કોન્ટ્રોવર્સી ક્વીન રાખી સાવંતનું અસલી નામ ખબર છે તમને ? બર્થ ડે પર જુઓ બોલ્ડ તસવીરો

બિકીની પહેરવાની શોખીન રાખીએ કયારેક થોડા રૂપિયા માટે અનિલ અંબાણીના લગ્નમાં પીરસ્યુ હતુ જમવાનુ

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંત કે જે હંમેશા તેના હુસ્ન અને તેના બેબાક નિવેદનોથી ચર્ચામાં રહે છે. આજે રાખી સાવંતનો જન્મદિવસ છે. બોલિવુડની ડ્રામા ક્વીન અને કન્ટ્રોવર્સી ક્વીન 25 નવેમ્બરના રોજ 43 વર્ષની થઇ ગઇ છે. રાખી સાવંતનું અસલી નામ નીરુ ભેડા છે. રાખીની માતાએ પોલિસ કોન્સ્ટેબલ આનંદ સાવંત સાથે બીજા લગ્ન કર્યા હતા અને તેના બાદ રાખીને તેના સૌતેલા પિતાની સરનેમ અપનાવી પડી.રાખી સાવંતનું બાળપણ ઘણુ સંઘર્ષભર્યુ વીત્યુ છે.

 

View this post on Instagram

 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511)

તેણે એકવાર 50 રૂપિયા માટે અનીલ અંબાણીના લગ્નમાં જમવાનું પણ પીરસ્યુ છે. રાખી સાવંતે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે બાળપણમાં અમારી પાસે ઘણીવાર ખાવા માટે કંઇ ન હતુ. પાડોશી જે ખાવાનું ફેકી દેતા, તે ખવડાવી માતાએ અમને મોટા કર્યા, મારી માતા હોસ્પિટલમાં આયા હતી. અમે બાળપણમાં ઘણા ખરાબ દિવસો જોયા છે. રાખી સાવંતની ઘરની આર્થિક સ્થિતિ ખૂબ સારી ન હતી. એટલા માટે તેણે 10 વર્ષની ઉંમરે કામ કરવાનું શરૂ કર્યું. રમવા અને ખાવાની ઉંમરે રાખીએ અનીલ અંબાણી અને ટીના અંબાણીના લગ્નમાં જમવાનું પીરસ્યુ હતુ અને આને બદલે તેને 50 રૂપિયા મળ્યા હતા.

આર્થિક તંગીને કારણે ઘરવાળાએ તેની સાથે કામ કરાવ્યુ. રાખી એવા પરિવારથી સંબંધ ધરાવતી હતી જયાં ઘરની મહિલાઓ અને છોકરીઓને આઝાદી ન હતી. એવામાં લગભગ 11 વર્ષની ઉંમરે ડાંડિયા કરવાની જિદ કરવા પર તેની માતા અને મામાએ મળી તેના લાંબા વાળ કપાવી દીધા. તેના વાળને કંઇક એવી રીતે કાપવામાં આવ્યા હતા કે તેને જોવા પર એવું લાગી રહ્યુ હતુ કે વાળને બાળી દેવામાં આવ્યા છે. રાખી પૂરા દિવસ મિરર સામે ઊભી રહી અને રડતી રહી હતી. તે દિવસે રાખીએ એ નક્કી કર્યુ કે હવે તે તેના પરિવાર વિરૂદ્ધ જઇ બધા નિર્ણય કરશે.

 

View this post on Instagram

 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511)

રાખી સાવંતે મુંબઇના વિલે પાર્લે સ્થિત ગોકલીબાઇ હાઇ સ્કૂલથી સ્કૂલિંગ કર્યુ છે. તે બાદ મિઠીબાઇ કોલેજમાં એડમિશન લીધુ. આ દરમિયાન તેણે ફિલ્મી દુનિયામાં કામ કરવાનો નિર્ણય કર્યો અને કેટલાક ફિલ્મમેકર્સને અપ્રોચ કર્યા. રાખી જયારે કેટલાક પ્રોડ્યુસર સામે નાચી અને પોતાની પ્રતિભા બતાવવાની શરૂ કરી તો કેટલાકે તેના પર ખરાર નજર નાખી. તો કેટલાકે તેને રિજેક્ટ કરી. રિજેક્શન બાદ રાખી સાવંતે કોસ્મેટિક સર્જરી કરાવી અને ચહેરા અને બોડીને શેપમાં બદલી.

 

View this post on Instagram

 

A post shared by Mumbai bhelpuri (@mumbai_bhelpuri9)

આ તસવીરમાં જોવા મળી રહેલી નાની ક્યુટ બાળકી બીજુ કોઇ નહિ પણ રાખી જ છે. આ તેના બાળપણની તસવીર છે. આ તસવીરમાં તેની ક્યુટનેસ અને તેની સ્માઇલ બધાનું દિલ જીતી રહી છે. રાખીએ 1997માં ફિલ્મ અગ્નિચક્રથી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ. જો કે, આ ફિલ્મમાં તેને કોઇએ નોટિસ ના કરી. બાદમાં રાખી ફિલ્મ ચુડેલ નંબર વનમાં નજર આવી.

રાખી સાવંતને ફિલ્મોમાં નાના મોટા રોલ મળવાના શરૂ થઇ ગયા. તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યુ. તે બાદ 2003માં આવેલી ફિલ્મ ચુરા લિયા હે તુમનેમાં રાખી સાવંતને મોહબ્બત હે મિર્ચી ગીત મળ્યુ. આ ગીતને કારણે તેને ઇન્ડસ્ટ્રીમાં ઓળખ મળી અને તે બાદ તેને અનેક નાના મોટા રોલ મળ્યા. પછી 2006માં રાખી સાવંતે બિગબોસમાં એક કંટેસ્ટેંટ તરીકે એન્ટ્રી મારી અને તે ટોપ ફોર ફાઇનલિસ્ટ સુધી પહોંચી. તે બાદ તો રાખી બોલિવુડમાં ફેમસ થઇ ગઇ.

બિગબોસથી બહાર આવ્યા બાદ તેણે ત્રણ વર્ષ સુધી ડાંસર અભિષેક અવસ્થી સાથે અફેર ચલાવ્યુ અને તે બાદ રિયાલિટી શો રાખી કા સ્વયંવરમાં એનઆરઆઇ ઇલેશ પરુજનવાલા સાથે સગાઇ કરી પરંતુ કેટલાક મહીના બાદ જ આ રિલેશન તેણે તોડી દીધુ.

Shah Jina