બોલિવુડ અભિનેત્રી અને બિગબોસમાં કામ કરી ચુકેલી રાખી સાવંત છેલ્લા ઘણા સમયથી ખુબ જ ચર્ચામાં છે. તે હાલમાં તેના પતિ આદિલ દુર્રાનીને લઈને વિવાદોમાં ઘેરાયેલી છે. તે દરરોજ કેટલાક ચોંકાવનારા ખુલાસા કરતી રહે છે. હાલમાં જ તેનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે પેપરાજી સામે પોતાને થપ્પડ મારવાનું શરૂ કરે છે અને જોર જોરથી રડીને કહેવા લાગે છે કે “હું પણ ફ્રીજમાં જવાની હતી, પરંતુ બચી ગઈ”
રાખીએ રડતાં રડતા કહ્યું કે આદિલ ખાને તેનું ઘર તોડ્યું છે. પેપરાજી સામે પોતાનું દિલ ખોલતા રાખીએ કહ્યું કે “આદિલે પૈસા લૂંટી લે છે. આ પછી અચાનક તેને ચક્કર આવવા લાગ્યા અને તે ત્યાં જ બેસી ગઈ. પેપરાજીએ તેને પાણી આપ્યું. રડતા રડતા રાખીએ એ છોકરી વિશે જણાવ્યું જેણે મૈસૂરમાં આદિલ પર આરોપો લગાવ્યા હતા. રાખીએ કહ્યું, ‘આજે તે છોકરીનો ઓડિયો વીડિયો આવ્યો છે. હે ભગવાન, મારા પર દયા કરો.”
રાખીએ જણાવ્યું કે મૈસુર પોલીસને આદિલની કસ્ટડી મળી છે. જ્યારે રાખીને મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું કે મૈસૂરમાં આદિલ પર કેટલા કેસ ચાલી રહ્યા છે. આના પર રાખી કહે છે, ‘તે છોકરીના આરોપ સાચા છે. જ્યારે તેણે મારી સાથે તેની વાતચીતનો ઓડિયો શેર કર્યો, ત્યારે તે છોકરીને મારવાનું કહેવામાં આવ્યું.” રાખીએ એમ પણ કહ્યું કે આદિલે તેનું ઘર પણ તોડી નાખ્યું અને હવે તે રસ્તા પર આવી ગઈ છે.”
View this post on Instagram
રાખી એમ પણ જણાવી રહી છે કે, “મેં આદિલને પ્રેમ શું કામ કર્યો ?” આમ બોલતા બોલતા જ તે પોતાના ચહેરા પર જાતે જ લાફા મારવા લાગે છે. તે એમ પણ કહે છે કે તે પણ કેટલીક દુર્ભાગ્ય છોકરીઓ જેવી બની શકતી હતી જેમની લાશો ફ્રીજમાંથી મળે છે. હું પણ ફ્રિજમાં જવાની હતી પરંતુ બચી ગઈ.”
View this post on Instagram
રાખી સાવંતે એ વાતનો પણ ખુલાસો કર્યો કે તે આદિલને હાલમાં જ મળવા માટે જેલમાં ગઈ હતી અને ત્યાં તેને આદિલે ધમકી પણ આપી હતી કે તે જેલમાં બહુ મોટા ડોનને મળ્યો છે અને વિચારી લે કે હવે તારે શું કરવાનું છે ?” રાખી સાવંતે આદિલ પર મારઝૂડ અને દગો આપવાનો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત તેને પ્રેગ્નેંસી અને મિસકેરેજનો પણ ખુલાસો કર્યો હતો.
View this post on Instagram