મનોરંજન

ફિલ્મોથી દૂર થઈને અભિનેત્રી રાખી કરે કરે છે ખેતીવાડી, જુઓ તસવીરો

હાલની તસ્વીરો જોઈને વિશ્વાસ નહિ આવે કે અત્યારે આવી થઇ ગઈ?

બોલીવુડની ફિલ્મોમાં એક દાયકો એવો હતો જયારે અભિનેત્રીઓ તેમની સુંદરતાના કારણે ખુબ જ વખણાતી હતી. વળી તેમનામાં અભિનય કળા પણ વખાણવા યોગ્ય હતી. જેમાંથી ઘણી અભિનેત્રીઓ આજે લાઇમ લાઇટમાં છવાયેલી છે તો ઘણી અભિનેત્રીઓ આજે ગુમનામ જીવન જીવી રહી છે.

Image Source

તેમાંથી જ એક અભિનેત્રી છે રાખી. રાખીને ફિલ્મોમાં ખુબ જ સફળતા મળી. પરંતુ તેનું અંગત જીવન એટલું જ દુઃખ દાયક રહ્યું છે અને તેના કારણે જ આજે રાખી ફિલ્મોથી દૂર થઈને ખેતીવાડી કરી પોતાનું જીવન વિતાવી રહી છે.

Image Source

રાખીનો જન્મ 15 ઓગસ્ટ 1947ના રોજ વેસ્ટ બંગાળના રાનાઘાટમાં થયો હતો. રાખીએ 20 વર્ષની ઉંમરમાં જ બોલીવુડમાં ડેબ્યુ કર્યું. રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ “જીવન મૃત્યુ”થી રાખીએ ફિલ્મી દુનિયામાં પગ મુક્યો. પહેલી ફિલ્મથી જ રાખીને સફળતાનો સ્વાદ ચાખવા મળી ગયો.

Image Source

રાખી ફિલ્મોમાં લાંબા સમય સુધી જોવા મળી છે. તેને ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રીથી લઈને મા અને દાદીનો અભિનય પણ કર્યો છે. આજે રાખી 73ની ઉંમર પાર કરી ચુકી છે. અને તેથી જ તે નિવૃત્તિનું જીવન વિતાવી રહી છે.

Image Source

રાખીને પ્રકૃતિની નજીક રહેવાનું ખુબ જ પસંદ છે. તેનું એજ કારણ છે કે આજે રાખી પોતાનો મોટાભાગનો સમય પોતાના ફાર્મ હાઉસ ઉપર જ વિતાવે છે. રિપોર્ટ્સ પ્રમાણે રાખી હવે સંપૂર્ણ રીતે ખેડૂત બની ગઈ છે. રાખીને ફાર્મ હાઉસ ઉપર ઘણા જ પાલતુ પ્રાણીઓ પણ છે. ફાર્મમાં ઘણા પ્રકારના શાકભાજી પણ ઉગાવે છે.

Image Source

રાખીની દીકરી મેઘના ગુલઝારનું કહેવું છે કે માને ખેતી કરવાનું ખુબ જ શોખ છે. એટલા માટે તે ફાર્મ હાઉસ ઉપર રહેવાનું વધારે પસંદ કરે છે.

Image Source

મેઘનાએ રાખીને એ નિર્ણય વિશે પણ જણાવ્યું કે મુંબઈ શહેરમાં થવા વાળા ઘોઘાટથી રાખીને ગભરામણ થતી હતી. જેના કારણે તેને આ નિર્ણય લેવો પડ્યો.

Image Source

રાખી છેલ્લે વર્ષ 2009માં આવેલી ફિલ્મ “ક્લાસમેટ”માં જોવા મળી હતી. ત્યારબાદ તે કોઈ ફિલ્મમાં નથી જોવા મળી. તે આજે મુંબઈ છોડી અને પનવેલમાં રહે છે. જો કે રાખી ક્યારેક ક્યારેક પબ્લિક ઇવેન્ટમાં નજર આવે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.