મનોરંજન

ખુશખબરી: લગ્નના બે વર્ષ બાદ રાખી સાવંતના પતિની જોવા મળી ઝલક, બિગબોસ 15માં કરી ધમાકેદાર એન્ટ્રી

બોલીવુડની એક્ટ્રેસ રાખી સાવંત આજે દુનિયાભરમાં ઓળખાય છે, તેને પોતાના આગવી ઓળખ બોલીવુડમાં ઉભી કરી છે, રાખી હંમેશા પોતાના નિવેદનોને લઈને ખુબ જ ચર્ચામાં રહે છે ત્યારે રાખીને જીવન સાથે જોડાયેલી એક એવી બાબત પણ સામે આવી છે જેને જાણીને તેના ચાહકો વિચારતા રહી ગયા છે.

રાખી સાવંતે જ પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેને એક સમયે અનિલ અંબાણીના લગ્નમાં પીરસવાનું કામ કર્યું હતું જેના માટે તેને મજૂરી રૂપે 50 રૂપિયા આપવામાં આવ્યા હતા. આ ખબર  સોશિયલ મીડિયા ઉપર જોરશોરથી ફેલાઈ રહી છે.

11 વર્ષની ઉંમરમાં જ રાખીને દાંડિયા રમવાની ઈચ્છા હતી પરંતુ તેની માતાએ અને મામાએ તેને રમવા જવા દેવાની ના પાડી અને તેના માથાના વાળ કાપી નાખ્યા હતા, તેના વાળ એ રીતે કપાયા હતા જાણે કે કોઈએ તેને બાળી નાખ્યા હોય, રાખી પોતાના વાળને અરીસામાં જોઈને આખો દિવસ રડતી રહી, પરંતુ તેને એજ સમયે નિર્ણ્ય કર્યો કે હવે પોતે બધા જ કામ પોતાના પરિવારની વિરિદ્ધ જઈને કરશે.

ઘણીવાર રાખીએ જાતે જ ઇન્ટરવ્યૂમાં આ વાત સ્વીકારી છે અને કહ્યું છે કે તે એવા પરિવારમાંથી આવે છે જ્યાં મહિલાઓને કોઈપણ પ્રકારની કોઈ છૂટ આપવામાં નથી આવતી, આવા પરિવારમાં મહિલાઓને પગની જુતી જ સમજવામાં આવે છે. રાખીએ જણાવ્યું હતું કે તેના પરિવારમાં મહિલાઓને પુરુષો સાથે આંખ મેળવીને વાત કરવાનો પણ અધિકાર નથી અને ઘરની છત કે બાલ્કનીમાં ઉભા રહેવાની પણ મનાઈ છે.

પાર્લર અને બજારમાં પણ જવા દેવામાં નથી આવતી. રાખીએ વધુમાં જણાવ્યું હતું કે આટલી બધી પાબંધી હોવા છતાં પણ પૈસા કમાવવા માટે મહિલાઓને કોઈપણ કામ કરાવવામાં આવતું, 10 વર્ષની ઉંમરમાં જ રાખીને ટીના અંબાણીના લગ્નમાં જમવાનું પીરસવામાં આવ્યું હતું. કેટરિંગના આ કામ માટે એક દિવસના રાખીને 50 રૂપિયા મળતા હતા.

રાખીએ જયારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામની શોધ શરૂ કરી ત્યારે તેની પાસે સારા કપડાં પણ નહોતા. એ કંઈપણ પહેરીને લોકોને મળવા માટે જતી હતી, આજે એ પ્રકારના કપડાં ફેશન બની ગયા છે, લોકો કંઈપણ પહેરી લે છે. માટે તેનું માનવું છે કે કપડાં ક્યારેય કામ નથી અપાવી શકતા. તે વધુમાં જણાવે છે કે તેને દુનિયા સામે પોતાને સાબિત કરવાં માટે એક્ટિંગ ડાન્સિંગ અને રાજનીતિ પણ કરી છે.

રાખી સાવંતનું અસલી નામ નીરુ ભેડા છે. રાખીની માતાએ પોલિસ કોન્સ્ટેબલ આનંદ સાવંત સાથે બીજા લગ્ન કર્યા હતા અને તેના બાદ રાખીને તેના સૌતેલા પિતાની સરનેમ અપનાવી પડી.રાખી સાવંતનું બાળપણ ઘણુ સંઘર્ષભર્યુ વીત્યુ છે.

રાખી સાવંતે મુંબઇના વિલે પાર્લે સ્થિત ગોકલીબાઇ હાઇ સ્કૂલથી સ્કૂલિંગ કર્યુ છે. તે બાદ મિઠીબાઇ કોલેજમાં એડમિશન લીધુ. આ દરમિયાન તેણે ફિલ્મી દુનિયામાં કામ કરવાનો નિર્ણય કર્યો અને કેટલાક ફિલ્મમેકર્સને અપ્રોચ કર્યા. રાખી જયારે કેટલાક પ્રોડ્યુસર સામે નાચી અને પોતાની પ્રતિભા બતાવવાની શરૂ કરી તો કેટલાકે તેના પર ખરાર નજર નાખી. તો કેટલાકે તેને રિજેક્ટ કરી.

 

View this post on Instagram

 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511)

રિજેક્શન બાદ રાખી સાવંતે કોસ્મેટિક સર્જરી કરાવી અને ચહેરા અને બોડીને શેપમાં બદલી. ટીવીનો સૌથી વિવાદાસ્પદ રિયાલિટી શો ‘બિગ બોસ 15’ ટેલિકાસ્ટ થયો ત્યારથી જ સમાચારોમાં છે. શોમાં દરરોજ ટર્ન્સ અને ટ્વિસ્ટ આવી રહ્યા છે, જે ગેમને વધુને વધુ મજેદાર બનાવે છે. બિગ બોસના ઘરમાંથી ત્રણ સ્પર્ધકોને બહાર કરવામાં આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511)

જય ભાનુશાલી, વિશાલ કોટિયન અને નેહા ભસીનને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે અને હવે બિગ બોસના જંગલમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી થઇ છે. રાખી સાવંત, રશ્મિ દેસાઈ અને દેવોલિના ભટ્ટાચારજી આ શોમાં વાઈલ્ડ કાર્ડ કંટેસ્ટેંટ તરીકે જોવા મળી.

આ સીઝનની મજાની વાત એ છે કે રાખી સાવંતની સાથે તેના પતિ રિતેશ પણ બિગ બોસ 15ના ઘરમાં પ્રવેશી છે. રિતેશની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. રિતેશને બીબી હાઉસમાં જોઈને પરિવારના સભ્યો ખૂબ જ ઉત્સાહિત થઈ જાય છે. તે પણ રીતેશનો ચહેરો જોવા માટે બેતાબ દેખાતા હોય છે. પરિવારના તમામ સભ્યો અને દુનિયાની સામે રિતેશનો પરિચય કરાવતી વખતે રાખીની ખુશીનો પાર રહેતો નથી.

રાખી સાવંતે પતિની એન્ટ્રી પર ડાન્સ કર્યો. રાખી એકદમ નવી દુલ્હનના લુકમાં જોવા મળી હતી. તેણે સાડી સાથે મંગળસૂત્ર, માથામાં ગજરો પહેર્યો હતો. રાખી સાવંતે હાથમાં પૂજાની થાળી લઈને પતિની આરતી ઉતારી હતી. આ પછી પતિના ચરણ સ્પર્શ કરતી નજર આવી હતી. સાથે જ રીતેશે રાખીને આશીર્વાદ આપ્યા હતા. રાખી સાવંતે પતિની આરતી કરતા કહ્યું- તમારી રાહ જોઈ રહી હતી. બિગ બોસમાં તમારું સ્વાગત છે.

બીબી ફેનક્લબ પર રાખી સાવંતના પતિનો ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં રિતેશની પહેલી ઝલક જોવા મળી છે. એ જોવાનું રહેશે કે રાખી અને રિતેશના આવવાથી BB15ની TRP કેટલી વધે છે.

 

View this post on Instagram

 

A post shared by Filmy Gupshup (@filmygupshups)

બોલીવુડની અંદર ડ્રામાં ક્વિન તરીકે ઓળખાનાર એક્ટ્રેસ તેના વિચિત્ર નિવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. રાખી સાવંત સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ જ છવાયેલી રહેતી હોય છે. તેની હરકોતો અને તેના નિવેદનો ઘણીવાર એવા હાસ્યાસ્પદ હોય છે કે ઘણા લોકોને રાખીને ટ્રોલ કરવાનો મોકો પણ મળી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511)

થોડા સમય પહેલા રાખી સાવંતને કેમેરામાં કેદ કરવામાં આવી હતી, જ્યાં તે કરીના અને સૈફ અલી ખાનના મોટા દીકરા તૈમુર વિશે વાત કરતી નજર આવી. આ દરમિયાન તેને જે તૈમુર વિશે કહ્યું તે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યું છે, અને ઘણા લોકો હવે આ નિવેદન ઉપર પોતાના હાસ્યાસ્પદ પ્રતિભાવ પણ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511)

રાખી સાવંતે તૈમુરની માતા બનવાની ઈચ્છા વ્યક્ત કરી. રાખીએ જણાવ્યું કે “તૈમુર ખુબ જ ક્યૂટ છે. તે સુપરસ્ટાર બનવાનો છે. જયારે તૈમુર મોટો થશે ત્યારે હું તેની માતાનો રોલ કરવા ઈચ્છીશ.” સોશિયલ મીડિયામાં હવે રાખી દ્વારા આપવામાં આવેલું આ નિવેદન ખુબ જ ચર્ચામાં ચાલી રહ્યું છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ રાખી સાવંતનું એક ગીત “ડ્રિમ મેં એન્ટ્રી” રિલીઝ થયું છે. આ ગીતને દર્શકોનો ખુબ જ પ્રેમ મળી રહ્યો છે. હાલમાં જ રાખીએ પોતાની ટીમ અને મીડિયા સાથે સફળતાનો જશ્ન પણ મનાવ્યો હતો.