ખબર મનોરંજન

અમિતાભ બચ્ચનના મિત્ર રાકેશ કુમારની પ્રાર્થના સભામાં જોવા મળ્યો બોલીવુડના સેલેબ્સનો જમાવડા, અભિષેક અને જયા બચ્ચન ઉપરાંત આ સિતારાઓ આવ્યા નજર

‘મિ. નટવરલાલ’ અને ‘યારાના’ જેવી હિટ યાદગાર ફિલ્મો બનાવનારના નિધાનમાં ઉમટી પડ્યા મોટી મોટી સેલિબ્રિટીઓ, જુઓ તસવીરો

મનોરંજન જગતમાંથી આવેલી એક પછી એક દુઃખદ ખબરો વચ્ચે બોલિવૂડના દિગ્ગજ ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક રાકેશ કુમારનું 10 નવેમ્બરે નિધન થયું હોવાની ખબર પણ સામે આવી હતી. તેમના નિધનથી બોલિવૂડમાં શોકની લહેર છે. રાકેશ કુમાર ઘણા લાંબા સમયથી કેન્સરથી પીડિત હતા. જેના બાદ 81 વર્ષની ઉંમરે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું. તેમના મિત્ર અને બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને પણ તેમના વિશે એક નોટ શેર કરી હતી. ત્યારે રવિવાર તેમના પરિવાર દ્વારા નિર્માતા માટે પ્રાર્થના સભા રાખવામાં આવી હતી.

આ પ્રાર્થના સભામાં બોલિવુડના ઘણા બધા જાણીતા કલાકારો ઉપસ્થતિ રહ્યા હતા. જેમાં જયા બચ્ચન, અભિષેક બચ્ચન, શબાના આઝમી અને ઈન્દર કુમાર સહિત ઘણા કલાકારોએ આ પ્રાર્થના સભામાં હાજરી આપી હતી. પ્રાર્થના સભામાં પહોંચેલા જયા બચ્ચનના ચહેરા પર એક અલગ પ્રકારની ઉદાસી દેખાઈ. તે તેના પુત્ર અભિષેક બચ્ચન સાથે પહોંચી હતી. જયા અને અભિષેકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

આ સમાચાર જાણીને અમિતાભ બચ્ચન ખરાબ રીતે ભાંગી પડ્યા છે. અભિનેતાએ તેમના અંતિમ સંસ્કારમાં સામેલ થવાનો પણ ઇનકાર કર્યો હતો. પોતાના બ્લોગમાં આ વાતનો ખુલાસો કરતા તેમને કહ્યું કે “ના, હું તેમના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે અચકાઈશ કારણ કે હું રાકેશને તે રીતે જોઈ શકીશ નહીં.તમે મને બધી સારી યાદો આપી છે, જે મારા હૃદયમાં કાયમ રહેશે. તમને જણાવી દઈએ કે અમિતાભ અને રાકેશે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

રાકેશ કુમાર તે સમયના જાણીતા નિર્માતા અને દિગ્દર્શક હતા. તેમના કામને મિસ્ટર નટવરલાલ, દો ઔર દો પાંચ, યારાના જેવી ફિલ્મો દ્વારા ઓળખવામાં આવી હતી. અમિતાભ અને રાકેશની ઓનસ્ક્રીન જોડી હિટ રહી હતી. પરંતુ વાસ્તવિક જીવનમાં પણ બંને એકબીજાના સારા મિત્રો હતા. અમિતાભ તેમના નજીકના મિત્રને ગુમાવવાથી ખૂબ જ દુઃખી છે. રાકેશ કુમારે પ્રકાશ મહેરાની ફિલ્મ જંજીરમાં સહાયક દિગ્દર્શક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)