મનોરંજન

માત્ર 50 રૂપિયામાં અનિલ અંબાણીના લગ્નમાં પીરસવાનું કામ કરતી હતી રાખી સાવંત, આજે જીવે છે વૈભવી લાઈફ

અભિનેત્રી રાખી સાવંત આજે દુનિયાભરમાં ઓળખાય છે, તેને પોતાના આગવી ઓળખ બોલીવુડમાં ઉભી કરી છે, રાખી હંમેશા પોતાના નિવેદનોને લઈને ખુબ જ ચર્ચામાં રહે છે ત્યારે રાખીને જીવન સાથે જોડાયેલી એક એવી બાબત પણ સામે આવી છે જેને જાણીને તેના ચાહકો વિચારતા રહી ગયા છે.

Image Source

રાખી સાવંતે જ પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેને એક સમયે અનિલ અંબાણીના લગ્નમાં પીરસવાનું કામ કર્યું હતું જેના માટે તેને મજૂરી રૂપે 50 રૂપિયા આપવામાં આવ્યા હતા. આ ખબર સોશિયલ મીડિયા ઉપર જોરશોરથી ફેલાઈ રહી છે.

Image Source

11 વર્ષની ઉંમરમાં જ રાખીને દાંડિયા રમવાની ઈચ્છા હતી પરંતુ તેની માતાએ અને મામાએ તેને રમવા જવા દેવાની ના પાડી અને તેના માથાના વાળ કાપી નાખ્યા હતા, તેના વાળ એ રીતે કપાયા હતા જાણે કે કોઈએ તેને બાળી નાખ્યા હોય, રાખી પોતાના વાળને અરીસામાં જોઈને આખો દિવસ રડતી રહી, પરંતુ તેને એજ સમયે નિર્ણ્ય કર્યો કે હવે પોતે બધા જ કામ પોતાના પરિવારની વિરિદ્ધ જઈને કરશે.

Image Source

ઘણીવાર રાખીએ જાતે જ ઇન્ટરવ્યૂમાં આ વાત સ્વીકારી છે અને કહ્યું છે કે તે એવા પરિવારમાંથી આવે છે જ્યાં મહિલાઓને કોઈપણ પ્રકારની કોઈ છૂટ આપવામાં નથી આવતી, આવા પરિવારમાં મહિલાઓને પગની જુતી જ સમજવામાં આવે છે. રાખીએ જણાવ્યું હતું કે તેના પરિવારમાં મહિલાઓને પુરુષો સાથે આંખ મેળવીને વાત કરવાનો પણ અધિકાર નથી અને ઘરની છત કે બાલ્કનીમાં ઉભા રહેવાની પણ મનાઈ છે. પાર્લર અને બજારમાં પણ જવા દેવામાં નથી આવતી.

Image Source

રાખીએ વધુમાં જણાવ્યું હતું કે આટલી બધી પાબંધી હોવા છતાં પણ પૈસા કમાવવા માટે મહિલાઓને કોઈપણ કામ કરાવવામાં આવતું, 10 વર્ષની ઉંમરમાં જ રાખીને ટીના અંબાણીના લગ્નમાં જમવાનું પીરસવામાં આવ્યું હતું. કેટરિંગના આ કામ માટે એક દિવસના રાખીને 50 રૂપિયા મળતા હતા. રાખીએ જયારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામની શોધ શરૂ કરી ત્યારે તેની પાસે સારા કપડાં પણ નહોતા. એ કંઈપણ પહેરીને લોકોને મળવા માટે જતી હતી, આજે એ પ્રકારના કપડાં ફેશન બની ગયા છે, લોકો કંઈપણ પહેરી લે છે. માટે તેનું માનવું છે કે કપડાં ક્યારેય કામ નથી અપાવી શકતા. તે વધુમાં જણાવે છે કે તેને દુનિયા સામે પોતાને સાબિત કરવાં માટે એક્ટિંગ ડાન્સિંગ અને રાજનીતિ પણ કરી છે.

Image Source

આજે રાખી સાવંત મુંબઈના પૉશ વિસ્તારની અંદર રહે છે, આજે તેની પાસે એ તમામ ખુશી છે જેના માટે તેને પોતાના બાળપણમાં પોતાના શોખ અધૂરા મુખ્ય હતા, તેને અભિષેક સાથે સવયવર દરમિયાન લગ્ન પણ કર્યા હતા પરંતુ થોડા સમય સાથે રહ્યા બાદ બંનેના છૂટાછેડા પણ થઇ ગયા હતા.