યું હતું. ત્યારબાદ રાખીએ આદિલ સાથેના તેના લગ્ન વિશે માહિતી આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

YC