ખબર

4 હજાર કલાક સુધી લડાયક વિમાનો ઉડાવનાર મહારથી બનશે ઇન્ડીયન એરફોર્સના નવા સુપ્રીમો! રસપ્રદ લેખ

રક્ષા મંત્રાલયના મુખ્ય સચિવ દ્વારા જાહેરાત થઈ ગઈ છે કે, 30 સપ્ટેમ્બરના રોજ ભારતીય વાયુસેનાના 25માં એર-ચીફ-માર્શલ બી.એસ.ધનોઆ નિવૃત્ત થાય એ પછી રાકેશ કુમાર સિંહ ભદૌરિયા વાયુસેનાના નવા પ્રમુખ બનશે.

Image Source

આરકેએસ ભદૌરિયા હાલ વાયુસેનાના વાઇસ એર-ચીફ-માર્શલ છે. યોગાનુયોગ એવો બન્યો કે, જે દિવસ બી.એસ.ધનોઆની રિટાયર્ડમેન્ટ માટેનો છે એ જ દિવસે આરકેએસ ભદૌરિયા પણ વાયુસેનામાંથી નિવૃત્ત થવાના હતા! પણ હવે એ જ દિવસે તેને વાયુસેનાના સુપ્રીમો બનાવવામાં આવશે જેને લીધે તેનો કાર્યકાળ ત્રણ વર્ષ વધી જશે.

Image Source

4250 કલાકની ગગનયાત્રા:

Image Source

રાકેશ કુમાર સિંહ ભદૌરિયા ઉર્ફ આરકેએસ ભદૌરિયા નેશનલ ડિફેન્સ એકેડેમી પુણેના ભૂતપૂર્વ છાત્ર છે. ઉલ્લેખનીય છે, કે માર્ચ-2017થી લઈને ઓગસ્ટ-2018 સુધી તેઓ સાઉથ એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડીંગ ઇન ચીફ હતા. ચાલુ વર્ષમાં જ તેમણે વાઇસ એર ચીફનો પદભાર ગ્રહણ કર્યો હતો.

Image Source

રાકેશ કુમાર ભદૌરિયાની સિધ્ધીઓ પણ એક સિનિયર દરજ્જાના ઉચ્ચ ઓફિસરને છાજે એવી છે. ડ્યુટી નિભાવવી શરૂ કરી એ પછી અત્યાર સુધીમાં કુલ ૪૨૫૦ કલાક એવા વીત્યા છે જેમાં તેમણે ઉડ્ડયન કર્યું હોય! લડાયક કારકિર્દીના 36 વર્ષમાં એમને 26 પ્રકારના વિભિન્ન વિમાનો ઉડાડવાનો અનુભવ છે.

રાફેલ ઉડાડનાર પ્રથમ ઇન્ડીયન એરફોર્સ ઓફિસર:

Image Source

ભારતે ફ્રાંસ સાથે 36 લડાકુ રાફેલ વિમાન ખરીદવાનો સોદો કર્યો એના સાક્ષી ભદૌરિયા રહી ચૂક્યા છે. એટલું જ નહી, તેમણે આ તાકાતવર લડાયક વિમાન ઉડાવેલું પણ છે. રાફેલની સવારી કર્યા બાદ તેમનો અનુભવ બોલ્યો હતો કે, “રાફેલ એક ઉત્કૃષ્ટ લડાયક વિમાન છે. તેમના ઉપયોગથી ભારતીય વાયુસેનાની તાકાત અનેકગણી વધી જશે.”

Image Source

દશેરાના દિવસે એરફોર્સના ભાથામાં ઉમેરાશે રાફેલ:

નોંધનીય બાબત છે, કે આરકેએસ ભદૌરિયાના સમયમાં જ ફ્રાંસથી રાફેલ વિમાનો ભારત આવશે. એ દિવસ 8 ઓક્ટોબર અર્થાત્ દશેરાનો હશે. એ દિવસ ‘ભારતીય વાયુસેના દિવસ’ પણ છે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.