કેન્સર અને બ્રેઇન ટ્યૂમરથી મમ્મી મૃત્યુ પામી, રાખી સાવંત જોરજોરથી રાડો પાડવા લાગી, યુઝર્સ બોલ્યા- ‘અમે આવું જોઈ નથી શકતાં…’

બોલીવુડની ટોપ અભિનેત્રી રાખી સાવંતની માતા જયા સાવંતનું ગઈકાલે શનિવારે નિધન થયું ગયું હતું. બિગ બોસ ફેમ રાખીની મોમ લાંબા ઘણા સમયથી બીમાર હતી અને જેની મુંબઈની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.

જયા સાવંત કેન્સર અને બ્રેઇન ટ્યૂમરથી પીડિત હતી. પણ, ગઈકાલે સાંજે મુંબઈમાં જીવલેણ બીમારી સાથે લાંબી લડાઈ પછી, તેણીએ આ દુનિયાને અલવિદા કહ્યું. રાખી અને તેણીના મિત્રએ મીડિયાને આ સમાચારની પુષ્ટિ કરી.

રાખી તેની અંતિમ ક્ષણોમાં તેની માતા સાથે હતી, પરંતુ હવે જયા આ દુનિયામાં નથી, આ સાથે રાખી સાવંત પણ તૂટી ગઈ છે. જ્યારે અભિનેત્રી રાખી સાવંત તેની માતાનો મૃતદેહ લઈને હોસ્પિટલથી બહાર આવી ત્યારે તે ધ્રુસકે ધ્રુસકે અને જોર જોરથી રડતી દેખાઈ હતી. હોસ્પિટલમાંથી રાખી સાવંતનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે રડતી જોવા મળી રહી છે.

સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો છે, જેમાં સાડી પહેરેલી રાખી તેની માતાના મૃતદેહ સાથે હોસ્પિટલની બહાર નીકળી રહી છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે અભિનેત્રી રાખી સાવંત ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. તે પોતાની જાતને સંભાળી શકતી ન હતી ને જોરજોરથી તે રડવા લાગી.

ધ્રુસકે ધ્રુસકે રડતી ત્યારે તે સતત કહી રહી હતી કે ‘મા મરી ગઈ, મારી મા…’ રાખીને આ હાલતમાં જોઈને તેની સાથે હાજર અન્ય લોકો પણ ભાવુક થઈ ગયા અને રડવા લાગ્યા હતાં. વળી, નેટિઝન્સ પણ તેણીનો આ હાલ જોઈ શકતા નથી. ઘણા યુઝર્સે રાખીના આ વીડિયો પર કોમેન્ટ કરીને સંવેદના વ્યક્ત કરી છે.

તમને જણાવી દઈએ કે આ વર્ષની મહિનાની શરૂઆતમાં અભિનેત્રીએ મોટો ખુલાસો કરતા કહ્યું હતું કે તેની મોમને બ્રેઈન ટ્યુમર છે. આ કારણે તે બિગ બોસ મરાઠીના ઘરમાંથી બહાર આવી હતી. પોતાની માતાની સ્થિતિ વિશે વાત કરતાં રાખીએ કહ્યું હતું કે, ‘હું ગઈકાલે રાત્રે બિગ બોસના ઘરમાંથી બહાર આવી છું અને મને તમારા આશીર્વાદની ખરેખર જરૂર છે. મારી માતાની તબિયત બર્બર નથી. તે હોસ્પિટલમાં દાખલ છે. કૃપા કરીને તેમના માટે પ્રાર્થના કરો.

થોડા દિવસ પહેલા રાખીએ તેના બોયફ્રેન્ડ આદિલ ખાન દુર્રાની સાથે બીજા લગ્ન કરી લીધા છે. પહેલા પતિ સાથે છૂટાછેડા લીધા બાદ રાખીએ આદિલ સાથે કોર્ટ મેરેજ કર્યા છે. બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આદિલને ડેટ કર્યા બાદ રાખી સાવંતે તેને પોતાનો લાઈફ પાર્ટનર બનાવ્યો છે. લગ્નની વાયરલ તસવીરોમાં રાખી અને આદિલ મેરેજ સર્ટિફિકેટ પર સહી કરતા જોવા મળે છે. બીજી એક તસવીરમાં રાખી અને આદિલના હાથમાં મેરેજ સર્ટિફિકેટ જોવા મળી રહ્યુ છે.

 

View this post on Instagram

 

A post shared by @varindertchawla

YC