અનુપમાની વેવાણ રાખી છે રિયલ લાઇફમાં બલાની ખૂબસુરત, ફિટનેસમાં મલાઇકા અરોરાને પણ છોડે છે પાછળ, જુઓ તસવીરો

ટીવી સીરિયલ અનુપમા ટીઆરપીની યાદીમાં નંબર વન પર યથાવત છે. ફેમસ ટીવી શો અનુપમાના બધા પાત્ર છેલ્લા 1 વર્ષથી વધારે સમયથી લોકોના દિલ પર રાજ કરે છે. શો એક ગુજરાતી પરિવારની કહાની છે, જેમાં નજર આવનાર વધારે પાત્ર સાડી કે સલવાર સુટમાં જ દેખાય છે. ત્યારે આ શોમાં એક એવું પાત્ર છે જે આવતા જ શાહ પરિવારમાં હોબાળો મચાવી દે છે. આ પાત્ર બીજુ કોઇ નહિ પરંતુ અનુપમાની વહુ કિંજલની માતા રાખી દવેનું છે. રાખી દવે એટલે કે અનુપમાની વેવાણનું પાત્ર તસનીમ શેખ નિભાવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Tassnim Nerurkar (@tassnim_nerurkar)

છેલ્લા ઘણા સમયથી તે શોમાં જોવા મળી નથી પરંતુ હવે લાંબા સમય બાદ તેની શોમાં એન્ટ્રી થવાની છે. હાલ શોમાં બતાવવામાં આવી રહ્યુ છે કે અનુપમા એકલી બેસી રડી રહી હોય છે અને સોરી બોલી રહી હોય છે ત્યારે અનુજ આવી જાય છે અને તે તેને સોરી કહે છે. આ બધુ તો ચાલે છે પણ હવે શોનો એક પ્રોમો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં જોઇ શકાય છે કે અનુપમાની બર્થ ડે પાર્ટી ચાલી રહી છે અને ત્યારે જ અનુપમાની વેવાણ રાખી દવેની એન્ટ્રી થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Tassnim Nerurkar (@tassnim_nerurkar)

તે બાદ હવે આગળ એ જોવાનું રહ્યુ કે રાખીના આવ્યા બાદ શાહ પરિવારમાં કેટલો હોબાળો થાય છે. ત્યારે હવે તસનીમ શેખની વાત કરીએ તો, શું તમે જાણો છે કે શોમાં હંમેશા સાડીમાં જોવા મળતી રાખી દવે એટલે કે તસનીમ શેખ રિયલ લાઇફમાં ખૂબ જ હોટ અને બોલ્ડ છે અને તે તેનું જીવન ઘણુ બોલ્ડ અંદાજમાં જીવે છે. થોડા સમય પહેલા અભિનેત્રી પૂલમાં તેના પરિવાર સાથે થોડો સમય પસાર કરતી જોવા મળી હતી અને તેના બોલ્ડ ફોટાઓથી તેના ચાહકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

 

View this post on Instagram

 

A post shared by Tassnim Nerurkar (@tassnim_nerurkar)

તસનીમ શેખ ટીવી ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય વેમ્પ રહી છે. તેણે ટીવી સીરિયલ ‘કુસુમ’માં જ્યોતિનું પાત્ર ભજવ્યું હતું. ત્યારબાદ તે ટીવી સીરિયલ ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’માં મોહિની હર્ષ વિરાણીનો રોલ કરતી જોવા મળી હતી. 41 વર્ષની તસનીમ શેખ એકદમ ફિટ છે. તે પોતાની ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે છે. તે દરરોજ જીમમાં જાય છે અને ઘણો પરસેવો પાડે છે. તસનીમ શેખના પરિવારમાં કોઈ પણ ટીવી ઈન્ડસ્ટ્રી કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું નથી.

 

View this post on Instagram

 

A post shared by Tassnim Nerurkar (@tassnim_nerurkar)

તસનીમ શેખ પરિણીત છે અને તેને એક સુંદર પુત્રી પણ છે. તસનીમની દીકરી પણ સુંદરતાના મામલામાં કોઈનાથી કમ નથી. ‘અનુપમા’ ફેમ તસનીમ શેખે 16 એપ્રિલ 2006ના રોજ સમીર નેરુરકર સાથે લગ્ન કર્યા હતા. તેના પતિ મર્ચન્ટ નેવીમાં છે. તે તેના પતિ અને પુત્રી સાથે ઘણી તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. ટીવી ઈન્ડસ્ટ્રીમાં તસનીમ શેખને કામ કરતા 22-23 વર્ષ થઈ ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Tassnim Nerurkar (@tassnim_nerurkar)

તેણે પોતાના કરિયરની શરૂઆત ટીવી સીરિયલ ‘ઘરાના’થી કરી હતી. આ પછી તે ‘કુસુમ’ અને ‘કસૌટી ઝિંદગી કી’માં પણ જોવા મળી હતી. શરૂઆતના દિવસોમાં તેને પોઝિટિવ રોલ મળ્યા પરંતુ ‘કુમકુમ’માં રેણુકાનું પાત્ર નેગેટિવ હતું, ત્યારબાદ તે સતત વેમ્પના રોલમાં દેખાવા લાગી. દીકરીના જન્મ પછી તસનીમ શેખે 6 વર્ષનો લાંબો બ્રેક લીધો હતો.

 

View this post on Instagram

 

A post shared by STAR_PLUS (@starplusserial_1)

આ પછી તેણે ‘એક વિવાહ ઐસા ભી’માં કામ કર્યુ. આ પછી તે ટીવી સીરિયલ ‘દાસ્તાન-એ-મોહબ્બત સલીમ અનારકલી’માં સુલતાન બેગમનો રોલ કરતી જોવા મળી હતી. હવે અભિનેત્રી ‘અનુપમા’માં રાખી દવેનો રોલ કરતી જોવા મળી રહી છે.

Shah Jina