52 વર્ષીય મહંતનું નિધન: રાકેશનાથ મહારાજનું હાર્ટ એટેકથી નિધન, અચાનક મૃત્યુથી ભક્તો સ્તબ્ધ, પુત્ર અમેરિકાથી આવ્યા બાદ અંતિમ સંસ્કાર થશે
Rakeshnath Maharaj Heart Attack : ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકથી મોતના ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે અને આ સિલસિલો યથાવત પણ છે. કોઇના ક્રિકેટ રમતી વખતે તો કોઇના લગ્નમાં નાચતી વખતે તો કોઇના જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેકથી મોત થતા હોવાની ઘટના સામે આવે છે, ત્યારે હાલમાં વધુ એક હાર્ટ એટેકથી મોતનો મામલો સામે આવ્યો છે.
સુરતના પૌરાણણિક ક્ષેત્રપાલ હનુમાન મંદિરના 52 વર્ષીય મહંત રાકેશનાથજીનું ગત રાત્રે હાર્ટ એટેક આવવાને કારણે નિધન થયુ હોવાનું સામે આવ્યુ છે. રાકેશનાથજીના આકસ્મિક નિધનથી ભક્તો વચચે પણ શોકની લાગણી ફેલાઇ છે. એવું કહેવાય છે કે સોમવારે તેમના પુત્રના અમેરિકાથી આવ્યા બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સુરતના સગરામપુરામાં આવેલ ક્ષેત્રપાલ હનુમાન મંદિરના મહંત રાકેશનાથ મહારાજને છેલ્લા બે-ત્રણ દિવસથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ દરમિયાન છાતીમાં દુખાવા બાદ તેમનું અચાનક નિધન થતા ભક્તોમાં પણ શોકની લાગણી ફેલાઈ ગઈ. મહંતના પિતા પહેલા ક્ષેત્રપાલ હનુમાન મંદિરના મહંત હતા અને તેમનું નિધન થયા બાદ રાકેશનાથ મહારાજ મહંત બન્યા હતા. તેમને બે પુત્રો છે, પ્રતિક મહારાજ હાલ ક્ષેત્રપાલ મંદિરમાં જ મહંત છે જ્યારે નાનો પુત્ર અમેરિકામાં રહે છે.