રાખી સાવંતનો મોટો ધડાકો…. કરીનાના લાડલા તૈમુર સાથે આવા સંબંધ બનવવા માંગે છે

રાખી સાવંતે તૈમુર સાથે આવા સંબંધ બનાવવા માંગે છે, જાણીને કરીનાના ફેન્સને લાગ્યો ઝાટકો

બોલીવુડની અંદર ડ્રામાં ક્વિન તરીકે ઓળખાનાર અભિનેત્રી રાખી સાવંત તેના નિવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. રાખી સાવંત સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ જ છવાયેલી રહેતી હોય છે. તેની હરકોતો અને તેના નિવેદનો ઘણીવાર એવા હાસ્યાસ્પદ હોય છે કે ઘણા લોકોને રાખીને ટ્રોલ કરવાનો મોકો પણ મળી જાય છે.

હાલમાં જ રાખી સાવંતને કેમેરામાં કેદ કરવામાં આવી હતી, જ્યાં તે કરીના અને સૈફ અલી ખાનના મોટા દીકરા તૈમુર વિશે વાત કરતી નજર આવી. આ દરમિયાન તેને જે તૈમુર વિશે કહ્યું તે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યું છે, અને ઘણા લોકો હવે આ નિવેદન ઉપર પોતાના હાસ્યાસ્પદ પ્રતિભાવ પણ આપી રહ્યા છે.

રાખી સાવંતે તૈમુરની માતા બનવાની ઈચ્છા વ્યક્ત કરી. રાખીએ જણાવ્યું કે “તૈમુર ખુબ જ ક્યૂટ છે. તે સુપરસ્ટાર બનવાનો છે. જયારે તૈમુર મોટો થશે ત્યારે હું તેની માતાનો રોલ કરવા ઈચ્છીશ.” સોશિયલ મીડિયામાં હવે રાખી દ્વારા આપવામાં આવેલું આ નિવેદન ખુબ જ ચર્ચામાં ચાલી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે હાલમાં જ રાખી સાવંતનું એક ગીત “ડ્રિમ મેં એન્ટ્રી” રિલીઝ થયું છે. આ ગીતને દર્શકોનો ખુબ જ પ્રેમ મળી રહ્યો છે. હાલમાં જ રાખીએ પોતાની ટીમ અને મીડિયા સાથે સફળતાનો જશ્ન પણ મનાવ્યો હતો.

Niraj Patel