“ખુરશીઓ તોડી નાખત..” અંબાણી પ્રી વેડિંગનું આમંત્રણ ન મળવા પર ભડકી રાખી સાવંત, કહ્યુ- મને બોલાવી હોત તો વાસણ પણ…

ફ્લોર અને ખુરશીઓ તોડી દેતી…અંબાણીના ફંક્શનમાં ના બોલાવવા પર રાખી સાવંતે રોયો તેનો દુખડો…બોલી- હું પોતા, વાસણ બધુ કરી દેતી…

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં ભારત અને વિદેશના મોટા સ્ટાર્સે હાજરી આપી હતી. પોપ સિંગર રિહાનાથી લઈને ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગે પણ પોતાની હાજરી નોંધાવી હતી. આ પાર્ટીમાં બોલિવૂડના મોટા સ્ટાર્સ પણ સામેલ થયા હતા. જેમાં શાહરૂખ ખાન, સલમાન ખાન, સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, કરીના કપૂર અને સૈફ અલી ખાન સહિત અનેક સામેલ છે.

આ દરમિયાન લગભગ દરેકે પોતાના પરફોર્મન્સથી પાર્ટીમાં ચાર્મ ઉમેર્યો હતો. આ પ્રી વેડિંગ ફંક્શન્સ 1 માર્ચથી 3 માર્ચ સુધી ચાલ્યા. આવી સ્થિતિમાં હવે રાખી સાવંતે આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. તે મુકેશ અંબાણી સામે નારાજગી વ્યક્ત કરતી જોવા મળી હતી અને પૂછ્યું હતું કે તેને કેમ બોલાવવામાં ના આવી. મુકેશ અંબાણી સામે નારાજગી વ્યક્ત કરતા રાખી કહે છે કે ‘અંબાણી જી નમસ્તે. તમે મને લગ્નમાં કેમ આમંત્રણ ન આપ્યું ?

તમને ખબર છે જો તમે મને બોલાવી હોત તો હું ફ્લોર તોડી નાખત, ખુરશીઓ તોડી નાખત. અંબાણીજી તમે હજી સુધી મારો ડાન્સ નથી જોયો. તમે બધા રિહાના, કોન, આઇકોન… આ કોને તમે બોલાવ્યા.. આ બધા તો મારી સામે મગફળી છે. તમે મારો ડાન્સ જોયો છે ? મુન્ની બદનામ હુઈ ડાર્લિંગ તેરે લિયે, ટુક તુક દેખે, પરદેશિયા, મેં ઘણા ગીતો કર્યા છે.એટલું જ નહીં, રાખી સાવંત આગળ કહે છે, ‘તમે મને ફોન કેમ ન કર્યો? તમે તેમને હજારો કરોડ આપ્યા પછી બોલાવ્યા. છતાં રીહાન્ના ફાટેલા કપડામાં આવી.

જો હું આવી હોત તો આવા ગરમ અને સેક્સી કપડાં પહેરીને આવી હોત. મારા કપડા વડે તારો ભોંય ઢોળ્યો હોત. મને બોલાવવાના ચાર ફાયદા હતા. હું મનોરંજન કરતી, ડાંસ કરતી, બધા મહેમાનોના ભોજન કર્યા પછી વાસણો પણ ધોઇ નાખતી અને દરેકના રૂમ પણ સાફ કરતી. આ હજાર કરોડ ખર્ચીને તમે કોને આમંત્રણ આપ્યું છે? અરે, તમે રાખી સાવંતને બોલાવી નથી. આ તે શું કર્યું? રાખીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ આ પર કોમેન્ટ કરીને ફની રિએક્શન આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina