પોતાના બાળકો અને પત્ની માટે આટલી સંપત્તિ છોડી ગયા રાકેશ ઝુનઝુનવાલા, જાણીને નવાઈ લાગશે

ભારતીય શેરબજારના બિગ બુલ કહેવાતા દિગ્ગજ ઇન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલાનું આજે વહેલી સવારે માત્ર 62 વર્ષની વયે નિધન થયું છે. નરેન્દ્ર મોદી સહિત ઘણા નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. રાકેશ ઝુનઝુનવાલા અંગે ઘણી વાતો જાણીતી છે પરંતુ તેઓ હંમેશા કહેતા હતા કે સસરા અને પિતાના પૈસાથી શેરબજારમાં રોકાણ ન કરો.

રાકેશ ઝુનઝુનવાલાએ એક સવાલના જવાબમાં કહ્યું હતું કે, ઘણા લોકો બીજા પાસેથી ઉછીના પૈસે શેરબજારમાં ટ્રડિંગ કરે છે. પરંતુ આવા લોકોને મારી સલાહ છે કે તેઓ ખુદના પૈસા કમાઈને શેરબજારમાં ટ્રેડિંગ કરે, જેથી તેમને પૈસાનું મહત્વ સમજાય. તેમને એક કાર્યક્રમમાં સવાલ કરાયો કે નાના-મોટા રોકાણકારો તમારી સલાહ ધ્યાનથી સાંભળે છે, તેમને રોકાણની શું સલાહ આપશો ?

તેના જવાબમાં તેમણે કહ્યું કે, કોઈ કોઈનું માનતું નથી. મે જૂન 2020માં કહ્યું હતું કે આ શેર લઈ લો… કોઈએ મારી ન માની…જો સાંભળી હોત તો માલામાલ થઈ ગયા હતો. તમે રાડો પાડતા રહો પણ સાંભળનારું કોઈ નથી. લોકો તેમનું ધાર્યુ જ કરે છે. ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો માટે એક સમયે ફિલ્મોમાં આવવું સામાન્ય વાત છે કારણ કે આ ચમકદાર ઇન્ડસ્ટ્રીમાં પૈસાની કોઈ કમી નથી.

ઘણા લોકો નથી જાણતા કે કરોડોની સંપત્તિના માલિક રાકેશ ઝુનઝુનવાલા પણ 2012માં આ ઇન્ડસ્ટ્રીમાં જોડાયેલા હતા. 2012માં રિલીઝ થયેલી ‘ઈંગ્લિશ-વિંગ્લિશ’ રાકેશ ઝુનઝુનવાલાએ પ્રોડ્યુસ કરી હતી, જેમાં દિવંગત અભિનેત્રી શ્રીદેવી જોવા મળી હતી. 26 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે શાનદાર કામ કર્યું છે. આ ફિલ્મનું કુલ કલેક્શન 78.57 કરોડ છે.

ભારતના વોરેન બફેટ તરીકે જાણીતા રાકેશ ઝુનઝુનવાલાએ પોતાની પાછળ એક વિશાળ બિઝનેસ સામ્રાજ્ય છોડી દીધું છે. હવે તમે જાણવા માંગતા હશો કે આખરે રાકેશ ઝુનઝુનવાલા તેમના બાળકો માટે કેટલી સંપત્તિ છોડીને ગયા છે ? તમને જણાવી દઈએ કે તેમની ફેમિલીમાં પત્ની રેખા ઝુનઝુનવાલા, પુત્રી નિષ્ઠા ઝુનઝુનવાલા, પુત્ર આર્યમાન ઝુનઝુનવાલા અને પુત્રી આર્યવીર ઝુનઝુનવાલા છે.

તેમની કુલ સંપત્તિ આશરે 40 હજાર કરોડ રૂપિયા છે. અહીં જણાવી દઈએ કે, તેમની અકાસા એરમાં સૌથી મોટી હિસ્સેદારી તેમની પત્ની રેખા ઝુનઝુનવાલાની છે. બંનેનો કુલ હિસ્સો 45.97 ટકા છે. ફોર્બ્સની અબજોપતિઓની યાદી પ્રમાણે તેઓ હાલમાં અબજોપતિઓની યાદીમાં વિશ્વના 440મા સૌથી અમીર વ્યક્તિ હતા.

તેમના અવસાન પર શોક વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટમાં લખ્યું, ‘રાકેશે આર્થિક જગતમાં અદમ્ય યોગદાન છોડી દીધું છે, જીવનથી ભરપૂર, વિનોદી અને સમજદાર ઝુનઝુનવાલા ભારતની પ્રગતિ માટે ખૂબ જ ઉત્સાહી હતા. તેમનું નિધન દુઃખદ છે. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ.’

YC