ખબર

હિમેશ રેશમિયા પછી હવે રાખી સાવંતે રાનુ મંડલને આપી આ ઑફર, ચાહકો જાણીને થઇ જશે ખુશ

અમુક સમય પહેલા જ રાખી સાવંતે ખુલાસો કર્યો હતો કે પોતે લગ્ન કરી લીધા છે અને તેનો પતિ એનઆરઆઈ છે જેનું નામ રિતેશ છે. એવામાં તાજેતરમાં રાખીનું ગીત ‘છપ્પન છૂરી’ પણ રિલીઝ થયું છે, જેના પ્રમોશનમાં રાખી કોઈજ ખામી નથી રાખી રહી. એવામાં રાખીએ રાનુ મંડલને એક મોટી ઓફર આપી છે.

Image Source

રાખી સાવંતે રાનુ મંડલના અવાજના વખાણ કરતા તેને એક ગીત માટેની ઓફર આપી છે. રાખીએ કહ્યું કે તે ઈચ્છે છે કે રાનું છપ્પન છૂરી ના રિમિક્સ વર્ઝનમાં પોતાનો અવાજ આપે.

 

View this post on Instagram

 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on

રાખીએ કહ્યું કે,”તે આવી ઇન્ડસ્ટ્રી સાથે જોડાઈને ખુબ જ ખુશ છે, જે રાનુ મંડલ જેવા પ્રતિભાવશાળી લોકોનું સમર્થન કરે છે અને તેને આગળ વધવા માટેનો મૌકો આપે છે. હિમેશ રેશમિયા જેવા ગાયકોનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું”.

Image Source

રેલવે સ્ટેશન પર ભીખ માંગીને પોતાનું ભરણ પોષણ કરતી રાનુને લતા મંગેશકરજીના ના એક ગીતે રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી. એવામાં હિમેશ રેશમિયાએ તેને ગીત ગાવાનો મૌકો આપ્યો હતો અને તે અમુક ગીતો પણ રેકોર્ડ કરી ચુકી છે.

Image Source

રાનુના હિમેશ રેશમિયા સાથેના ગીત રેકોર્ડિગના વિડીયો પણ વાઇરલ થયેલા છે જેને દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યા છે. આ સિવાય રાનુ પાસે અન્ય પણ ઘણા ઓફર્સ આવવા લાગ્યા છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks