હીરા નગરી સુરતમાં રક્ષાબંધન ઉપર આવી અત્યાર સુધીની સૌથી મોંઘી રાખડી, કિંમત જાણીને તમે પણ મોઢામાં આંગળા નાખી દેશો

ભાઈ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન 11 ઓગસ્ટના રોજ આવી રહ્યો છે અને આ તહેવાર નિમિત્તે બજારની અંદર ખરીદીનું પ્રમાણ પણ વધી ગયું છે. ત્યારે હાલ બજારમાં અવનવી રાખડીઓ પણ જોવા મળી રહી છે. છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે શાંત પડેલા બજારો પણ હવે ધમધમી ઉઠ્યા છે. ત્યારે હાલ હીરા નગરી સુરત શહેરમાં રક્ષાબંધનના પર્વ નિમિત્તે બનાવવામાં આવેલી એક ખાસ રાખડી અને તેની કિંમત ચર્ચાનો વિષય બની છે.

(પ્રતીકાત્મક તસવીર)

રક્ષા બંધનના પવિત્ર દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. તમને જણાવી દઈએ કે બહેન જે રક્ષા દોરો ભાઈના કાંડા પર બાંધે છે તેમાં કાચા યાર્નથી લઈને રંગબેરંગી કલાકૃતિઓ, રેશમના દોરા અને સોના અને ચાંદીનો સમાવેશ થઈ શકે છે. ઘણી બહેનો તેમના ભાઈઓ માટે એક પછી એક મોંઘી રાખડી લે છે. કેટલીક બહેનોએ તેનો રક્ષા સૂત્ર બ્રાન્ડ તરીકે ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે અને આ જ કારણ છે કે તેને અલગ રીતે જ્વેલર્સ પાસે ઓર્ડર કરીને પણ બનાવવામાં આવી રહ્યું છે, જેની કિંમત હજારોમાં અને ક્યારેક લાખોમાં પણ પહોંચી જાય છે.

આ વર્ષે સુરત શહેરના એક ઝવેરીએ રાખડી બનાવી છે, જેની કિંમત પાંચ લાખ રૂપિયા છે. આમાં સોનું, ચાંદી, હીરા અને પ્લેટિનમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ રાખડી સુરત શહેરના જ્વેલર દીપક ભાઈ ચોક્સીએ બનાવી છે. ગયા વર્ષે પણ ગુજરાતના સુરત શહેરની એક બહેને તેના ભાઈ માટે ખાસ ઓર્ડર આપીને પાંચ લાખ રૂપિયાની રાખડી બનાવી હતી. તે દેશની સૌથી મોંઘી રાખડી હોવાનું કહેવાય છે.

(પ્રતીકાત્મક તસવીર)

આ રાખડી સોના અને હીરાને મિક્સ કરીને બનાવવામાં આવી હતી. તેમાં દોરાના બદલે સોનાનું બ્રેસલેટ અને મોતિને બદલે હીરા જડેલા હતા. આ રાખડી સુરત શહેરના ડી.ખુશાલદાસ જ્વેલર્સ દ્વારા બનાવવામાં આવી હતી. અગાઉ વર્ષ 2018માં નાસિકના એક જ્વેલરે તે વર્ષની સૌથી મોંઘી રાખડી રજૂ કરી હતી. જયેશે તે વર્ષે 2.5 લાખ રૂપિયાની રાખડી બનાવી, જે 2.5 કેરેટના હીરામાંથી બનાવવામાં આવી હતી.

Niraj Patel