RRRની સક્સેસ પાર્ટીમાં રાખી સાવંતે ખેંચ્યું બધાનું ધ્યાન, લાલ કલરના રિવીલિંગ ડ્રેસમાં આપ્યા જોરદાર પોઝ

6 એપ્રિલના રોજ મુંબઈમાં RRRની ગ્રાન્ડ સક્સેસ પાર્ટી રાખવામાં આવી હતી જેમાં ખુબ ધમાલ જોવા મળી હતી. બોલિવૂડના ઘણા મોટા સિતારા એસએસ રાજમૌલીની ફિલ્મના જશ્નમાં શામેલ થયા હતા. આમિર ખાનથી લઈને કરણ જોહર, જોની લીવર, શરદ કેલકર અને સતીશ કૌશિક જેવા ઘણા સેલેબ્સ RRRની સક્સેસ પાર્ટીમાં નજર આવ્યા હતા. પરંતુ જેણે બધાનું ધ્યાન ખેંચ્યું એ હતી રાખી સાવંત.

રાખી સાવંતે આમિર ખાન સાથે ઘણા બધા પોઝ આપ્યા હતા સાથે જ તેમની સાથે ડાન્સ કરીને બધાનું ધ્યાન પણ ખેંચ્યું હતું. રાખી સાવંતનો ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે. રાખી સાવંતે જયારે RRRની સક્સેસ પાર્ટીની રેડ કાર્પેટ પર એન્ટ્રી મારી તો બધાનું ધ્યાન તેની બાજુ જતું રહ્યું હતું. તેના ડ્રેસિંગ અને વાળની હેરસ્ટાઇલ સાથે ફની અંદાજ સાથે લોકોનું દિલ જીતી લીધું હતું.

ત્યારબાદ રાખી સાવંતે અયાન મુખર્જી, કરણ જોહર અને આમિર ખાનથી લઈને જોની લીવર સુધીના લોકોની સાથે કેમેરાને પોઝ આપ્યા અને ખુબ એન્જોય કર્યું હતું. વાત ખાલી ડ્રેસની હોય તો બરોબર હતું પરંતુ લાલ કલરના આઉટફિટ સાથે રાખી સાવંતના અજીબ પ્રકારના વાળે બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

તેના સિવાય રાખી સાવંતે ગોલ્ડન કલરના હિલ્સ પહેર્યા હતા. અજીબ વાળની સાથે રાખીએ ચશ્મા પણ લગાવેલા હતા. જેની સાથે રાખી ખુબ જ કોન્ફિડન્સથી આમિર ખાન અને જોની લીવર સાથે પોઝ આપતી નજર આવી હતી. રાખીને મોઢા પરની સ્માઈલ કહી રહી હતી કે તે તેના લુકને લઈને ખુશ છે બાકી દુનિયાથી તેને શું લેવા દેવા.

 

View this post on Instagram

 

A post shared by ETimes (@etimes)

ફિલ્મ RRR 25 માર્ચે રિલીઝ થઇ હતી ત્યારથી લઈને અત્યાર સુધી 1000 કરોડના આંકડા તરફ આગળ વધી રહી છે. આ ફિલ્મ અત્યાર સુધી વર્લ્ડવાઈડ 12 દિવસમાં 939.41 કરોડની કમાણી કરી ચુકી છે. ફિલ્મમાં રામ ચરણ અને જુનિયન એનટીઆર લીડ રોલમાં છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ અને અજય દેવગણ પણ મુખ્ય ભૂમિકામાં નજર આવ્યા હતા. ફિલ્મની સક્સેસ પાર્ટીમાં રાજમૌલીએ એલાન કર્યું હતું કે આવનારા સમયમાં RRRની સિક્કલ પણ બનાવશે.

Patel Meet