રાખી સાવંતે સુહાગરાતની અંદરની વાત ઉઘાડી પાડી દીધી, જાણીને તમારા હોંશ ઉડી જશે

ડ્રામા ક્વીન રાખી સાવંત આ દિવસોમાં તેના લગ્ન અને પતિ આદિલ ખાનને લઇને ખૂબ જ ચર્ચામાં છે. ગત 5 ફેબ્રુઆરીએ રાખીએ આદિલ વિરૂદ્ધ પૈસાની ગડબડી, મારપીટ અને ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. આ આરોપો બાદ પોલિસે 7 ફેબ્રુઆરીએ આદિલ ખાનને 12 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં લીધો હતો. હવે એકવાર ફરી આદિલની પોલિસ કસ્ટડી વધી ગઇ છે. આદિલ હવે 20 ફેબ્રુઆરી સુધી જેલમાં રહેશે. આદિલની જેવી જ કસ્ટડી વધી કે રાખી સાવંતનું રિએક્શન સામે આવ્યુ.

હાલમાં રાખીએ મીડિયા સામે આવી આ કેસને લઇને કહ્યુ કે, પહેલા સુહાગરાત થઇ અને હવે લગ્ન થશે. આખરે રાખીનો આ કહેવાનો મતલબ શું હતો. આદિલ અને પોતાના કેસ વિશે વાત કરતા રાખીએ કહ્યુ- સૌથી પહેલા તો કહેવા માગીશ કે રાખીને ન્યાય નથી મળ્યો પણ એક હિંદુસ્તાની પીડિત મહિલાને ન્યાય મળ્યો છે. પહેલા લગ્ન થાય છે અને પછી સુહાગરાત થાય છે પણ આ કેસમાં પહેલા સુહાગરાત થઇ અને પછી લગ્ન.

આનો મતલબ એ છે કે પહેલા આરોપીને પોલિસ કસ્ટડી મળે છે અને પછી જ્યુડિશિયલ કસ્ટડી. પણ આ કેસમાં પહેલા જ્યુડિશિયલ કસ્ટડી મળી અને હવે પોલિસ કસ્ટડી. આ સાથે રાખી સાવંતે કહ્યુ કે પોલિસ કસ્ટડી મળવી જરૂરી હતી નહિ તો કેવી રીતે ખબર પડતી કે મારી માતાના ઘરેણા અને બીજી વસ્તુઓ ક્યાં ગઇ. મેં જે ધારાઓ લગાવી છે તે કેવી રીતે સાબિત થતી.

રાખી સાવંતે આરોપ લગાવ્યો હતો કે આદિલ અને તનુ ચંદેલ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. અહીં સુધી કે તનુને કારણે આદિલે રાખીને દગો આપ્યો છે. રાખીએ તો એ પણ દાવો કર્યો હતો કે તનુ પ્રેગ્નેટ છે અને આદિલ બહાર નીકળી તેની સાથે લગ્ન પણ કરી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Blogg Buzz (@bloggbuzzofficial)

Shah Jina